National

ભેટ સ્વીકારવાનો ડિજિટલ કીમિયો અપનાવ્યો અલ્હાબાદ હાઈ કોર્ટના આ જમાદારે પણ…

નવી દિલ્હી : ડિજિટલ જમાનામાં નાણાંની લેવડ-દેવળનું ચલણ વધી ગયું છે. સરકારી કચેરીઓમાં (Government office) પણ હવે લકો ડિજિટલાઇઝેશનથી (Digitalization) કામોને ઝડપી કરી રહ્યા છે. જોકે હવે ઓનલાઇન ભેટ લેવાની લાલચમાં અલ્હાબાદ હાઈ કોર્ટનો (Allahabad High Court) એક જમાદાર (Jamadar) ભેરવાઈ ગયો છે.તેની આ કરતૂતથી વાકેફ થયેલા મુખ્ય ન્યાયાધીશને તાત્કાલિક પદ ઉપરથી બરખાસ્ત કરવાઆ આવ્યો હતો. વાયરલ થયેલા આ ફોટાની ગંભીરતા પારખીને તરત પગલું ભરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. અને આ બાબતને લઇને રજિસ્ટાર્ડને કાર્યવાહી કરવાનો પણ નિદેશ આપવામાં આવ્યો છે.

  • ઓનલાઇન ભેટ લેવાની લાલચમાં અલ્હાબાદ હાઈ કોર્ટનો એક જમાદાર ભેરવાઈ ગયો
  • વાયરલ થયેલા ફોટાની ગંભીરતા પારખીને તરત પગલું ભરવામાં આવતા ખળભળાટ મચી ગયો
  • સસ્પેન્સ કરવાના ઑર્ડર બાદ અલગ-અલગ શરતો લાગુ રહેશે

વાયરલ વિડીયો,ફોટાને ગંભીરતાથી લેવામાં આવ્યો
આ અજીબ કિસ્સો ઇલ્હાબાદ હાઇકોર્ટનો છે.જ્યાં એક વર્દી ધારી જમાદાર ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવાની તરકીબ શોધી કાઢી હતી.આ જમાદાર તેની કમર ઉપર ક્યુ આર કોર્ડની મારફતે રૂપિયાની ભેટ સ્વીકારી રહ્યો હતો. જમાદારનું નામ રાજેન્દ્ર કુમાર હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ જમાદાર પેટીએમ વોલેટ મારફતે વકીલો પાસેથી ભેટ સ્વીકારી રહ્યો હતો. જેનો વિડીયો અને ફોટો સોશિઅલ મીડિયા ઉપર ઝડપથી વાયરલ થયો હતો. અને ત્યારબાદ હાઈકોર્ટના મહાનિર્દેશક આશિષ ગર્ગ સુધી પહોંચતા વિડીયો અને ફોટાને ગાંભીરતાથી લેવામાં આવ્યો હતો. અને ત્યારબાદ રાજેન્દ્ર કુમારને સસ્પેન્શ કરાયા હતા. દરમ્યાન સસ્પેન્શનના સમયગાળા દરમિયાન નઝરત વિભાગ સાથે જોડાયેલા રહેશે.

સસ્પેન્સન દરમિયાન આ શરતો રહેશે લાગુ
રાજેન્દ્ર કુમારને સસ્પેન્સ કરવાના ઑર્ડર બાદ હવે આ શરતો તેની ઉપર કડકાઈ પૂર્વક લાગુ રહેશે..જેવી કે કોર્ટની પરવાનગી વિના તે પોતાનું સ્ટેશન છોડી શકશે નહીં. આ દરમિયાન તેને સસ્પેન્શન ભથ્થાં મળવાનું ચાલુ રહેશે. આ કિસ્સામાં તેની ઉપર આરોપ છે કે તે પોતાના યુનિફોર્મ પર પેટીએમ વોલેટ લઈને કોર્ટ કેમ્પસમાં ફરતો હતો. Paytm વૉલેટ દ્વારા વકીલો પાસેથી ઑનલાઇન ટિપ્સ લેવા માટે તેનો ઉપયોગ કરતો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી આ જમાદાર કોર્ટના પરિસરમાં તેના યુનિફોર્મના કમર ઉપર પેટીએમ વોલેટનો ક્યુઆર કોર્ડ લઇને ફરી રહ્યો હતો.અને વકીલોને પડતા અલગ અલગ કામો માટે તે ઓનલાઇન ટિપ્સ સ્વીકારી રહ્યો હતો અને તેના ફોટો અને વિડીયો બનાવીને સોશિઅલ મીડિયા ઉપર અપડેટ કરવામાં આવતા તે ખુબ ઝડપથી વાયરલ થઇ ગયો હતો. યુઝર્સ પણ વિડીયો જોઈ કોમેન લખી રહ્યા હતા.

Most Popular

To Top