Science & Technology

ઓટો એક્સ્પો: MG એ વિશ્વની પ્રથમ હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ ટેક્નોલોજી સાથે EUNIQ 7 MPV રજૂ કરી

દેશના સૌથી મોટા ઓટોમોટિવ શો ઓટો એક્સ્પો 2023 (Auto Expo 2023) ના બીજા દિવસે ટકાઉપણું પર વધુ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતમાં ગતિશીલતાના ભાવિને દર્શાવતા, MG મોટર ઇન્ડિયા (MG Motor India) એ તેની ત્રીજી પેઢીના હાઇડ્રોજન ઇંધણ (Hydrogen Fuel) સેલનું ટેકનોલોજી સાથે ન્યૂ એનર્જી વ્હીકલ્સ (NEV) (New Energy Vehicles) નું પ્રદર્શન કર્યું.

એમજી યુનિક 7 નું ડેબ્યુ
આ સાથે MG Euniq 7 એ 7-સીટર હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રીક વ્હીકલ (FCEV) લક્ઝરી MPV એ ભારતમાં તેની શરૂઆત કરી. આ મોડેલનું મેક્સસ યુનિક 7 નામથી વૈશ્વિક બજારોમાં વેચાણ ચાલુ છે. MG ની મૂળ કંપની SAIC ના વૈશ્વિક પોર્ટફોલિયોમાં તે એકમાત્ર પેસેન્જર FCEV છે જેનું ઉત્પાદન થઈ રહ્યું છે. પરિમાણોની દ્રષ્ટિએ Euniq 7ની લંબાઈ 5225 mm, પહોળાઈ 1980 mm અને ઊંચાઈ 1938 mm છે અને તેનું વ્હીલબેઝ 3198 mm છે. MPVમાં બ્રાન્ડની અદ્યતન FCEV ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

MG Euniq 7 ના પાવરટ્રેન સેટઅપમાં 201 bhp બનાવતી કાયમી મેગ્નેટ ઇલેક્ટ્રિક મોટર સાથે 92kW ફ્યુઅલ સેલ સ્ટેકનો સમાવેશ થાય છે. તેની પાસે 6.4 કિગ્રાની સંચિત ક્ષમતા સાથે ત્રણ હાઇડ્રોજન ટાંકી છે. હાઇડ્રોજન 70 MPa ના દબાણ પર સંગ્રહિત કરવામાં આવે છે અને ટાંકીઓ 3 થી 5 મિનિટમાં ભરાય છે. ફુલ ટાંકી સાથે Euniq 7 MPV 605 કિમી (NEDC સાયકલ પર) સુધીની રેન્જનું વચન આપે છે. Euniq 7 MPV 4.9 સેકન્ડમાં 0 થી 50 kmphની ઝડપ પકડી શકે છે અને 150 kmphની ટોચની ઝડપે પહોંચી શકે છે.

ઓછા તાપમાનમાં પણ કામ કરી શકે છે
બળતણ ટાંકી કાર્બન ફાઇબર મજબૂતીકરણથી બનેલી છે જે 842 °C ના ઊંચા તાપમાનનો સામનો કરવા સક્ષમ છે. રસપ્રદ વાત એ છે કે સિસ્ટમ અત્યંત નીચા તાપમાને પણ કામ કરી શકે છે (-30 °C જેટલું ઓછું). કંપનીનું કહેવું છે કે નીચા તાપમાનથી તેની રેન્જ પર કોઈ અસર થતી નથી. કંપનીના જણાવ્યા અનુસાર વિશ્વની અગ્રણી હાઇડ્રોજન ફ્યુઅલ સેલ સિસ્ટમ, ગ્રીન, રિન્યુએબલ પાવર સ્ત્રોતો પર આધારિત સ્વચ્છ અને કાર્યક્ષમ મુસાફરી પૂરી પાડવા માટે MGની પ્રતિબદ્ધતાને જાહેર કરે છે.

હાઇડ્રોજન ફ્યુઅલ-સેલ સિસ્ટમ્સ સૌપ્રથમ 2001 માં ફોનિક્સ નંબર 1 ફ્યુઅલ-સેલ વાહન પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી હતી. હવે નવી વિકસિત થર્ડ જનરેશન ફ્યુઅલ-સેલ સિસ્ટમ જેને PROME P390 તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિસ્ટમ અત્યાધુનિક સુવિધાઓ સાથે આવે છે જેમ કે સંકલિત ડિઝાઇન, ઉચ્ચ પાવર ઘનતા, ઉચ્ચ વિશ્વસનીયતા અને ઉત્તમ પર્યાવરણીય સુસંગતતા.

92 kW ની સિસ્ટમ પાવર સાથે વિશ્વની અગ્રણી ઇંધણ-સેલ ટેક્નોલોજી ઉચ્ચતમ સલામતી ધોરણોનું પાલન કરે છે અને કમ્ફર્ટ, ફ્યુઅલ, ઇકોનોમિક અને સર્વિસ લાઈફ જેવા મુખ્ય ફરફોર્મન્સ ઇંડિકેટર્સ પર સારું પ્રદર્શન કરે છે. PROME P390 ના બુદ્ધિશાળી નિયંત્રણ અલ્ગોરિધમ્સ પણ ઝડપી પ્રતિભાવ અને વાહન પર ચોક્કસ નિયંત્રણ પ્રદાન કરે છે. ફ્યુઅલ-સેલ સિસ્ટમનો ઉપયોગ ફ્યુઅલ-સેલ પેસેન્જર કાર, સિટી બસ, મધ્યમ અને ભારે ટ્રક અને અન્ય વાહન પ્લેટફોર્મમાં થઈ શકે છે.

આ સિસ્ટમ હવાને શુદ્ધ કરે છે
ફ્યુઅલ સેલ વાહનો કે જે હાઇડ્રોજનનો ઇંધણ તરીકે ઉપયોગ કરે છે તેમાં નોંધપાત્ર ફાયદા છે. જેમ કે પ્રદૂષણ મુક્ત, ઉચ્ચ કાર્યક્ષમતા, ઉચ્ચ ભાર, ઝડપી રિફ્યુઅલિંગ અને લાંબું બેટરી જીવન. PROME P390 સિસ્ટમ EUNIQ 7, હાઇડ્રોજન ઇંધણ-સેલ સંચાલિત વાહન સાથે આ પરિમાણો પર શ્રેષ્ઠ પ્રદર્શનનું વચન આપે છે. તે હવા શુદ્ધિકરણ તરીકે પણ કામ કરે છે, ડ્રાઇવિંગના માત્ર એક કલાકમાં 150 પુખ્ત વયના લોકોના શ્વાસ લેવા બરાબર હવાને શુદ્ધ કરે છે.

કંપનીએ શું કહ્યું
એમજી મોટર ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને મેનેજિંગ ડિરેક્ટર રાજીવ ચાબાએ જણાવ્યું હતું કે, “એમજી મોટર વર્ષોથી સતત નવીનતાનો પર્યાય બની રહી છે. અમે માનવ-કેન્દ્રિત ટેક્નોલોજી અને ટકાઉપણાની દ્રષ્ટિથી વિઘટનકારી ગતિશીલતા સમાધાન પ્રસ્તુત કરવાના વિઝન સાથે ભારતમાં આવ્યા છીએ. અમે વિશ્વની અગ્રણી હાઇડ્રોજન ઇંધણ-સેલ તકનીક – ભારતમાં PROME P390 પ્રદર્શિત કરવામાં આનંદ અનુભવીએ છીએ.

Most Popular

To Top