Gujarat

ગુજરાતમાં શિક્ષણના નામે મજાક, સરકાર શાળા ચલાવવા ગંભીર નથી: મનીષ સિસોદિયા

ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) જેમને શિક્ષણ (Education) નહીં ગમતું હોય તેઓ ગુજરાત છોડીને જઈ શકે છે, તેવા રાજ્યના સિનિયર કેબીનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના નિવેદને ખાસ્સો વિવાદ જગાવ્યો છે. વાઘાણીના નિવેદન બાદ હવે દિલ્હીના (Delhi) શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયા સોમવારે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સિસોદિયાએ ભાવનગરમાં (Bhavnagar) સરકારી શાળાઓની (Government School) મુલાકાત લીધી હતી.

ભાવનગરની મુલાકાત બાદ સિસોદિયાએ કહ્યું હતું કે 27 વર્ષના શાસન બાદ ભાજપની સરકાર સરકારી શાળાઓ ચલાવવા માંગતી નથી. તેવું મને લાગી રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રીએ ગુજરાત છોડીને જતા રહો તેવી વાત કરી છે, જો કે ગુજરાતમાં શિક્ષણ નામે મજાક ચાલી રહી છે.

  • શાળામાં બેંચ, સારા શૌચાયલ પણ નથી, ખુણામાં કરોળિયાના જાળા જોઈ ચોંકી ઉઠ્યા
  • દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ ભાવનગરની બે સરકારી સ્કૂલની મુલાકાત લીધી

સિસોદિયાએ વધુમાં કહ્યું હતું કે આજે મે ભાવનગરની બે સરકારી શાળાઓની મુલાકાત લીધી છે. બે શાળાની મુલાકાત બાદ મને દુ:ખ થયું છે. અહીં બાળકો માટે બેસવા બેંચ નથી, બેંચ તો દુરની વાત છે ફર્શ પણ નથી. બાળકી માટે સારા શૈચાલચ નથી, ટીચર પાંચ છ કલાક આવે છે તો બાળકો કંઇ રીતે ભણતા હશે. એક ખુણો શાળામાં એવો નથી જ્યાં કરોળિયાના જાળા ના હોય.

તેમણે કહ્યું હતું કે ગુજરાત ભાજપ સરકારે પ્રવાસી શિક્ષકની નવી પરંપરા શરૂ કરી છે. એક મહિનાના પ્રવાસી શિક્ષકને બીજા મહિને ક્યાં ફરજ હશે તેની ખબર નથી. દિલ્હીમાં પણ ગેસ્ટ ટીચર છે. જે કાયમી જેવા જ છે. અગાઉ સિસોદિયાએ ટવીટ્ટમાં કહ્યું હતું કે ગુજરાતના લોકોએ કયાંય જવાની જરૂરત નથી. ગુજરાતમાં આપની સરકાર લાવો તથા દિલ્હી જેવું શિક્ષણ ગુજરાતમાં મેળવો.

Most Popular

To Top