SURAT

સુરતમાં મહિલાનો ફેક ઇન્સ્ટાગ્રામ ID બનાવી તેના પરિવાર સાથેના ન્યુડ ફોટો અપલોડ કરી દેવાયા

સુરત: (Surat) પાલ વિસ્તારમાં રહેતી મહિલાના નામે ફેક ઇન્સ્ટાગ્રામ આઈડી (Fake Instagram ID) બનાવી તેમાં મહિલા અને તેના પરિવારના સભ્યોના ન્યુડ ફોટો (Nude Photo) એડીટ કરી અપલોડ કરાયા હતા. તથા પરિવારના સભ્યો અને સંબંધીઓને ટેગ કરાયા હોવાની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં (Pal Police Station) નોંધાઈ હતી. અડાજણ પાલ આરટીઓ પાસે રહેતી 31 વર્ષીય આરતી (નામ બદલ્યું છે) એ પાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ ગત 17 ઓક્ટોબરે આરતીબેનને તેમના સંબંધીઓનો ફોન આવ્યો હતો. અને આરતીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર બિભત્સ ફોટો અપલોડ થયા હોવાનું કહ્યું હતું. આરતીએ તેની ઇન્સ્ટાગ્રામ આઈડી ખોલીને જોતા આરતીના નામની કોઈએ ફેક આઈડી બનાવી હતી. અમે તેમા આરતીના તથા તેના પરિવારના સભ્યોના ન્યુડફોટો એડીટીંગ કરીને આરતીને ટેગ કરાયા હતા. તથા સોશિયલ મિડીયામાં વાયરલ કરાયા હતા.

આઈડીમાં જોતા તેમાં માય બીએફ સુદક્ષ – મેને યે એકાઉન્ટ ઇસ લીયે બનાયા ક્યુ કી મુઝસે સુદક્ષ ને બોલા હે ઉસને મેરે સાથ 6 હજારકા ફ્રોડ કીયા હૈ.. એવું લખાણ લખ્યું હતું. કોઈ અજાણ્યાએ આરતીના ફેક આઈડી પર પરીવારના સભ્યોના ફોટોગ્રાફ કોઈ અજાણી ન્યુડ મહિલાઓના ફોટો સાથે અડીટ કરીને અપલોડ કરીને ટેગ કર્યા હતા. જેથી પાલ પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવામાં આવી હતી.

પાલમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચીંગ કરનાર સ્નેચર ઝડપાયો
સુરત: પાલ, અડાજણ અને રાંદેર વિસ્તારમાં સ્નેચરો બેફામ બનતા ક્રાઈમ બ્રાંચની ટીમે વોચ ગોઠવીને પાલમાં મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચીંગ કરનાર આરોપીને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાંચની ટીમને વેડ રોડ ડભોલી ચાર રસ્તા કિસ્મત કોલોની પાસે એક સ્નેચર ઉભો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપી હાર્દિક ઉર્ફે ભોલો વિક્રમભાઇ રેમુભાઇ ધલવાણીયા (ઉ.વ.૧૯, ધંધો-બેકાર રહે.મ.નં.બી/૪૨ શિવછાયા સોસાયટી, વેડ રોડ, સુરત મુળવતન પિપળી ભાલ તા.ધોલેરા જી.અમદાવાદ) ને ઝડપી પાડ્યો હતો. આરોપીની પુછપરછ કરતા વિસેક દિવસ પહેલા તેના મિત્ર ઉપેશ ઉર્ફે ગોકુળ ઇશ્વરભાઇ ભીમપોરીયા પાસેથી કરીઝમા બાઈક લીધી હતી. અને તે લઈને મિત્ર કિશન ભરતભાઇ વાઢુકિયા સાથે પાલ વિસ્તારમાં ચેઇન સ્નેચીંગ કરવાના ઇરાદે ફરતા હતા.

જે દરમ્યાન પાલ ગામ ખાતે એક બેન તેના ઘર પાસે એકલા જણાતા કિશન વાઢુકિયા બાઈક પરથી નીચે ઉતરી મહિલાના ગળામાંથી ચેઇન ખેંચવા ગયો હતો. ચેઇન તુટી જતા એક ટુકડો હાથમાં આવી ગયો હતો. બંને આરોપી બાઈક લઇને નાસી ગયા હતા. તે ચેઇનનો ટુકડો ઉપેશ ઉર્ફે ગોકુળ ઇશ્વરભાઇ ભીમપોરીયા (રહે.પહેલા માળે રૂમ નંબર ૬ વિનાયક ફ્લેટ, ટીમલીયાવાડ, સુરત તથા ૨/૨૨ બાલાપીરની દરગાહ પાછળ, હિજડાવાડ ચાર રસ્તા પાસે, નાનપુરા) ને આપી દીધો હતો. આરોપી અગાઉ પણ કતારગામ પોલીસ સ્ટેશન તથા ચોકબજાર પોલીસ સ્ટેશનમાં મોબાઇલ ફોન ચોરીના ગુનામાં પકડાયો હતો. આ ગુનામાં સંડોવાયેલો આરોપી કિશન ભરતભાઇ વાઢુકિયાને આરોપી કૃણાળ વિઠ્ઠલભાઇ વડવાળે સાથે 26 નવેમ્બર 2022 ના રોજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અડાજણ અને રાંદેર વિસ્તારમાં ચેઇન સ્નેચીંગના ગુનાઓમાં 3.61 લાખના મુદ્દામાલ સાથે પકડાયા હતા. હાલ કિશન વાટકિયા જેલમાં છે.

Most Popular

To Top