Columns

વિચાર વ્યક્ત કરો

એક આત્મવિશ્વાસ વધારવા માટેના સેમિનારમાં સ્પીકરે  પ્રશ્ન કર્યો … ‘આ દુનિયામાં સૌથી પૈસાદાર જમીન કઈ છે??  એક શ્રોતાએ જવાબ આપ્યો, ‘ જ્યાં જ્યાં હીરાની ખાણ છે તે જમીન સૌથી શ્રીમંત છે.’ બીજાએ જવાબ આપ્યો, ‘જ્યાં જ્યાં પેટ્રોલીયમ મળે છે તે જમીન સૌથી પૈસાદાર છે.’ કોઈકે કહ્યું, ‘સોનાની ખાણ જયાં હોય તે જમીન …’ કોઈકે કહ્યું, ‘જ્યાં અનાજ કે ફૂલ કે ફળ ઉગતા હોય તે જમીન…’ સ્પીકર બોલ્યા, ‘ના , આ બધા કરતા પણ વધારે શ્રીમંત જમીન છે સ્મશાન ભૂમિ કે કબ્રસ્તાન !!!!’ આવો વિચિત્ર જવાબ સાંભળીને બધા શ્રોતાજનો અવાચક થઈ ગયા,કોઈ કઈ બોલ્યું નહિ…થોડીવાર પછી એક શ્રોતાજને કહ્યું, ‘સાહેબ આ કેવો જવાબ છે તમારી કોઈ ભૂલ થતી લાગે છે…સ્મશાનભૂમિમાં માણસ રાખ થઇ જાય છે અને કબ્રસ્તાનમાં માણસ નિર્જીવ થઈ સદા માટે કબરમાં સુઈ જાય છે.

તો કઈ રીતે આ જમીન સૌથી શ્રીમંત હોય શકે???’ સ્પીકરે જવાબ આપ્યો, ‘ના , મારી કોઈ ભૂલ થતી નથી  દુનિયામાં સૌથી વધારે શ્રીમંત જમીન સ્મશાન ભૂમિ કે કબ્રસ્તાન જ છે કારણ કે ત્યાં કરોડો લોકો આ દુનીયા છોડીને ગયા , મૃત્યુ પામ્યા છે તેઓ પોતાની સાથે અનેક વસ્તુઓ લઇ ગયા છે…’ વળી શ્રોતાઓ વિચારવા લાગ્યા કે મૃત્યુ પછી તો કોઈ કઈ લઇ જઈ શકતું નથી ;બધા ખાલી હાથે જ જાય છે તો પછી આ સ્પીકર શું કામ એમ કહે છે કે તેઓ પોતાની સાથે અનેક વસ્તુઓ લઇ ગયા છે….’ સ્પીકરે બોલ્યા, ‘તમને થશે કે બડા જાય છે ખાલી હાથે તો હું આ શું બોલું છું….બરાબર ?? પણ હા લોકો મૃત્યુ પામે છે ત્યારે તેઓ પોતાના મન અને મગજમાં અનેક કિંમતી વિચારો લઈને મૃત્યુ પામે છે જેમાં અનેક વિચારો એવા હોય છે કે જો તે પ્રકાશમાં આવે તેને વ્યક્ત કરીને અમલમાં મુકવામાં આવે તો અનેક લોકોને લાભ થઈ શકે…

પણ અનેક વિચારો જમીનમાં દટાય જાય છે અથવા રાખ થઈ જાય છે..એટલે તમારી પાસે જે સારું હોય તે દુનિયાને આપો …તમારા મન અને મગજના વિચારોને વ્યક્ત કરો …તમારી આવડતને કઇંક ઉપયોગી રીતે વાપરો જેથી કુટુંબ અને સમાજને મદદ થાય.ઈશ્વરે દરેકને કોઈકને કોઈક શક્તિ અને ખાસિયત આપી જ છે તેનો પૂરો ઉપયોગ કરો અને સમાજને કામ લાગો.કોઈ શું કહેશે તે દર રાખ્યા વિના આગળ આવો અને તમારા વિચારો વ્યક્ત કરો.મોડું થઇ જાય તે પહેલા તમારી અંદર રહેલી શક્તિઓને ઓળખો અને ઘર,કુટુંબ,સમાજ,દેશને ઉપયોગી બનો.’ સ્પીકરે જુદી જ રીતે દરેકને પોતાના મન અને મગજના વિચારો વ્યક્ત કરવાની પ્રેરણા અને હિંમત આપી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top