World

ભારત વિશ્વ માટે મશાલ: અમેરિકાને મંદી અને બેરોજગારીથી બચાવવા કરશે આ મદદ

નવી દિલ્હી: સમગ્ર વિશ્વ (World) હાલ મંદીનો (Financial crisis) સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત કેટલાય શહેરોમાં કુદરતી ઘટનાએ કહેર મચાવ્યો છે. આવા કઠિન સમયમાં પણ ભારત (India) પાછળ પડ્યું નથી. દરેક સમયનો તે દટીને સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત સમગ્ર વિશ્વમાં જરૂરી તમામ સમસ્યાના નિવારણ માટે તેમજ પોતે કેવી રીતે મદદ કરી શકે તે માટે તતપર રહ્યું છે. હાલ તૂર્કીમાં (Turkey) આવેલા ભૂકંપની વાત કરીએ તો ત્યાં પણ ભારતે પોતેની ટીમ મોકલી સમસ્યા હળવી કરવાની કોશિશ કરી હતી. આ ઉપરાંત શ્રીલંકા જે કંગાળ થઈ ગયું હતું તેને પણ ભારત તરફથી ખૂબ મદદ મળી હતી. આ ધટનાઓના કારણે સમગ્ર વિશ્વ ભારતના ગીત ગાય રહ્યું છે. યુક્રેન રશિયા યુદ્ધમાં પણ ભારતે સાબિત કરી બતાવ્યું છે કે સમગ્ર વિશ્વ એક કુટુબં છે. હવે આ જ ભારત વિશ્વની સૌથી મોટી મહાસત્તા ધરાવનાર અમેરિકા માટે પણ સંજીવની સમાન બની ગયું છે.

વૈશ્વિક મંદીથી બચવા અને બેરોજગારીની કટોકટીમાંથી બહાર નીકળવા માટે હેરાન અમેરિકાને ભારતે નવજીવન આપ્યું હોય તેવા પ્રયાસ કર્યા છે. તાજેતરના એર ઈન્ડિયા-બોઈંગ કરારથી અમેરિકાને આર્થિક રીતે જ ફાયદો થશે નહીં, પરંતુ લગભગ 10 લાખ નોકરીઓ પણ પેદા થશે. તેનાથી અમેરિકાને વૈશ્વિક મંદીનો સામનો કરવામાં મદદ મળશે. ભારતના આ નિર્ણયથી અમેરિકા હવે ચાહક બની ગયું છે. યુએસના એક ધારાસભ્યએ કહ્યું છે કે અમેરિકન કંપનીઓ તેમની સપ્લાય ચેઇનમાં વિવિધતા લાવી રહી છે અને ભારત તેમના માટે કુદરતી ભાગીદાર બની ગયું છે. તેમણે કહ્યું કે તાજેતરના એર ઈન્ડિયા-બોઈંગ કરાર એ વાતની સાક્ષી છે કે ભારત તેના નાગરિક ઉડ્ડયન ક્ષેત્રને આધુનિક બનાવી રહ્યું છે. એર ઈન્ડિયાએ મંગળવારે કુલ $34 બિલિયનના 220 ઓર્ડર પર 190 બોઈંગ 737 મેક્સ, 20 બોઈંગ 787 અને 10 બોઈંગ 777X ખરીદવાના કરારની જાહેરાત કરી હતી, જે 44 રાજ્યોમાં 1 મિલિયન અમેરિકન નોકરીઓનું સર્જન કરશે.

Most Popular

To Top