National

ગેંગસ્ટર અનિલ દુજાનાને UP STFએ એન્કાઉન્ટરમાં ઠાર કર્યો, તેની ઉપર હત્યાના 18 કેસ હતા

યુપી પોલીસના (UP Police) STFએ કુખ્યાત ગેંગસ્ટર (Gangster) અનિલ દુજાનાને એન્કાઉન્ટરમાં (Encounter) ઠાર માર્યો છે. STF એ અનિલ દુજાનાને મેરઠમાં એન્કાઉન્ટરમાં માર્યો હતો. અનિલ દુજાના ગ્રેટર નોઈડાનો રહેવાસી હતો. અનિલ દુજાનાનો પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ખૂબ ડર હતો. ઉત્તર પ્રદેશ પોલીસ ઘણા સમયથી અનિલ દુજાનાને શોધી રહી હતી. તેણે દિલ્હી-એનસીઆર (Delhi NCR) વિસ્તારમાં પણ ભયનું સામ્રાજ્ય જાળવી રાખ્યું હતું. દુજાના સામે 62થી વધુ કેસ નોંધાયા હતા. તેમાંથી 18 હત્યાના હતા. આ ઉપરાંત ખંડણી, લૂંટ (Loot), જમીન હડપ, ઘર ખાલી કરાવવા અને આર્મ્સ એક્ટના કેસ પણ નોંધાયા હતા. તેના પર રાસુકા અને ગેંગસ્ટર એક્ટ પણ લગાવવામાં આવ્યો હતો.

યુપી એસટીએફને એવી બાતમી મળી હતી કે અનિલ દુજાના મેરઠના એક ગામમાં ગુનાહિત ઘટનાને અંજામ આપવા માટે આવવાનો છે. આ સમાચાર પર STFએ ઘેરાબંધી કરી હતી. STFની ટીમથી પોતાને ઘેરાયેલો જોઈને અનિલ દુજાનાએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અનિલ દુજાના સ્કોર્પિયો કારમાં એકલો મુસાફરી કરી રહ્યો હતો અને તેના ભાઈઓને મળવા મેરઠ જઈ રહ્યો હતો. STF પર દુજાના તરફથી કુલ 15 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા જ્યારે STF તરફથી 6 રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા. એન્કાઉન્ટરમાં બંને તરફથી કુલ 21 રાઉન્ડ ફાયરિંગ થયું હતું. જેમાં અંતે દુજાના માર્યો ગયો હતો.

અનિલ દુજાના ગ્રેટર નોઈડા (ગૌતમ બુદ્ધ નગર)ના બાદલપુરના દુજાના ગામનો રહેવાસી છે. તેની સામે કુલ 62 કેસ નોંધાયેલા છે, જેમાંથી 18 કેસ હત્યા સાથે જોડાયેલા છે. તાજેતરમાં બહાર આવેલી ગૌતમ બુદ્ધ નગરના ગેંગસ્ટરોની યાદીમાં અનિલ દુજાનાનું નામ પણ હતું. મળતી માહિતી મુજબ સુંદર ભાટી પર માત્ર અનિલ દુજાનાએ જ AK47 ફાયરિંગ કર્યું હતું. ગેંગસ્ટર સુંદર ભાટી દુજાનાનો કટ્ટર દુશ્મન હતો. દુજાનાએ તેના સાથીદારો સાથે મળીને ગાઝિયાબાદના ભોપુરા વિસ્તારમાં એક ફાર્મહાઉસમાં તેના સાળાના લગ્નમાં સુંદર ભાટી પર હુમલો કર્યો હતો. આમાં તેને ગેંગસ્ટર રણદીપે પણ ટેકો આપ્યો હતો, જોકે તે હુમલામાં સુંદર ભાટી નાસી છૂટ્યો હતો.

યુપી પોલીસે અનિલ દુજાના પર 75 હજાર રૂપિયાનું ઈનામ જાહેર કર્યું હતું. આના પરથી અંદાજ લગાવી શકાય છે કે અનિલ દુજાનાનો કેટલો ખોફ હતો. મોટા મોટા ઉદ્યોગપતિઓ પણ તેના નામથી ડરતા હતા. 70 અને 80ના દાયકામાં દિલ્હી-એનસીઆરમાં સુંદર ભાટીનો ડર હતો. તેણે તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મારી નાખવાની ધમકી પણ આપી હતી. અનિલ નાગર ઉર્ફે અનિલ દુજાના આ દુજાના ગામનો છે. પોલીસ રેકોર્ડમાં તેના વિરૂદ્ધ 2002માં હરબીર પહેલવાનની હત્યાનો પહેલો કેસ ગાઝિયાબાદના કવિ નગર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવ્યો હતો.

Most Popular

To Top