Charchapatra

ગ્લોબલ વોર્મીગ અને વૃક્ષારોપણ

ગ્લોબલ વોર્મીગ અને કલાઈમેટ ચેન્જને કારણે આજે વિશ્વ જુદી જુદી ઋતુઓની તકલીફો ભોગવી રહ્યું છે. આજની વધતી તીવ્ર ગરમી, કમોસમી વરસાદ, પાણીના પૂર, વાવાઝોડા તથા સમુદ્રની વધતી જળ સપાટીની તકલીફો સહન કરી રહેલ છે અને હેરાન પરેશાન થઈ રહેલ છે અને પર્યાવરણમાં ભયંકર અસંતુલન પેદા થયેલ છે. જંગલો વધવાને બદલે કાપી નાખવાથી વૃક્ષો ઓછા થયા જેના પરિણામે વરસાદ ઓછો થાય છે અને આજે તીવ્ર ગરમીનો અનુભવ થઈ રહેલ છે અને વારંવાર હીટ સ્ટોક જાહેર કરવા પડે છે.

આવી સ્થિતિમાં મે-જૂનની સંભવીત વધતી ગરમીથી ચિંતા ઉભી થાય છે. દિલ્હી સહીત દેશના 90 ટકા વિસ્તાર પર વધુ લૂ ની સ્થિતિનું જોખમ ઉભુ થયેલ છે. વધતા તાપમાનને કારણે હીટ એકશન પ્લાન હવે જરૂરી બની ગયા છે. માનવ જીવનને શોષી લેતો હીટ વેવ આરોગ્ય અને આર્થિક ક્ષેત્ર માટે જોખમી બની રહ્યો છે. આજે માનવી પોતે કરેલી સજાનો ભોગ હીટ વેવ મારફતે ભોગવી રહેલ છે. આજે દેશમાં તાપમાન 50 ડીગ્રી થવાની સંભાવનાને કારણે માનવીની ગરમી સહન કરવાની ક્ષમતાની કસોટી થવાની છે તેવું આજે લાગે છે.

આજે જ્યારે દેશમાં વિકાસના કાર્યોના નામે વૃક્ષોનું છેદન થઈ રહેલ છે તેવા સમયે ખારાઘોડાની 48 ડીગ્રી ગરમીમાં 75 વર્ષીય વૃદ્ધ દંપતિએ માત્ર બે મહીનામાં રણમાં વિક્રમ સંખ્યાના પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરીને નોંધપાત્ર કાર્ય કર્યાની અભિનંદનીય ઘટના બહાર આવેલ છે. રાજ્ય સરકારે આ વૃદ્ધ દંપતીને સાથે રાખીને વધુ નાગરિકોને વૃક્ષારોપણમાં જોડાવાની જરૂર છે.  આવી જ નોંધપાત્ર ઘટના મુંબઈને સતત બીજા વર્ષે વૈશ્વિક વૃક્ષનગરીનું બહુમાન મળેલ છે.

યુ.એનનું ફુડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન તેમજ અમેરિકાની એક સંસ્થા દ્વારા વર્ષ 2019માં વિશ્વમાં વૃક્ષ સંવર્ધન અને વાવેતર માટે પ્રયોગ કરનારાને બહુમાન કરવાની ઝુંબેશ ચલાવી રહ્યા છે તે અન્વયે મુંબઈને સૌથી પહેલા વર્ષ 2021માં અને હવે વર્ષ 2022 માટે સતત બીજા વર્ષે વૈશ્વિક વૃક્ષનગરી જાહેર કરેલ છે જે માટે મહારાષ્ટ્ર સરકાર, મુંબઈ મહાનગર કોર્પોરેશન અને સ્વયં મુંબઈવાસીઓ અભિનંદનને પાત્ર ગણી શકાય. જરૂરી અને  ઉપકારક વૃક્ષોના વિકાસ માટે ઉપરોક્ત વૃધ્ધ દંપતીની જેમ અન્ય નાગરિકો તેમજ મુંબઈની જેમ દેશના અન્ય શહેરોએ આગળ આવીને કાર્યરત બનવાની જરૂર છે.
અમદાવાદ         – પ્રવીણ રાઠોડ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top