Entertainment

પ્રખ્યાત પંજાબી સંગીતકાર બંટી બેન્સ પર ઘાતક હુમલો, સિદ્ધુ મૂસેવાલા સાથે હતો ખાસ સંબંધ

પંજાબ: પંજાબી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના (Punjabi Music Industry) પ્રખ્યાત સંગીતકાર અને નિર્માતા બંટી બેન્સ (Bunty Bains) પર અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર (Firing) કર્યો છે. તેમના પર આ હુમલો પંજાબના (Punjab) મોહાલીમાં સેક્ટર-79માં થયો હતો. જોકે આ હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. બંટી બેન્સનું સિદ્ધુ મૂસેવાલા (Sidhdhu Moosewala) સાથે પણ ખાસ જોડાણ હોવાનું માનવામાં આવે છે.

બંટી બેન્સ ઉપર આ હુમલો ત્યારે થયો જ્યારે તે પંજાબના મોહાલીમાં એક રેસ્ટોરન્ટમાં બેઠા હતા. દરમિયાન અજાણ્યા બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. બંટી બેન્સે સમગ્ર મામલે જણાવ્યું કે ફાયરિંગની ઘટના બાદ ધમકીભર્યો કોલ આવ્યો હતો. જેમાં 1 કરોડ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. તેમજ પૈસા ન ચૂકવે તો જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી હતી.

તેણે વધુમાં જણાવ્યું કે આ કોલ મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર લકી પટિયાલના નામે કરવામાં આવ્યો હતો. લકી પટિયાલ કેનેડામાં રહે છે. કહેવામાં આવી રહ્યું છે કે તે લોરેન્સ બિશ્નોઈનો વિરોધી છે અને બંબીહા ગેંગનું નેતૃત્વ કરી રહ્યો છે.

સિદ્ધુ મૂઝવાલા સાથે ખાસ જોડાણ હતું
બંટી બેન્સે જણાવ્યું કે તેમની ફરિયાદ પર પોલીસ હવે ફાયરિંગની તપાસ કરી રહી છે. જણાવી દઈએ કે બંટી બેન્સે સિદ્ધુ મૂસેવાલા સહિત ઘણા ગાયકોને ખ્યાતિની ઉંચાઈ પર લઈ ગયા છે. તેણે સિદ્ધુ મૂસેવાલાના ઘણા ગીતો કમ્પોઝ કર્યા અને પ્રોડ્યુસ કર્યા. સિદ્ધુ મૂસેવાલાની પણ વર્ષ 2022માં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બંટી બેન્સની કંપની સિદ્ધુ મુસેવાલાનું કામ સંભાળતી હતી.

સિદ્ધુ મૂઝવાલાની હત્યા કરવામાં આવી હતી
29 મે 2022ના રોજ મિડલ રોડ સિંગર સિદ્ધુ મૂસેવાલાની જાહેરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. બે કારમાં સવાર બદમાશોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. આ હુમલો માણસા શહેરમાં થયો હતો. તેમજ આ હત્યાકાંડના માસ્ટરમાઈન્ડ લોરેન્સ બિશ્નોઈ અને ગોલ્ડી બ્રાર હતા.

તેમજ આજે ફરી એકવાર પંજાબી સંગીતકાર પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ સમગ્ર વિસ્તારમાં હંગામો થઇ ગયો છે. તેમજ હાલમાં મોહાલીમાં જે જગ્યાએ હુમલો થયો હતો ત્યાં મોટી સંખ્યામાં પોલીસ વેન હાજર છે. આ સાથે જ પોલીસે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top