Gujarat

કડીના આ ગામમાં થયો પૈસાનો વરસાદ, 500 રૂપિયાની નોટ માટે લોકોમાં મચી લૂંટ

કડી: ગુજરાતના (Gujarat) મહેસાણા (Mahesana) જિલ્લાના કડીમાં (Kadi) પૈસાનો વરસાદ (Rain) થયો છે. 500-500ની કડક નોટો લેવા લોકોએ લૂંટ મચાવી હતી. જેનો વીડિયો (Video) સોશિય મીડિયા (Social Media) પર વાયરલ (Viral) થઈ રહ્યો છે. જેમાં એક બાજુ ડીજે વાગી રહ્યું છે અને બીજી તરફ કડકડતી નોટોનો વરસાદ થઈ રહ્યો છે. પૈસાનો વરસાદ જોઈ લોકો પણ ચોંકી ઉઠ્યા છે. તેમજ ત્યાં હાજર લોકો ચલણી નોટો લેવા માટે પડાપડી કરી રહ્યા છે. વીડિયો જોઈને અંદાજો લગાવી શકાય કે આ કોઈ લગ્ન પ્રસંગનો વીડિયો છે.

મળતી માહિતી મુજબ કડી તાલુકાના અગોલ ગામે લગ્ન પ્રસંગમાં પૈસાનો વરસાદ થયો હતો. પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. અહીં જ્યારે વરઘોડો ડીજીના તાલે નાચી રહ્યો હતો ત્યારે બીજી તરફથી નોટોઓ ઉડાવવામાં આવી રહી હતી. જ્યારે વરઘોડામાં આવેલા લોકો પણ નોટો પકડવા દોડધામ કરી રહ્યા હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા.

અગોલ ગામના પૂર્વ સરપંચના ભત્રીજાના લગ્નમાં ચલણી નોટોનો વરસાદ કરાયો હતો. ગામના પૂર્વ સરપંચ કરીમ જાધવના પુત્ર રજાક અને તેના ભાઈ રસૂલના લગ્ન હતા અને બહાર લોકો એકઠા થયા હતા. ગીતો વાગી રહ્યા હતા અને ભોજનની સંપૂર્ણ વ્યવસ્થા થઈ ગઈ હતી. ત્યારે વરઘોડામાં 500 અને 100ની નોટ ઉડાવવામાં આવી હતી. ભત્રીજાના લગ્નના વરઘોડામાં પરિવારે લાખો રૂપિયા ઉડાવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય કે લોકો ઘરના ધાબે ચઢી પૈસા ઉડાવી રહ્યા છે. જ્યારે લગ્નનો વરઘોડો જોવા આવેલા લોકોએ 500 રૂપિયાની નોટ પકડવા દોડધામ કરી હતી. એક તરફ બેકગ્રાઉન્ડમાં જોધા અકબરનું બોલિવૂડ ગીત “અઝીમ-ઓ-શાહન શહેનશાહ” વાગી રહ્યું હતું.

જણાવી દઈએ કે સામાન્ય રીતે લોકડાયરામાં નોટોનો વરસાદ કરાતો હોય તેવા વીડિયો સામે આવતા રહે છે. થોડા વર્ષો પહેલા એક ઘટનાનો વધુ એક વીડિયો વલસાડમાંથી સામે આવ્યો હતો, જેમાં ચેરિટી ઈવેન્ટમાં પરફોર્મ કરી રહેલા ગાયકો પર લગભગ 50 લાખ રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હતો. પરંતુ ઘણીવાર લગ્ન પ્રસંગમાં ઘણા પરિવારો ખુશીમાં લોકો ચલણીનો નોટોનો વરસાદ કરતાં નજરે પડે છે. કડીમાં પણ કંઇક આવું જ બન્યું છે. જ્યાં પૂર્વ સરપંચના પરિવારે 10-20 નહીં પણ 500-500ની નોટોનો વરસાદ કર્યો હતો.

Most Popular

To Top