Charchapatra

માણસો મરે તો પણ કૂતરાને મારવાના નહી?

ભારતમાં અંગ્રેજોના શાસનકાળમાં ઘાડાઓનો અનેકવિધ ઉપયોગ થતો હોવાથી ઘાડાઓ પાળતા તેને ખૂબજ લાડ અને હેતપૂર્વક રાખતા. દેશી ઘીના લાડવા સહિત સારામાં સારુ ખાવાનું આપતા. પરંતુ લાડકવાયો ઘોડો ઘરડો થાય ત્યારે તેઓ લમણે ગોળી મારી મારી નાંખતા. આપણા દેશી લોકો અંગ્રેજોને ઘોડાને મારવાને બદલે તેઓને આપી દેવા માંગણી કરતા ત્યારે અંગ્રેજો કહેતા અમે જે રીતે ઘોડાને રાખ્યો છે તે રીતે તમો રાખી શકશો નહી અને રીબાશે એના કરતા ક્ષણભરની તકલીફથી જીવનભર રીબાવાની તકલીફથી છુટકારો સારો. અંગ્રેજોના ઘોડાઓને આ રીતે મારી નાંખવા પાછળ હિંસામાં પણ જીવદયા છુપાયેલી હતી.

આજે શહેરમાં ભૂખે મરતા રખડતા કુતરાઓએ હાહાકાર મચાવ્યો છે. વર્ષો પહેલા નગરપાલિકાના શાસન વ્યવસ્થા હેઠળ વખતો વખત કુતરાઓને ઝેર આપી મારી નાંખવામાં આવતા જેની સામે કોઈને વાંધો હતો નહી, આજે કેટલાક લોકો જવાબદારી વગર જીવદયાનો ઝંડો પકડી શહેરીજનોને બાનમાં લેવાની કોશિશ કરે છે.  વૈજ્ઞાનિક અભિગમ મુજબ માનવજાતના જીવન સામે જે જીવજંતુઓ ખતરારૂપ હોય તેને મારવાનો નિયમ છે. ખેતીથી લઈને અનેક જીવ જંતુઓનો આ રીતે નાશ કરવામાં આવે છે. તીડના કરોડોની સંખ્યાના ટોળાનો નાશ કરવામાં આવે છે. અન્યથા માનવ જાતનું અસ્તિત્વ ટકી શકે નહી. આ કે તે પશુઓને નહી મારવાથી તો તેમની સંખ્યા માનવી કરતા વધી જશે.

કુતરાઓ બિસ્કીટ શાકભાજી ખાવાના નથી એમને નોનવેજ ખવડાવવા વળી અન્ય પશુનો વધ કરવો પડશે. કુતરાઓની સરેરાશ ઉંમર 30 વર્ષની મનાય છે. જીવદયા પ્રેમીઓ કુતરાઓની ખાધા ખોરાકીનો ખર્ચ ઉપાડવાના નથી અને કુતરાઓને માંસ ખવડાવવા ના નથી, તો પછી આ રમતનો અંત શું ? વડાપ્રધાને વિદેશથી જંગલી પશુઓ મંગાવ્યા છે. તેઓ ભારતમાં આવીને દાળભાત શાક રોટલી ખાતા નથી. તેમના માટે પણ જંગલમાં હરણ છુટા મુકવામાં આવ્યા છે.

મુઠ્ઠીભર જીવદયા પ્રેમીઓના ભોગે વિશાળ શહેરીજનોને કુતરાઓને કારણે મોતના ભય હેઠળ મુકી શકાય નહી. ભારતીય ફોજદારી દંડ સંહિતામાં માનવી ઉપર અન્ય માનવ દ્વારા જાનનો ખતરો ઊભો થાય ત્યારે આત્મરક્ષણ માટે ખતરારૂપ માનવીને મારવાની છુટ આપવામાં આવી છે. હાલમાં શહેરમાં માનવી માટે ખતરારૂપ બિમારીથી ગ્રસ્ત ઘોડાઓને દયામૃત્યુ આપવામાં આવે છે. એજ રીતે કુતરાઓને પણ દયામૃત્યુ આપી શહેરીજનોની વધુ જાનહાની થતી અટકાવી શકાય.
સુરત- અબ્દુલ્લા એ. હાફેઝજી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

શાંતિકુંજની શાંતિમાં વૃધ્ધો
વિસ્તરતા અને વિકસતા સુરત શહેરમાં મ્યુ. કોર્પોરેશને ઠેર ઠેર ‘‘શાંતિકુંજો’’ની સગવડ ઊભી કરી ઉમદાકાર્ય કર્યુ છે. ઘડપણને તમે કેવી રીતે મુલવો ? એવા મારા પ્રશ્નના જવાબમાં 94 વર્ષીય સંચાલકે જણાવ્યું જેમ જેમ જીંદગી ટૂંકી થતી જાય છે તેમ તેમ વધુ ગમતી જાય છે. જૂની આંબાવાડીની કેરી રસદાર અને મધમીઠી હોય. ઘરમાં જૂનું ફર્નિચર સુધ્ધા ફાવતું, ગમતું, ભાવતું રહે. પ્રવૃત્તી અંગે પૂછતા જવાબ આપ્યો. અમે આદિવાસી વિસ્તારમાં મદદ મોકલીએ, સંગીત, કેરમ જેવી રમતો, ભજનો અને આપણાં શહેરના દિગ્ગજ વક્તાઓને બોલાવી પ્રવચનો ગોઠવીએ.

અહીં જૂના મિત્રો (વયસ્ક) સ્નેહવર્ષાથી એકબીજા પર વાછટની શીતળતા છાંટયા કરે. અનુભવની આંખો ઘણું જુએ. શરીર ભલે નબળુ પરંતુ ધગસ ચિરંજીવ. વૃધ્ધાવસ્થા સ્વજીવનનાં ઈતિહાસનો અદ્દભૂત નીચોડ છે. સંચાલક મુરબ્બીએ તો એટલે સુધી જણાવ્યું ‘‘મૈને હયાતી બાદ અશ્વનીકુમાર લઈ જતા આ શાંતિકુંજના ગેટ પાસે થોડીવાર વિસામો કરાવજો. આ શાંતિભૂમિ મારી પાંચમી દીકરી છે. ‘‘Beautiful People are act of nature, But Beautiful Old people are works of Art’’ સુંદર યૌવન કુદરતની કળા છે તો વૃધ્ધત્વએ માણસની મહેનતનું પરિણામ.
સુરત     – કુમુદભાઈ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top