Dakshin Gujarat

VIDEO : વલસાડની અતુલ કંપનીમાં ભીષણ આગ, કામદારોમાં દોડધામ મચી ગઈ

આ સમાચાર અપડેટ થઈ રહ્યાં છે..

વલસાડ: (Valsad) વલસાડની અતુલ (Atul) કંપનીમાં આજે બુધવારે ભયંકર આગ (Fire) ફાટી નીકળી છે. કંપનીના પૂર્વ તરફના આર.એમ. પ્લાન્ટમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડ દ્વારા મેજર કોલ જાહેર કરાયો છે. વલસાડ ઉપરાંત પારડી, અતુલ, વાપી અને સરીગામથી ફાયરની ટીમો ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લેવા પ્રયાસ શરૂ કર્યો હતો. આગ લાગતા જ કંપનીમાંથી કામદારોને બહાર કાઢી લેવાયા છે. આગનો ધૂમાડો દૂર સુધી જોઈ શકાતો હતો.

  • કંપનીના પૂર્વ તરફના આર.એમ. પ્લાન્ટમાં લાગી આગ
  • આગના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા
  • આગનું કારણ જાણી શકાયું નથી

બુધવારે બપોરે વલસાડની અતુલ કંપનીમાં ભયંકર આગ ફાટી નીકળી હતી. કંપનીના આર.એમ. પ્લાન્ટમાં લાગેલી આગે ગણતરીની મિનીટોમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે કંપનીમાં કામ કરતા કામદારો ગભરાયા હતા. કામદારોએ પ્લાન્ટની બહાર નીકળવા માટે રીતસર દોટ લગાવી હતી, જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કંપનીના મેનેજમેન્ટ દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરનો કાફલો ઘટના સ્થળે ધસી ગયો હતો, પરંતુ આગ એટલી વિકરાળ હતી કે ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો હતો અને અન્ય ઠેકાણાઓથી ફાયર બ્રિગેડને બોલાવી હતી. આગના ગોટેગોટા દૂર દૂરથી જોઈ શકાતા હતા. આગ લાગતા લોકટોળું ભેગું થઈ ગયું હતું. સ્થાનિક લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.

જુઓ વિકરાળ આગનો ભયાવહ વિડીયો

Most Popular

To Top