Gujarat Election - 2022

બીજા તબક્કામાં ઉત્તર-મધ્ય ગુજરાતની 93 બેઠક માટે પ્રચાર શાંત થયો

ગાંધીનગર: (Gandhinagar) બીજા તબક્કામાં (Second Phase) ઉત્તર ગુજરાત, ગાંધીનગર, અમદાવાદ તથા મધ્ય ગુજરાતની 93 બેઠક માટે શનિવારે સાંજે પાંચ વાગ્યે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે. પીએમ નરેન્દ્ર મોદીએ (PM Modi) બીજા તબક્કામાં ભાજપ માટે મતો આકર્ષવા માટે હજુ ગઈકાલે જ ચાર સભાઓ તથા અમદાવાદમાં સતત બે દિવસ માટે રોડ શો યોજ્યો હતો. જ્યારે કોંગી નેતાગીરીએ પણ ઉત્તર તથા મધ્ય ગુજરાતમાં સભાઓ ગજવી છે. આગામી તા.5મી ડિસે.ના રોજ 93 બેઠક માટે મતદાન યોજાશે. જ્યારે તા.8મી ડિસે.ના રોજ મત ગણતરી હાથ ધરાશે.

  • 833 ઉમેદવાર મેદાનમાં, 5 ડિસેમ્બરે મતદાન
  • ભાજપ, કોંગ્રેસ તથા આપ વચ્ચે સીધો જંગ
  • આજે દિવસભર ગ્રુપ બેઠકોનો દોર ચાલશે

અમદાવાદમાં સતત બે દિવસ માટે રોડ શો યોજ્યો હતો
જ્યારે બીજા તબક્કામાં 14 જિલ્લામાં યોજાનાર મતદાન માટે કુલ 2,51,58,730 મતદાર મત આપી શકશે, જેમાં 1,29,26,501 પુરુષ, 1,22,31,335 મહિલા અને 894 ત્રીજી જાતિના મતદારોનો સમાવેશ થાય છે. જ્યારે બીજા તબક્કામાં 764 પુરુષ અને 69 મહિલા મળી કુલ 833 હરીફ ઉમેદવારે ચૂંટણીમાં ઝંપલાવ્યું છે.બીજા તબક્કામાં 2,904 શહેરી મતદાન મથક સ્થળ પર 8,533 મતદાન મથક આવેલાં છે. જ્યારે 12,071 ગ્રામ્ય મતદાન મથક સ્થળો પર 17,876 મતદાન મથકો આવેલાં છે. બીજા તબક્કાની 93 બેઠક માટે 36,439 બેલેટ યુનિટ, 36,439 કંટ્રોલ યુનિટ તથા 40,434 વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે. બીજા તબક્કામાં 29,062 પ્રિસાઈડિંગ ઓફિસર્સ અને 84,263 પોલિંગ ઓફિસર્સ ફરજ બજાવશે.

દેશમાં ભાજપની સત્તા આવતા ભ્રષ્ટાચાર બંધ થયા
ડબલ એન્જિનની સરકારના કારણે રાજયમાં બુલેટ ટ્રેનની ગતીથી વિકાસ થાય છે. ગુજરાત રાજય દેશનું રોલ મોડલ રહ્યુ છે. દેશમાં કોંગ્રેસની સરકારમાં ભ્રષ્ટાચારના કારણે દેશના લોકોમાં અંસતોષ વધ્યો, જેના કારણે દેશની જનતાએ ભાજપને સત્તા સોંપી અને આજે ભ્રષ્ટાચાર બંધ થયા છે, આજે દેશ દુનિયાની પાંચમી આર્થિક વ્યવસ્થા બન્યું છે, તેવું ધોળકામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ ચૂંટણી જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું.

કહ્યું હતુ કે આપણા દેશને જી-20ના સંમેલનનું નેતૃત્વ કરવાની તક મળી છે
યોગી આદિત્યનાથએ વધુમાં કહ્યું હતુ કે આપણા દેશને જી-20ના સંમેલનનું નેતૃત્વ કરવાની તક મળી છે.આજે વૈશ્વીકમંચ પર ભારતની પ્રતિષ્ઠા વઘી છે. 20 વર્ષ પહેલા કોંગ્રેસમાં કરફ્યુ લાગતો, વાર તહેવારે હુલ્લડ થતા આજે ભાજપની સરકારમાં શાંતી અને ભાઇચારાથી વિકાસની ગતીમાં આગળ વધી રહ્યુ છે. કેન્દ્રમાં ભાજપ સરકારે ગરીબોને પાકા ઘર મળે તે માટે પ્રધાનનમંત્રી આવાસ યોજના, શૌચાલયનુ નિર્માણ કરાવવું, ગરીબોને પાંચ લાખ સુધી આયુષ્યમાન કાર્ડ થકી ફ્રીમાં સરાવાર,ગરીબ પરિવારને ફ્રીમાં રાશન સહિત અનેક યોજનાઓ ના લાભ આપ્યા છે. કોરોના જેવી મહામારીમાં દેશના વૈજ્ઞાનિકો પર ભરોસો વ્યકત કરી દેશને એક નહી બે રસી ઉપલ્બધ કરાવી ફ્રીમાં ડોઝ આપ્યા છે.

Most Popular

To Top