Vadodara

MSUમાં વિદ્યાર્થી સંગઠનોનો વધતો જતો આક્રોશ

વડોદરાછ વડોદરાની એમ.એસ.યુનિવર્સીટીના AGSG ગ્રુપના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા વિદ્યાર્થી નેતા હર્ષિલ રબારી, જૈનમ જોશી અને ચિરાગ પ્રજાપતિની આગેવાની હેઠળ કોમર્સ ફેકલ્ટી ડિનને લોલીપોપનો હાર સુપ્રત કરવામાં આવ્યો હતો. આ અંગે માહિતી આપતા વિદ્યાર્થી અગ્રણીએ જણાવ્યું હતું કે માત્ર એક જ કારણ છે કે જેવી રીતે યુનિવર્સિટી એ જાહેર કર્યું છે કે વડોદરાના વિદ્યાર્થીઓ 45% થી વધુ હશે અને વડોદરાની બહારના વિદ્યાર્થીઓ ના 60% થી વધુ હશે તો કોમર્સ ફેકલ્ટીમાં FY B.COM માં એડમિશન આપવામાં આવશે.તો વડોદરા ના કોઈ વિદ્યાર્થી 40% કે પછી 42% લાવ્યો હોય તો શું એ તેનો ગુનો છે ? આ રીતે કહી શકાય કે યુનિવર્સિટી એ વડોદરાના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરી અને વિદ્યાર્થી નેતાઓને સીટ વધારી છે તેવો લોલીપોપ આપી હતી.સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશન કોમર્સ ફેકલ્ટીમાં કરાવવાના બાકી છે તો અમારી બીજી માંગ એ જ છે કે ફરી એકવાર FY B.COM ના રજીસ્ટ્રેશન શરૂ કરવામાં તેવી માંગ કરી હતી.

પરિણામ મામલે ABVP દ્વારા યુનિ.ની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આજરોજ હેડ ઓફિસ ખાતે એસવાયના વિદ્યાર્થીઓની પરીક્ષાને 137 દિવસ થઈ ગયા હોવા છતાં હજુ સુધી રીઝલ્ટ જાહેર કરવામાં આવ્યું નથી.વારંવાર રજૂઆત કરવા છતાંય વિદ્યાર્થીઓ માટે નિર્ણય લેવામાં આવતો નથી.જેને લઇને આજરોજ બેનરો સાથે ભારે સૂત્રોચાર સાથે ધજા પતાકા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.વિદ્યાર્થીઓએ રજૂઆત કરી નિર્ણય જલ્દી આવે તેવી માંગણી કરી હતી.

Most Popular

To Top