Gujarat

કોર્ટે હાર્દિક પટેલ સામેના કેસ પરત ખેંચવાની સરકારની રિવિઝન અરજી માન્ય રાખી

અમદાવાદ: અમદાવાદ શહેરની સેશન્સ કોર્ટે (Sessions Court of Ahemdabad) સોમવારે ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ,(Executive of Gujarat Congress) હાર્દિક પટેલ (Hardik Patel) અને અન્ય 21ને કેસમાંથી મુક્ત કર્યા છે તેમજ રાજ્ય સરકારની (Goverment of Gujarat) અરજી સ્વીકારી છે. હાર્દિક પટેલ સહિત તમામ લોકો સામે કેસ પરત ખેંચવાની રાજ્ય સરકારની રિવિઝન અરજી સેશન્સ કોર્ટે માન્ય રાખી દીધી છે. 2017માંદાખલ કરવામાં આવેલી એફઆઈઆરના (FIR) સંદર્ભમાં કેસ પાછા ખેંચવાની મંજૂરી આપી છે. સરકાર દ્વારા અત્યાર સુધીમાં અમદાવાદ કોર્ટમાંથી 10 કેસ પરત ખેંચવામાં આવ્યા છે.

એડિશનલ સેશન્સ જજ પ્રશાંત રાવલે મેટ્રોપોલિટન કોર્ટના 24 એપ્રિલના રોજ આપેલા આદેશને ફગાવી દીધો હતો, જેના દ્વારા મેજિસ્ટ્રેટે કલમ 321 ની જોગવાઈઓ હેઠળ કેસ પાછા ખેંચવાની મંજૂરી આપવાની સરકારની વિનંતીને ફગાવી દીધી હતી, કારણ કે પાટીદાર અનામત આંદોલન વખતે રાજ્ય સરકારે સંબંધિત નાના કેસો પાછા ખેંચવાનો નિર્ણય લીધો હતો. અનામત આંદોલન વખતે નોંધાયેલા 900 કેસમાંથી હજુ 187 કેસ પડતર છે. સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે પાટીદાર આંદોલનને લગતા ઘણા કેસો છે જે પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને આ કેસ એટલો ગંભીર નથી કે કોર્ટ તેને પાછા ખેંચી લેવાનો ઇનકાર કરી શકે.

કેસ પાછા ખેંચવાની મંજૂરી આપતી વખતે કોર્ટે ટિપ્પણી કરી હતી કે મેજિસ્ટ્રિયલ કોર્ટનું ધ્યાન આરોપીના અગાઉના વર્તન પર વધુ દેખાય છે અને કાયદાનું તેનું અર્થઘટન યોગ્ય નથી. મેટ્રોપોલિટન કોર્ટે આ કેસમાં આરોપીઓ સામે આરોપ ઘડવાનું નક્કી કર્યું હતું. મેટ્રોપોલિટન કોર્ટે રાજ્ય સરકારની કેસ પાછા ખેંચવાની મંજૂરી આપવાની વિનંતીને નકારી કાઢ્યાના એક દિવસ પછી ફરિયાદ પક્ષે નીચલી કોર્ટના આદેશને પડકાર્યો હતો. જેમાં જણાવાયું હતું કે આ કેસમાં કેન્દ્ર સરકારની કોઈ મિલકતને નુકસાન થયું નથી. તેથી રાજ્ય સરકાર કલમ 321 હેઠળનો કેસ પાછો ખેંચી લેવાની માંગ કરી શકે છે.

મામલો વસ્ત્રાલ નગરપાલિકાના કાઉન્સિલર પરેશ પટેલ દ્વારા 2017 માં રામોલ પોલીસમાં દાખલ કરવામાં આવેલી FIR અંગેનો હતો, જેમાં હાર્દિક અને 18 અન્ય લોકો પર રમખાણો, ગેરકાનૂની સભા અને ગુનાહિત ષડયંત્રનો આરોપ મૂકવામાં આવ્યો હતો. હાર્દિક પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS)નો કન્વીનર હતો અને અન્ય આરોપીઓ ગીતા પટેલ સહિત PAAS નેતાઓ હતા. 2015 માં રમખાણો દરમિયાન, રાજ્યભરમાં 537 એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી, 44.5 કરોડ રૂપિયાની જાહેર મિલકતને નુકસાન થયું હતું અને 15 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો.

Most Popular

To Top