National

બંગાળમાં ચક્રવાતી તોફાન સાથે 3.8ની તિવ્રતાનું ભૂકંપ

પશ્ચિમ બંગાળમાં આવેલા વાવાઝોડા યાસ (cyclone yaas) ની ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરા પોર્ટ પાસેના કાંઠે ભારે અસર જોવા મળી રહી છે. ચક્રવાત યાસ ભીષણ ચક્રવાતી ( hurricane) તોફાનમાં ફેરવાયું છે. જેના કારણે ઓડિશા ઉપરાંત પશ્ચિમ બંગાળના અનેક જિલ્લાઓમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. સમુદ્રમાં ઉંચા મોજાઓ ઉછળી રહ્યા છે. અહીં રહેણાંક વિસ્તારોમાં પાણી ફરી વળ્યું છે. જેને લઈને બંને રાજ્યો માટે ‘રેડ કોડેડ’ (red coded) ચેતવણી બહાર પાડવામાં આવી છે. યાસના તોફાન સાથે બંગાળમાં ભૂકંપ પણ આવ્યું છે. બુધવારે બપોરે જાલપાઇગુડીમાં 3.8 ની તીવ્રતાનો ભૂકંપ નોંધવામાં આવ્યો હતો. તેનું કેન્દ્ર માલબાજારમાં 5 કિ.મી. અંદર બતાવાયું છે. સતત વરસાદ બાદ હાવડામાં ગંગા નદીનું સ્તર વધ્યું છે. બેલુર મઠની અંદર નદીનું પાણી ભરાયું છે.

બંગાળમાં જોવા મળ્યું યાસનું ડરામણું સ્વરૂપ
પશ્ચિમ બંગાળમાં ભીષણ વાવાઝોડા યાસનું તાંડવ જોવા મળી રહ્યું છે. અને પૂર્વ મેદિનીપુરના દીઘામાં ખુબ પવન ફૂંકાઈ રહ્યો છે અને સમુદ્રની લહેરો અશાંત જોવા મળી રહી છે.

ઓડિશાના રહેણાંક વિસ્તારોમાં પૂર
ઓડિશાના ભદ્રક જિલ્લાના ધામરામાં રહેણાંક વિસ્તારોમાં સમુદ્રના પાણીથી પૂર આવી ગયું છે. ચક્રવાતી તોફાન યાસની લેન્ડફોલની પ્રક્રિયા ચાલુ છે. જેને પૂરી થવામાં 3 કલાક જેવો સમય જશે. પશ્ચિમ બંગાળના પૂર્વ મિદનાપુર જિલ્લામાં સમુદ્રનું પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી ગયું છે. હાઈ ટાઈડના કારણે આ પાણી વિસ્તારોમાં ઘૂસી ગયું છે ત્યારબાદ એક વ્યક્તિનું મોત થયું છે.

8 રાજ્યોમાં અસર
હવામાન ખાતાના જણાવ્યા મુજબ યાસ ગંભીર ચક્રવાર્તી તોફાનમાં ફેરવાઈ ચૂક્યું છે અને તે આજે ઓડિશાના કાંઠા વિસ્તારો સાથે ટકરાયું છે. ચક્રવાતી તોફાન યાસની અસર ઓડિશા, પશ્ચિમ બંગાળ સહિત 8 રાજ્યો પર જોવા મળી રહી છે. અનેક વિસ્તારોમાં ખુબ પવન ફૂંકાવવાની સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. પશ્ચિમ બંગાળ-ઓડિશા બોર્ડર નજીક ઉદેપુરમાં પવનને કારણે અનેક ચેકપોસ્ટ બેરિકેડ્સ ઉડી ગયા હતા.

બંગાળમાં 10 લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા
ઓડિશાના ભુવનેશ્વરમાં રાહત પેકેટ તૈયાર થઈ રહ્યા છે. લોકોને રિલિફ કેમ્પ ( realife camp) સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. ભદ્રકમાં એનડીઆરએફએ ( ndrf) મોરચો સંભાળેલો છે અને લોકોને વાવાઝોડાથી બચાવવાની દરેક શક્ય કોશિશ થઈ રહી છે. ઓડિશાની જેમ બંગાળમાં પણ લોકોને રિલિફ કેમ્પ સુધી પહોંચાડવામાં આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં 10 લાખ લોકોને સમુદ્ર કિનારાવાળી જગ્યાઓથી ખસેડીને 4000 જેટલા રાહત કેમ્પોમાં પહોંચાડવામાં આવ્યા છે. દોઢ લાખ લોકો તો પૂર્વ મેદિનીપુરમાં જ સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. અત્યાર સુધીમાં કુલ 14 જિલ્લાઓમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે.

Most Popular

To Top