Gujarat

ગીફટ સિટી પછી અન્ય પ્રવાસન કેન્દ્ર પર દારૂબંધી હળવી થશે: રાજ્ય સરકાર

ગાંધીનગર : વાઈબ્રન્ટ સમિટને (Vibrant Summit) પગલે રાજય સરકાર (Gujarat) દ્વારા તાજેતરમાં ગાંધીનગર (gandhinagar) નજીક ગીફટ સિટી ખાતે દારૂબંધી હળવી કરવાનો નિર્ણય લીધો છે. ત્યારે રાજયના અન્ય પ્રાવસન કેન્દ્ર પર દારૂબંધી હળવી કરવા માટે રાજય સરકાર વિચારણા કરી રહી છે.

કેબિનેટ પ્રવકત્તા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે , રાજય સરકાર સમક્ષ રજૂઆત આવશે તો સરકાર તે અંગે વિચારણા કરશે. તેમણે કહ્યું હતું કે, કેટલાંક પ્રવાસન ધામ અંગે સરકાર આ દિશામાં વિચારણા કરી શકે છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં સ્ટેચ્યુ ઓફ યુનિટિ , ધોરડો અને સાપુતારા વિશે સરકાર વિચારણા કરશે.

સુરત (surat) ડ્રીમ સિટી તથા ડાયમંડ બુર્સ (Surat Diamond Bourse) ખાતે પણ દારૂબંધી હળવી કરવા રજૂઆત આવશે તો તે મુદ્દે સરકાર વિચારણા કરશે. બીજી તરફ ગીફટ સિટીમાં દારૂબંધી હળવી કર્યા બાદ તેમાં કોણ દારૂ પી શકશે અને કોણ નહીં પી શકે તે મુદ્દે 17 નિયમોની ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે. જેમાં ખાસ જણાવવામાં આવ્યુ છે કે અન્ય સિટીના હેલ્થ પરમીટ ધારકો ગીફટ સિટીમાં દારૂ પી શકશે નહીં.

ગિફ્ટ સિટીમાં દારૂ પીવા માટેના આવા હશે નિયમો

ગાંધીનગર(GandhiNagar) : રાજ્ય સરકારે (GujaratGovernment) ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં (GiftCity) દારૂની (Liquor) છૂટ આપતા જ રાતોરાત ગિફ્ટ સિટીની ડિમાન્ડ વધી ગઈ છે. રાજ્ય સરકારે દારૂબંધી દૂર કરવાની જાહેરાત કરી તેના 48 કલાકમાં જ ગિફ્ટ સિટિમાં 107 લોકોએ ક્લબની મેમ્બરશીપ મેળવી છે. આ ક્લબોએ માત્ર 48 કલાકમાં જ 7 કરોડ 49 લાખની કમાણી કરી લીધી છે. ડિમાન્ડ એટલી વધી ગઈ છે કે ગિફ્ટ સિટીના ક્લબમાં મેમ્બરશીપનો ભાવ 7 લાખ રૂપિયા સુધી પહોંચી ગયો છે. આ ભાવ આગામી દિવસોમાં હજુ વધે તેવી સંભાવના છે.

માત્ર ક્લબની મેમ્બરશીપના ભાવ વધ્યા છે એવું નથી. ગિફ્ટ સિટીના રિઅલ એસ્ટેટમાં પણ ભયંકર તેજી આવી ગઈ છે. ગિફ્ટ સિટીમાં તો પ્રોપર્ટીના ભાવ 10 ટકા જેટલા વધી ગયા છે. પ્રોપર્ટીની ઈન્ક્વાયરીમાં પણ 20 ટકાનો વધારો થયો છે. આ સાથે ગિફ્ટ સિટીની આસપાસની જમીનોના ભાવ પણ એકાએક ઊંચકાયા છે.

Most Popular

To Top