Dakshin Gujarat

71 વર્ષની પત્ની પર શંકા કરતો હતો વૃદ્ધ પતિ, પત્નીએ ધોકા મારીને મારીને પતાવી દીધો

વલસાડના છીપવાડમાં રહેતા વૃધ્ધ પતિ તેની પત્ની ઉપર વારંવાર શક કરતા રોજ ઝઘડો થતો હતો. મંગળવારે સવારે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થતા રોષે ભરાયેલી વૃધ્ધાએ કપડાં ધોવાના ધોકાથી પતિને માથામાં ફટકો મારતાં ગંભીર ઇજાને પગલે વૃધ્ધને ૧૦૮ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું.

વલસાડના છીપવાડમાં આવેલા વૈભવ કોમ્પલેક્ષના ફ્લેટ નં. 205માં મૂળ ધરાસણાના અમરતભાઈ કીકાભાઈ પટેલ (ઉ.78) તેમની પત્ની લક્ષ્મીબેન (ઉં.71) સાથે રહે છે. આ વૃધ્ધ દંપતીને બે દિકરી છે, જેમાં મોટી દીકરી પ્રજ્ઞાબેનના લગ્ન પારનેરા થયા હતા, પણ પતિ સાથે તે હાલ અમેરિકામાં રહે છે. નાની દીકરી ભાવિશાબેનના લગ્ન ભાવનગર થયા છે અને તે હાલ પતિ સાથે દુબઈમાં રહે છે. આ વૃધ્ધ દંપતી ઘરમાં એકલું જ રહેતું હતું. પાંચ મહિના અગાઉ અમરતભાઇનો પગ લપસી જતાં તેમના ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. તેઓ છેલ્લા પાંચ મહિનાથી પથારીમાં જ હતા.

પત્ની લક્ષ્મીબેન બજાર કે મંદિરે જતા હોય ત્યારે અમરતભાઈ પત્નિ પર શક અને વહેમ રાખી ગાળો આપતા હતા. જે બાબતે બંને વચ્ચે વારંવાર ઝઘડો ચાલતો હતો. ગતરોજ લક્ષ્મીબેન સવારે મહાદેવના મંદિરે ગયા હતા. મંદિરથી ઘરે પરત આવ્યા હતા ત્યારે પતિ અમરતભાઈએ પત્નીને ગાળો આપતા ‘મહાદેવના મંદિરે કયા માતીને મળવા ગયેલી, મેં તને સમજાવ્યું છે કે હવે ડોશી થઈ ગઇ છે’.

હું મારા ભગવાન પાસે ગયેલી પણ તે માનતા જ નથી. અમરતભાઇએ પત્ની લક્ષ્મીબેનને નાની બોટલ મારી હતી, પણ તેઓએ બાટલી પકડી લેતા બચી ગયા હતા. ત્યારબાદ રાત્રે ફરી બંને વચ્ચે ઝઘડો થયો હતો. જેમાં રોષે ભરાયેલા લક્ષ્મીબેને કપડાં ધોવાના ધોકા (પાયા)થી અમરતભાઈના માથામાં ફટકો મારતાં ગંભીર ઈજા પહોંચી હતી. સારવાર માટે સિવિલમાં લઈ જતાં ફરજ પરના તબીબે અમરતભાઈને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ વલસાડ પોલીસને થતાં પોલીસે લક્ષ્મીબેન સામે ફરિયાદ નોંધી ગુનો દાખલ કર્યો હતો. લક્ષ્મીબેનનો કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરાશે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top