Trending

દેશના આ રાજ્યમાં વહે છે સોનાની નદી…જાણો

ઝારખંડ: આપણો દેશએ નદીઓનો દેશ છે અને આપણી ધરા પર વહેતી બધી નદીઓ આપણી સંસ્કૃતિનો મહત્વપૂર્ણ ભાગ છે. આ દરેક નદીઓની પોતાની વિશેષતા છે, પરંતુ શું તમે જાણો છો કે આપણા દેશમાં એક એવી નદી છે, જે પાણીની સાથે સોનું પણ બહાર લાવે છે. સ્થાનિક લોકો દરરોજ નદીના પાણીને ફિલ્ટર કરીને સોનું કાઢે છે અને તેને વેચીને ઘરનું ગુજરાન ચલાવે છે. આવો જાણીએ આ સોનાની નદી વિશે…

નદીથી મળતું સોનુ છે ગ્રામજનોની આવકનો સ્ત્રોત
આશ્ચર્યની વાત એ છે કે આ નદીનું નામ સ્વર્ણ રેખા નદી છે. જેમ આ નદીનું નામ છે, તેવી જ રીતે તેમાંથી સોનું પણ નીકળે છે. આ નદી ઝારખંડમાં વહે છે. આ નદી અહીં રહેતા સ્થાનિક લોકોની આવકનો સ્ત્રોત છે. અહીંના લોકો દરરોજ નદી કિનારે જાય છે અને પાણીને ફિલ્ટર કરીને સોનું એકત્રિત કરે છે. ઝારખંડના તામર અને સરંડા જેવા વિસ્તારોમાં સદીઓથી લોકો નદીમાંથી સોનું ગાળવાનું કામ કરતા આવ્યા છે.

ક્યાં આવી છે આ સોનાની નદી?…
સ્વર્ણ રેખા નદીનું ઉદ્દગમ સ્થાન ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 16 કિમી દૂર છે. આ નદી ઝારખંડથી શરૂ થાય છે અને પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં વહે છે. આ નદીની બીજી ખાસ વાત એ છે કે ઝારખંડ છોડ્યા બાદ આ નદી કોઈ અન્ય નદી સાથે જોડાતી નથી, પરંતુ સીધી બંગાળની ખાડીમાં ભળી જાય છે.

વૈજ્ઞાનિકો પણ નથી સમજી શક્યા આ રહસ્ય
તમને જાણીને નવાઈ લાગશે કે સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકો એ જાણી શક્યા નથી કે આ નદીમાં સોનું કેમ વહે છે. એટલે કે આ નદીનું સોનું આજે પણ વૈજ્ઞાનિકો માટે એક રહસ્ય છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ નદી ખડકોમાંથી પસાર થાય છે અને તેના કારણે તેમાં સોનાના કણો આવે છે. જો કે હજુ સુધી આ વાતની પુષ્ટિ થઈ નથી.

474 કિમી લાંબી આ નદીની ઉપનદી માંથી પણ મળે છે સોનાના કણ…
આ સિવાય અન્ય નદીમાં પણ સોનાના કણો જોવા મળે છે. આ નદી સુવર્ણ રેખાની ઉપનદી છે. આ નદીનું નામ ‘કરકારી’ નદી છે. કરકારી નદી વિશે લોકોનું કહેવું છે કે આ નદીમાં સુવર્ણ રેખામાંના કેટલાક સોનાના કણો વહીને આ નદીમાં આવી જાય છે. સ્વર્ણ રેખા નદીની કુલ લંબાઈ 474 કિમી છે. આ નદીમાંથી સોનું કાઢવાનું કામ સરળ નથી. અહીં સોનું એકત્ર કરવા માટે લોકોને આખો દિવસ મહેનત કરવી પડે છે. અહીં એક વ્યક્તિ એક મહિનામાં 70 થી 80 સોનાના કણો એકત્ર કરી શકે છે. એટલે કે, આખો દિવસ કામ કર્યા પછી, વ્યક્તિ ફક્ત એક કે બે સોનાના કણોને મેળળવી શકે છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર સોનાની એક કણ વેચીને 80 થી 100 રૂપિયાની કમાણી થાય છે. આ હિસાબે લોકો મહિનામાં 5 થી 8 હજાર રૂપિયાની કમાણી કરે છે.

Most Popular

To Top