Madhya Gujarat

દાહોદ જિલ્લાનું સામાન્ય પ્રવાહનું ૫૪.૬૭ ટકા પરિણામ જાહેર

દાહોદ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહના પરિણામની જાહેર કરવામાં આવી છે ત્યારે દાહોદ જિલ્લો આ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ ગુજરાત રાજ્યમાં સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો બની રહેવા પામ્યો છે. દાહોદ જિલ્લાનું આ વર્ષે સામાન્ય પ્રવાહનું ૫૪.૬૭ ટકા પરિણામ જાહેર થવા પામ્યું છે. જિલ્લામાં એવન ગ્રેડમાં માત્ર ૦૨ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. આ વર્ષે સામાન્ય પ્રવાહમાં જિલ્લામાં કુલ ૨૦૫૩૯ વિદ્યાર્થીઓ નોંધાંયા હતાં જે પૈકી ૨૦૩૭૭ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.

દાહોદ જિલ્લામાં આ વર્ષે ગુજરાત રાજ્યામાં સૌથી ઓછુ પરિણામ જાહેર થવા પામ્યું છે. અગાઉ ધોરણ ૧૨ સાયસન્સ અને બાદમાં ધોરણ ૧૦ના પરિણામમાં પણ જિલ્લો સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો જાહેર થયો છે ત્યારે આજરોજ ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં આ સામાન્ય પ્રવાહના પરિણામમાં પણ દાહોદ જિલ્લાનું સૌથું ઓછુ પરિણામ જાહેર થયું છે. જિલ્લાનું માત્ર ૫૪.૬૭ ટકા પરિણામ જાહેર થયું છે. આ વર્ષે માત્ર ૦૨ વિદ્યાર્થીઓનો એવન ગ્રેડમાં સમાવેશ થયો છે. એટુ ગ્રેડમાં ૧૪૩, બીવન ગ્રેડમાં ૮૫૦, સીટુ ગ્રેડમાં ૨૪૫૩, સીવન ગ્રેડમાં ૩૭૦૫, સીટુ ગ્રેડમાં ૩૪૨૧, ડી ગ્રેડમાં ૫૬૨ અને ઈવન ગ્રેડમાં ૦૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થયો છે. દાહોદ જિલ્લામાં કુલ ૧૬ કેન્દ્રોના પરિણામોની વાત કરીએ તો કેન્દ્રો પ્રમાણે દાહોદ કેન્દ્રનું ૬૦.૦૧ ટકા, લીમખેડા કેન્દ્રનું ૪૪.૦૬, ગરબાડાનું ૬૯.૬૦ ટકા, કતવારાનું ૬૩.૨૫, જેસાવાડાનું ૬૨.૪૪, ઉકરડીનું ૮૪.૩૫, રાછરડા હિમાલાનું ૬૪.૨૧, અભલોડનું ૭૭.૬૩, દેવગઢ બારીઆનું ૩૬.૨૮, પીપલોદનું ૬૨.૭૩, ઝાલોદનું ૪૬.૨૬, લીમડીનું ૬૩.૮૬, સુખસરનું ૬૧.૬૦, કારઠનું ૭૦.૧૪, સાગટાળાનું ૪૦.૫૩ અને ફતેપુરા કેન્દ્રનું ૫૦.૪૫ ટકા પરિણામ જાહેર થયું હતું.

દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળાઓની વાત કરીએ તો એમ. વાય. હાઈસ્કુલનું ૫૯.૬૧ ટકા પરિણામ, નવજીવન ગલ્સ હાઈસ્કુલનું ૭૩.૩૯, લીટલ ફ્સાવર સ્કુલનું ૮૧.૫૭ અને સ્વનિર્ભર ઉચ્ચ માધ્યમિક શાળાનું ૭૦ ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં આ શાળાઓમાંથી પ્રથમ પાંચ ક્રમાંકે આવનાર વિદ્યાર્થીઓમાં નાચણીયા ભાવીકુમાર એમ. સોની અભિષેક એસ. ગાંગરડીવાલા શબ્બીર જે. ઉડવાણી પ્રતિક એન. વહોનીયા પ્રકાશ એન. વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

Most Popular

To Top