National

રાજ્યસભા ચૂંટણીઃ કર્ણાટકમાં કોંગ્રેસને મળી 3 બેઠકો, યૂપી હિમાચલમાં મતગણના દરમ્યાન હંગામો

આજે ત્રણ રાજ્યોમાં (States) પંદર બેઠકો પર રાજ્યસભાની ચૂંટણી (Rajya Sabha Election) છે. રાજ્યસભાની ચૂંટણી માટે મતદાન મત ગણના ચાલુ છે. યુપી પછી જ્યારે હિમાચલ પ્રદેશમાંથી ક્રોસ વોટિંગના અહેવાલો છે ત્યારે હવે કર્ણાટકમાં પણ ક્રોસ વોટિંગ થયું છે. ત્રણ રાજ્યોમાં ક્રોસ વોટિંગની અફવાઓ પર કર્ણાટક વિધાનસભામાં ભાજપના મુખ્ય દંડક ડોડ્ડાનગૌડા જી. પાટીલે કહ્યું કે એસટી સોમશેખરે ક્રોસ વોટિંગ કર્યું હોવાની પુષ્ટિ થઈ છે. અમે શું કરી શકાય અને શું પગલાં લેવા જોઈએ તેની ચર્ચા કરી રહ્યા છીએ.

કર્ણાટકમાં ભાજપના ઉમેદવારને મત આપવા માટે ભાજપના ધારાસભ્યોને વ્હીપ હોવા છતાં તેના સભ્ય યશવંતપુર વિધાનસક્ષા ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરતાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે સોમશેખરે ‘અંતરાત્માના અવાજ પર વોટ’ ની વાત કહીને કોંગ્રેસના ઉમેદવારની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે. તેઓ એવા ધારાસભ્યોમાંના એક હતા જેમની પ્રવૃત્તિઓ પર નજીકથી નજર રાખવામાં આવી હતી. પોતાનો મત આપતા પહેલા તેમણે કહ્યું હતું કે અત્યાર સુધી કોઈ ઉમેદવારે મત માટે તેમનો સંપર્ક કર્યો નથી અને તેઓ એવા ઉમેદવારને જ મત આપશે જે યશવંતપુર વિધાનસભા ક્ષેત્રમાં વિકાસ કાર્યો માટે ભંડોળ આપશે.

બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીમાં સમાજવાદી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. મનોજ પાંડેની સાથે તેમના ઘણા ધારાસભ્યો પણ બળવાખોર બની ગયા છે. સપાના ધારાસભ્ય મનોજ પાંડેએ ચીફ વ્હીપના પદ પરથી રાજીનામું આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવને મોકલી આપ્યું છે. મનોજ પાંડેએ ભાજપના ઉમેદવારના સમર્થનમાં મતદાન કર્યું છે. મતદાન પહેલા તેઓ આબકારી મંત્રી નીતિન અગ્રવાલના રૂમમાં પણ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે સપાના છ ધારાસભ્યોએ ભાજપના ઉમેદવારને વોટ આપ્યો છે.

વોટિંગ દરમિયાન સપાના પાંચ ધારાસભ્યો મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને મળ્યા હતા. જેમાં અભય સિંહ, રાકેશ સિંહ, રાકેશ પાંડે, વિનોદ ચતુર્વેદી અને મનોજ પાંડે સામેલ હતા. બાદમાં સપાના ધારાસભ્ય આશુતોષ મૌર્યએ પણ ભાજપના ઉમેદવારને મત આપવાની જાહેરાત કરી છે.

હિમાચલ રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગથી કોંગ્રેસને મોટો ફટકો
આ ક્રમમાં હિમાચલમાં ક્રોસ વોટિંગ થઈ રહ્યું છે. રાજ્યસભાની એક બેઠક માટે મતદાન વચ્ચે આજે વિધાનસભાની અંદર સત્તાધારી પક્ષ પહેલા જેટલો મજબૂત દેખાતો નથી. જ્યારે વિપક્ષ આક્રમક લાગે છે. તમને જણાવી દઈએ કે હિમાચલ ચૂંટણીને લઈને ક્રોસ વોટિંગની અટકળો વધી ગઈ છે. હિમાચલની એક સીટ પર થઈ રહેલી ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર અભિષેક મનુ સિંઘવી છે જ્યારે બીજેપીના ઉમેદવાર હર્ષ મહાજન છે. કટૌતી પ્રસ્તાવ દરમિયાન વિપક્ષે જોરદાર દલીલ કરી હતી કે મતદાન થવુ જોઈએ. જે બાદ ગૃહની કાર્યવાહી બે વખત સ્થગિત કરવી પડી હતી. વિધાનસભાની કાર્યવાહી બુધવાર સુધી સ્થગિત થાય તે પહેલા મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુ તમામ મંત્રીઓ અને ધારાસભ્યોને ગૃહની બહાર લઈ જતા જોવા મળ્યા હતા.

Most Popular

To Top