World

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાની સમર્થકોનો હુમલો

મેલબોર્ન: મેલબોર્નમાં (Melbourne) ખાલિસ્તાન (Khalistan) સમર્થકો દ્વારા હવે દેશની બહાર ભારત વિરોધી પ્રવૃતિઓ શરૂ કરવામાં આવી છે. એક તરફ સમગ્ર વિશ્વ પ્રમુખ સ્વામીનો (Pramukh Swami) શતાબ્દી મહોત્સવ ઉજવી રહ્યો છે અને અમદાવાદમાં વિશ્વના દેશોમાંથી ભક્તો આ શતાબ્દી મહોત્સવમાં દર્શન માટે આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ ઓસ્ટ્રેલિયાના BAPS સ્વામિનારાયણ મંદિર (Swaminarayan Temple) પર ખાલિસ્તાનીઓએ હુમલો (Attack) કરી તોડફોડ કરી છે. સમગ્ર વિશ્વમાં સંપ અને શાંતિ ફેલાવનાર પ્રમુખસ્વામીનો હાલ અમદાવાદમાં શતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, ત્યારે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં આવેલા BAPS ના મંદિરમાં ખાલિસ્તાની દ્વારા હુમલો કરવામાં આવ્યો છે જે ખુબ નિંદનીય છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય પરિવારોમાં રોષ
ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે આવેલા ભવ્ય એવા BAPS સ્વામિનારાયણ મંદિર પર ખાલિસ્તાન સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયામાં મેલબોર્નમાં BAPS સ્વામિનારાયણ મંદિર પર હૂમલો થયાની ઘટનાને પગલે ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય પરિવારોમાં રોષ જોવા મળી રહ્યો છે.ખાલીસ્તાની સમર્થકોએ BAPS સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર ભારત વિરોધી લખાણો લખ્યાં હતાં. એટલું જ નહીં તેમણે ભારત વિરોધી ચિત્રો પણ બનાવ્યા હતાં. આ મંદિર પર ખાલીસ્તાનીઓ દ્વારા હૂમલો પણ કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત હિન્દુસ્તાન મુર્દાબાલ જેવા નારા પણ લખવામાં આવ્યાં હતાં. અગાઉ કેનેડાના સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા શખ્સોએ ભારત વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતાં અને તોડફોડ કરી હતી.

હરિભક્તોને દુઃખી નહીં થવા તેમજ શાંતિ જાળવવા અપીલ
આ ઘટનાની જાણ થયા બાદ મહંતસ્વામી મહારાજે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે. તેમજ આ હૂમલાને વખોડી નાંખતાં BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, અમે આ નફરતથી ભરેલા હૂમલાઓથી દુઃખી છીએ. અમે શાંતિ અને સૌહાર્દની વાત કરીએ છીએ.ખાલિસ્તાની જૂથે એક ભારતીય જરનૈલસિંહ ભિંડરાવાલેની પણ પ્રશંસા કરી છે. ભિંડરાવાલે ખાલીસ્તાનીઓના મોટા સમર્થક છે. જેઓ ઓપરેશન બ્લુ સ્ટાર દરમિયાન માર્યા ગયા હતાં. મંદિર દ્વારા નિવેદન જાહેર કરવામાં આવ્યું છે કે, આ સમગ્ર ઘટના અંગે સ્વામિનારાયણ મંદિરના વડા મહંત સ્વામી મહારાજે શાંતિ માટે પ્રાર્થના કરી છે તથા હરિભક્તોને દુઃખી નહીં થવા તેમજ શાંતિ જાળવવા અપીલ કરી છે.

Most Popular

To Top