National

મહારાષ્ટ્ર સચિવાલયની સુરક્ષામાં આવી મોટી ક્ષતિ : ઉદ્ધવ ઠાકરેની ફાઇલમાં નિર્ણય પલટવા સહી સાથે ચેડા

મહારાષ્ટ્ર સચિવાલયમાં સુરક્ષાની મોટી ખોટ પ્રકાશમાં આવી છે. અહીં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની સહી કરેલી ફાઇલમાં ચેડાં (manipulated) કરવામાં આવી રહ્યા છે. છેડછાડ પણ એવી મોટી કરવામાં આવી હતી કે ફાઇલનો મુખ્ય મુદ્દો જ બદલાઈ ગયો. હવે આ મામલે મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં છબરડાનો કેસ દાખલ કરવામાં આવ્યો છે.

એક પ્રતિષ્ઠિત અખબારના અહેવાલ મુજબ ઉદ્ધવ ઠાકરે (uddhav thackrey)એ પીડબ્લ્યુડી એન્જિનિયરોના સુપરિન્ટેન્ડન્ટ સામે ખાતાકીય તપાસના આદેશ આપતી ફાઇલ પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, પાછળથી તેની સહીની ઉપર લાલ શાહીથી લખ્યું હતું કે તપાસ બંધ કરવી જોઈએ. ડીસીપી ઝોન 1 સસિકુમાર મીણાના જણાવ્યા અનુસાર આ કેસમાં અજાણ્યા ઈસમ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ કરવામાં આવી છે.

આ કેસમાં, અગાઉની ભાજપ સરકારે ઘણા પીડબ્લ્યુડી એન્જિનિયરો સામે ખાતાકીય તપાસ સૂચવી હતી. આ તપાસ જેજે સ્કૂલ ઓફ આર્ટસ બિલ્ડિંગ (jj school of arts)માં થોડા વર્ષો પહેલા કરવામાં આવેલા કામ દરમિયાન કથિત આર્થિક ગેરરીતિઓને કારણે કરવામાં આવી હતી. તપાસ કરવામાં આવનારાઓમાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર નાના પવાર પણ હતા, જે હવે સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર છે.

રાજ્યમાં મહા વિકાસ આઘાડીની સરકાર આવ્યા પછી, પીડબ્લ્યુડી મંત્રી અશોક ચવ્હાણે તપાસ આગળ ધપાવી હતી અને તેમની મંજૂરી માટે મુખ્યમંત્રી કાર્યાલયને મોકલી આપી હતી. પીડબ્લ્યુડીના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, જ્યારે ફાઇલ પીડબ્લ્યુડી વિભાગને પરત આપી ત્યારે અશોક ચવ્હાણને જોઈને આશ્ચર્ય થયું કે મુખ્ય પ્રધાને વિભાગની દરખાસ્તમાં ફેરફાર કર્યા હતા. એક તરફ જ્યારે અન્ય તમામ એન્જિનિયરો (engineers) સામે ખાતાકીય તપાસ ચાલુ રાખવાની હતી ત્યારે માત્ર નાના પવાર વિરુદ્ધ તપાસ બંધ કરવાનો હુકમ થયો હતો. ફાઇલ પર નાના અક્ષરોમાં ઠાકરેની નિશાની જોઇને અશોક ચવ્હાણને શંકા ગઈ હતી. તેમણે ફાઇલની બે વાર તપાસ માટે ફરીથી મુખ્યમંત્રી (Maharashtra chief minister) કાર્યાલય મોકલાવી અને આ રીતે આખી છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો.

એક તરફ આ છબરડા અને બીજી તરફ શિવસેનાના સાંસદ સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ભાજપના રાજકીય ઉદ્ભવનું શ્રેય સ્વર્ગીય બાલ ઠાકરે અને તેમની પાર્ટી (shivsena) ને જાય છે. મધ્ય મુંબઈના શિવાજી પાર્કમાં બાલ ઠાકરેની 95 મી જન્મજયંતિ પર શિવસેનાના સ્થાપકને શ્રદ્ધાંજલિ આપ્યા પછી, રાઉતે પત્રકારોને કહ્યું કે જો તેમનો પક્ષ ભાજપ સાથે જોડાણ ન કરે તો ગ્રામીણ વિસ્તારોમાં તેનો આધાર બનાવવા માટે મહારાષ્ટ્રમાં આ પાર્ટી (bjp) અસમર્થ છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top