Madhya Gujarat

સિંગવડના ગામડાઓમાં હેડપંપ-બોર મોટર નહીં ન હોવાને કારણે લોકોને પાણી માટે વલખા

સિગવડ: સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓમાં સરકાર દ્વારા પીવાના પાણી માટે હેડ પંપ કે બોર મોટર નહીં નાખવાથી ગામડાની પ્રજાને ભર ઉનાળે પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે જ્યારે સરકાર દ્વારા નળશે જળ યોજના પણ ઘણા ગામોમાં પાણીનો ટિપ્પુ પણ નહીં આવતા હોવાના લીધે ગામડાની પ્રજાને બે બાજુથી માર પડી હોય તેમ લાગી રહ્યું છે જ્યારે સરકાર દ્વારા હેડ પંપ કે બોર મોટર કરવામાં આવ્યા હોય તો ગામડાના લોકોને પીવાના પાણીના વલખા નહીં મારીને તેમને આ પાણી મળી શકે તેમ હોત પરંતુ સરકારી તંત્ર દ્વારા અમુક ગામોમાં હેડ પંપ મૂકવામાં પણ આવેલ છે પરંતુ જેને આ હેડ પંપની કે બોર મોટર ની જરૂરીયાત હોય તેવા લોકોને નહીં આપીને જેને ત્યાં હેડપંપ હોય એને લાગવગ ધરાવવા વાળાને આ હેડ પંપ ની યોજના નો લાભ મળતો હોય છે.

જ્યારે ગામડાના ઘણા લોકો એવા છે કે તેમના ત્યાં પશુઓને માણસોની સંખ્યા વધારે પડતી હોય છે પરંતુ ત્યાં પાણી નહીં મળી રહેતું હોવાના લીધે આ પશુઓને પાણી પીવડાવવામાં તકલીફ ઉઠાવી પડતી હોય છે અને તેમને નદીનાળા દેખીને ત્યાં પાણી પીવડાવવા માટે જવું પડતું હોય છે ખરેખર સરકારી તંત્ર દ્વારા જેને જરૂરિયાત એવા લોકોને આ હેડપંપ કે બોર મોટર આપવામાં આવે તો તેમને તે ઉપયોગી બને તેમ છે જ્યારે સરકારી તંત્ર દ્વારા આ નળશે જળ યોજનાની લાઈનો પણ કમ્પલેટ કરાવીને એનું પાણી મળે તો આ હેડપંપ ની પણ જરૂર પડે તેમ નથી પરંતુ હેડ પંપ પણ નથી ને નળ શે જળ યોજનાનો લાભ પણ નથી ગરીબ પ્રજાને પાણી માટે બે બાજુથી માર પડી રહ્યો તેમ લાગી રહ્યું છે.

Most Popular

To Top