National

દિલ્હીના સફરજંગ હોસ્પીટલના મેડિસીન વિભાગમાં આગ, જાનહાનિ ટળી

DELHI : બુધવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલ ( SAFARJANG HOSPITAL) માં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ પ્રથમ માળના મેડિસિન વિભાગ (MEDICINE DEPARTMENT) માં સવારે 6.35 વાગ્યે લાગી હતી.

બુધવારે સવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં આગ લાગી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આગ પ્રથમ માળના મેડિસિન વિભાગમાં સવારે 6.35 વાગ્યે શરૂ થઈ. ધીરે ધીરે આગ એચ બ્લોક વોર્ડ 11 માં પહોંચી હતી . તે પહેલા આઈસીયુ વોર્ડના 60 દર્દીઓને અન્ય સ્થળે ખસેડવામાં આવ્યા હતા. હમણાંથી આગને કાબૂમાં લેવામાં આવી છે અને તમામ લોકો સલામત છે.

સફદરજંગ હોસ્પિટલ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આજે સવારે 6.35 વાગ્યે આગ લાગી હતી, આગની જાણ કરવામાં આવી હતી, ત્યારબાદ 9 ફાયર એન્જિનો ઘટનાસ્થળે પહોંચ્યા હતા, હોસ્પિટલ સ્ટાફની મદદથી 60 થી વધુ દર્દીઓ બીજી જગ્યાએ ખસેડાયા હતા. આગ કાબૂમાં લેવામાં આવી હતી અને કોઈ જાનહાની થઈ ન હતી.

ફાયર ઓફિસર અતુલ ગર્ગે કહ્યું કે જ્યારે આગ લાગી ત્યારે આઈસીયુ વોર્ડની અંદર 60 દર્દીઓ દાખલ થયા હતા. તે બધાને પહેલા સલામત બહાર કાઢ્યા હતા. ત્યારબાદ ટૂંક સમયમાં જ આગ કાબૂમાં આવી હતી. હજુ સુધી આગના કારણો જાણવા મળ્યા નથી. આઇસીયુમાં હાજર બધી વસ્તુઓ, મશીન બધુ જ બળીને રાખ થઈ ગયું હતું.

સફદરજંગના આઈસીયુ વોર્ડ ( ICU WARD) માં આજે સવારે આગ ભભૂકી ઉઠી હતી, ત્યારે બે નર્સિંગ અધિકારીઓએ પોતાનું જીવ જોખમમાં મૂકીને દર્દીઓને બીજા વોર્ડમાં ખસેડ્યા હતા. જો કે, આ દરમિયાન આ બંને અધિકારીઓના ફેફસાંમાં ધુમાડો ભરાયો હતો, જેના કારણે તેઓ ગૂંગળામણ થઈ ગઈ હતી. અને તેમની સ્થિતિ ગંભીર બની હતી. દર્દીઓને સ્થળાંતર કર્યા પછી આ બંને અધિકારીઓને સફદરજંગના જ બીજા બ્લોકના આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે. બંને નર્સિંગ અધિકારીઓની હાલ સારવાર ચાલી રહી છે. આ બંને અધિકારીઓની બહાદુરીને લીધે હજી સુધી કોઈ પણ દર્દીના ધ્યાન પર કોઈ પ્રકારની સમસ્યા આવી નથી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top