SURAT

સુરત: વેસુના સફલ સ્કેવર નજીક આ બિલ્ડિંગમાં સ્પાની આડમાં ચાલતું કૂટણખાનું પકડાયું

સુરત (Surat) : વેસુ (Vesu) ખાતે ગ્રીન સિગ્નેચર (Green Signature) બિલ્ડીંગમાં સ્પાની (Spa) આડમાં ચાલતા કુટણખાના (Prostitution) ઉપર પોલીસે (Police) દરોડા (Raid) પાડી મહિલા સંચાલિકા અને ગ્રાહકની અટકાયત કરી થાઈલેન્ડની (Thailand) એક મળી પાંચ લલનાઓને મુક્ત કરી હતી. ઉમરા પોલીસે ફરિયાદ દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.

  • વેસુના ગ્રીન સિગ્નેચર બિલ્ડિંગના બીજા માળે ચાલતું હતું કૂટણખાનું
  • કૂટણખાનાની સંચાલક 30 વર્ષીય મહિલા અને બે ગ્રાહકની ધરપકડ
  • સંચાલિકા ગ્રાહકો પાસે 2000 વસૂલી લલનાઓને 500 રૂપિયા આપતી
  • થાઈલેન્ડની મહિલા સહિત પાંચ લલના મુક્ત કરાવાઈ

ઉમરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વેસુ ખાતે સફલ સ્કેવર નજીક ગ્રીન સિગ્નેચર બિલ્ડીંગના બીજા માળે સ્પા ડે નામની દુકાનમાં કુટણખાનુ ચાલતું હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે ઉમરા પોલીસે દરોડા પાડ્યા હતા. જ્યાંથી ભાડાની દુકાનમાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી 30 વર્ષીય મહિલા સંચાલિકા રીયા અનીશ ઘઇ (રહે. સી/202, ધનલક્ષ્મી એવીટા, મગદલ્લા તથા મૂળ ટાંગરા, કલકત્તા, પ.બંગાળ) ની અટકાયત કરી હતી. આ સિવાય ચાર ભારતીય અને એક થાઇલેન્ડની લલના તથા શરીરસુખ માણવા આવનાર બે ગ્રાહકને ઝડપી પાડ્યા હતા. પાંચેય મહિલાઓને મુકત કરી ગ્રાહક અને સંચાલિકાની અટકાયત કરી હતી. પોલીસે રીયા પાસેથી રોકડા 12 હજાર અને મોબાઇલ ફોન મળી કુલ 18 હજાર કબ્જે લીધા હતા. રીયા મસાજ કરાવવા આવનાર ગ્રાહક પાસેથી 1 હજાર અને શરીરસુખ માણવા આવનાર પાસેથી 2 હજાર વસૂલીને લલનાને 500 રૂપિયા ગ્રાહકદીઠ આપતી હતી. ઉમરા પોલીસે આ અંગે વધારે તપાસ હાથ ધરી છે.

લિંબાયતમાં યુવકે માવો ખવડાવવાની ના પાડતા ચપ્પુના ઘા ઝીંકી દેવાયા
સુરત : લિંબાયતમાં પાનના ગલ્લા પાસે મસાલો ખાવા ઊભા રહેલા યુવકને બે અજાણ્યાએ માવો ખવડાવવા માટે કહ્યું હતું. પરંતુ યુવકે માવો નહીં ખવડાવતા તેની ઉપર ચપ્પુના ઘા ઝીંકાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં રૂસ્તમ પાર્કમાં રહેતો ૩૮ વર્ષીય શકીલ જમીલ સૈયદ મંગળવારે રાત્રીના સમયે લિંબાયત સરદાર નગર સામે ગલીમાં પાનના ગલ્લા પાસે ઊભો હતો. ત્યાં તેની પાસે બે યુવકો નામે શોહેબ ઇદરીશ બોબત તેમજ સમીર બિસ્મીલ્લા શા આવ્યા હતા. આ બંનેએ શકીલને માવો ખવડાવવા માટે કહ્યું હતું. ત્યારે શકીલે કહ્યું કે, ‘હું તમને શા માટે માવો ખવડાવું, મારી પાસે પૈસા નથી’. શકીલે ના પાડતા બંનેએ ચપ્પુ વડે શકીલ ઉપર હુમલો કર્યો હતો. બનાવ અંગે પોલીસે શોહેલ અને સમીરના સામે મારામારીનો ગુનો નોંધી તેઓની ધરપકડ કરી હતી.

Most Popular

To Top