Vadodara

ગેરતપુર-વડોદરા અને ડભોઇ-પ્રતાપનગર સેક્શનનું નિરીક્ષણ

વડોદરા: પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર આલોક કંસલ દ્વારા બુધવારે વડોદરા ડિવિઝનના ના ગેરતપુર-વડોદરા અને ડભોઇ-પ્રતાપનગર સેક્શનનું વાર્ષિક નિરીક્ષણ કરાયું હતું.નિરીક્ષણ દરમ્યાન, જનરલ મેનેજરે આ સેક્શનના નડિયાદ આણંદ અને વડોદરા રેલ્વે સ્ટેશનોની મુસાફરોની સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું.

આ દરમિયાન તેમણે સ્ટાફ સુવિધાઓ, સલામતી, સુરક્ષા, માળખાગત સુવિધાઓ અને વિકાસને લગતા અન્ય વિવિધ કામોનું પણ નિરીક્ષણ કર્યું હતું.આ ઉપરાંત, જનરલ મેનેજર દ્વારા સ્ટાફ સુવિધાઓનું ઉદ્ઘાટન પણ કરાયું હતું. આ મુલાકાત દરમિયાન વડોદરા ડિવિઝનના ડિવિઝનલ રેલ્વે મેનેજર અમિત ગુપ્તા અને રેલ્વેના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ દરમિયાન કંસલે આ સેક્શનમાં પુલો, લેવલ ક્રોસિંગ ગેટ, રેલ્વે કોલોની, કર્વ, ગેંગ અને ટ્રેકનું પણ નિરીક્ષણ કર્યું હતું. ડભોઇ પ્રતાપનગર વિભાગ ઉપર સ્પીડ ટ્રાયલિંગ પણ કરાઈ હતી.તેમણે આણંદ સ્ટેશન પર ડિવિઝનની વિવિધ બ્રાંચો દ્વારા આયોજીત પ્રદર્શનો પણ જોયા અને પ્રશંસા પણ કરી હતી.

આ દરમિયાન જનરલ મેનેજરે પ્રીપેડ મીટરિંગ, ગેંગ ટૂલ અને રેસ્ટ રૂમ, નડિયાદ, ઈઆઈ બિલ્ડિંગ, વડોદરા યાર્ડ, સ્ટાફ કવાર્ટર્સ,ઈંટોલા અને પ્રતાપનગરના રેલવે હોસ્પિટલના મેડિકલ સ્ટોર્સના અપગ્રેડેશન જેવી સ્ટાફ સુવિધાઓનું પણ ઈ-ઉદ્ઘાટન કર્યું.

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે નડિયાદ અને વડોદરા સ્ટેશનોના સામાજિક સંગઠનો અને સ્થાનિક પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી અને તેઓની માંગ મુજબ યોગ્ય કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યો હતો.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top