Gujarat

સચિવાલયમાં 7 માસના ગર્ભવતી નાણાં વિભાગના કલાસ -2 અધિકારીનું કોરોનાથી મોત

GANDHINAGAR : છેલ્લા 48 કલાકમાં ગાંધીનગરમાં કોરોના ( CORONA) વકર્યો છે. શહેરમાં હવે યુવકો- યુવતીઓએ કોરોનાનો ટેસ્ટ ( CORONA TEST) કરવા માટે લાઈનો લગાવી દીધી છે. બીજી તરફ સચિવાલયમાં નાણાં વિભાગના કલાસ – ટુ અધિકારી ( CLASS -2 OFFICER) નું કરોનાથી મોત નીપજ્યું હતું. આ મિહલા અધિકારી 7 માસના ગર્ભવતી પણ હતા. જ્યારે ગાંધીનગરમાં સરકીટ હાઉસમાં 17 થી વધુ કર્મીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. આજે વિધાનસભામાં મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત પણ બગડી હતી. તેમને ચક્કર આવવા સાથે તબિયત લથડતાં તેમને તેમને ત્વરીત સારવાર આપીને આરામ કરવાની સલાહ આપવામાં આવી હતી. ભરુચના ભાજપના સભ્ય દુષ્યંત પટેલ ( DUSHAYANT PATEL) પણ ઘરે આઈસોલેશનમાં છે.


નાણા વિભાગના કલાસ – ટુ અધિકારી શ્વેતાબેન મહેતા ( SWETA MEHTA) કોરોનાના ભોગ બન્યા છે. તેઓ 7 મહિનાના ગર્ભવતી હતા. માતા બને તે પહેલા જ બાળક સાથે તેમનું મૃત્યું થયું હતું. આજે સર્કિટ હાઉસમાં 17 કર્મીઓ કોરોનાની ઝપટમાં આવી ગયા છે. ગાંધીનગરમાં કોરોનાના કેસો વધી રહયા છે. આજે વિધાનસભાની કાર્યવાહી દરમ્યાન મહેસુલ મંત્રી કૌશિક પટેલની તબિયત લથડતાં તેમને ત્વરીતા તેમના નિવાસ્થાને લઈ જવાયા હતા. ગૃહની બહાર નીકળતા તેમને ઉલ્ટી થઈ જવા પામી હતી. ગઈકાલે રાત્રે ભોજન લીધા બાદ તેમને પેટમાં દુ:ખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી. ઉર્જા મંત્રી સૌરભ પટેલ પણ કોરોના પોઝિટિવ આવ્યા છે.

અમદાવાદમાં પણ કોરોના જાણે બેકાબુ બન્યો હોય તેમ પોઝિટિવ કેસોની સંખ્યામાં પૂરજોશમાં વધારો થઈ રહ્યો છે. મંગળવારે અમદાવાદમાં વધુ પાંચ મૃત્યુ નોંધાવા સાથે, નવા 606 કેસ નોંધાયા છે. કોરોનાના કહેરમાં ગુજરાત હાઇકોર્ટના જસ્ટીસ પણ સપડાઇ ગયા છે. હાલમાં હાઈકોર્ટના સિનિયર જસ્ટિસ જે.બી.પારડીવાલાને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ અગાઉ ગુજરાત હાઇકોર્ટના ૩ જસ્ટીસ કોરોનાની ઝપટમાં આવી ચૂકયા છે. જેમાં જસ્ટીસ એ.સી. રાવ, જસ્ટિસ આર.એમ. સરીન અને જસ્ટિસ જી.આર. ઉધવાણીનો સમાવેશ થાય છે. જેમાં અગાઉ જસ્ટીસ જી.આર.ઉધવાણીનું કોરોના સંક્રમણને કારણે મૃત્યુ થયું હતું.

ગુજરાતના મહાનગરોમાં કોરોના કહેર સૌથી વધુ છે, તેમાં વડોદરા પણ બાકાત નથી. ત્યારે વડોદરાની રિફાઇનરીમાં કોરોના વિસ્ફોટ જોવા મળ્યો છે. રિફાઇનરી (Gujarat Refinery) માં મોટી સંખ્યામાં કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. રિફાઈનરીના કર્મચારીઓ તેમજ તેમના પરિવારના સભ્યો મળીને કુલ 166 લોકો સંક્રમિત થયા છે. સંક્રમિત થયેલા પૈકીના 71 કર્મચારીઓ તેમજ તેમના પરિવારજનો રિફાઈનરી ટાઉનશીપમાં જ રહે છે. ત્યારે રિફાઇનરીમાં આટલી હદે કોરોના (corona case) વકરવાની પ્રથમ ઘટના બની છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top