Charchapatra

એ આતંકવાદી યુવાનોનો અંત પણ બંદૂકનાં નાળચાંઓ ઉપર જ લખાયેલો હોય છે

લશ્કરે તૌયબા જૈશ-એ-મોહમ્દ તથા હિઝબુલ- મુજાહિદીન જેવાં આતંકવાદી સંગઠનોએ, કાશ્મીરના યુવાનો ઉપર જાણે ‘આતંકવાદ’ નામની ભૂરકી નાંખી હોય એમ એ સંગઠનોએ, છેલ્લાં ચાર વર્ષમાં 700 જેવા પથભૂલેલા યુવાનોની ભરતી કરી છે. આતંકવાદનો ગણવેશ ધારણ કરનાર આ બધા યુવાનો ભારત દેશના કાશ્મીર રાજયના રહીશો છે. હવે, આતંકવાદી બનેલા યુવાનો હાથમાં બંદૂકો લઇને, કાશ્મીર ખીણમાં આતંક વાદ ફેલાવશે અને તક મળતાં કાશ્મીરના નાગરિકો તથા ભારતના સૈનિકો ઉપર ગોળીઓ ચલાવશે. આવા યુવાનો આતંકવાદીઓ બની ગયા પછી, ભારતના અન્યભાગોમાં પણ ગુપ્ત રાહે પહોંચીને બંદૂકો ચલાવશે અને નિર્દોષ લોકોનું લોહિ વેહવડાવશે. છેવટે એ ભારતના જ કાશ્મીરના યુવાન આતંકવાદીઓ આપણા સૈનિકો તથા પોલિસના યુવાનોની ગોળીઓનો ભોગ બનીને મૃત્યુ પામશે.

અહિંયા સવાલએ ઉપસ્થિત થાયછે કે શું આવા બ્રેઈનવોશ થયેલા યુવાનોની મોંઘી જીન્દગીનો અંત આવો જ કેમ હોઇ શકે? જવાબ સરળ છે એમને જીવન શું છે, એની ખબર જ નથી. મારવું અને મરવું એ એમનો જીવનનો મકસદ્ છે. મજહબના અતિ ઘોર નશામાં એ યુવાનો રમમાણ છે.એમના મગજ ઉપર ભૂત સવાર થયેલાં છે. સારા-નરસાનું જરા પણ એમને ભાન નથી. તમે, ભણો ગણો અને સારા માણસ બનો, એવી શિખ આપનાર કાશ્મીરમાં કોઇ સમજી વડિલો નથી. ભારત દેશ પ્રત્યેની ‘પ્રતિશોધ’નીઆગમાં બળતા આવા યુવાનોને સમજાવનારા એમના નજીકના લોકો પણ ભારત દ્વેષથી પીડાતા હોવાથી એમને કશું કહેતા નથી.આવા ત્રાસવાદી યુવાનોના અંત પણ, બંદૂકની ગોળીઓ વડે જ આવે છે.’ એટલું સત્ય પણ એ યુવાનો સમજવા તૈયાર નથી તો પછી મરો, બીજું શું!!!
સુરત     – બાબુભાઈ નાઈ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top