National

મણિપુર: આતંકવાદીઓએ પોલીસ ચોકી પર હુમલો, આર્મી જવાનનું સારવાર દરમિયાન મોત

મણિપુર: મણિપુરમાં (Manipur) સ્થિતિ હજી સુધી કાબુમાં આવી નથી. દરરોજ આતંકવાદીઓ (Terrorist) દ્વારા હુમલાની ખબરો સામે આવી રહી છે. દરમિયાન ગઇકાલે બુધવારે એક આ ઘટના બની હતી. રાજ્યના મોરેહ શહેરમાં (Moreh City) આતંકવાદીઓએ પોલીસ (Police) ચોકી ઉપર હુમલો કર્યો હતો. દરમિયાન એક આર્મી જવાનનું મોત (Death) નીપજ્યું હતું. તેમજ ગઇકાલે અન્ય એક જવાનનું પણ સારવાર દરમિયાન મોત થયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ ટેંગનોપલ જિલ્લામાં શંકાસ્પદ કુકી આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા હુમલામાં બે સુરક્ષાકર્મીઓ ઘાયલ થયા હતા. મોરેહની સ્થિતિ જોઈને રાજ્ય સરકારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પત્ર લખીને મેડિકલ ઈમરજન્સી માટે હેલિકોપ્ટરની માંગણી કરી છે. તેમજ હવાઈ માર્ગે સૈનિકો અને હથિયારો મોકલવા વિનંતી કરી હતી.

મૃતક પોલીસકર્મીઓની ઓળખ મણિપુર રાઈફલ્સના જવાન વાંગખેમ સોમરજીત અને તકેલંબમ શૈલેષ તરીકે થઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર આતંકવાદીઓએ મોરેહમાં SBI નજીક સુરક્ષા દળોની એક ચોકી પર બોમ્બ ફેંક્યા અને ગોળીબાર કર્યો હતો. આ સાથે જ આતંકવાદીઓએ અસ્થાયી કમાન્ડો પોસ્ટ પર આરપીજી શેલ છોડ્યા હતા. જેનાથી નજીકમાં પાર્ક કરેલા ઘણા વાહનોને નુકસાન થયું.

જણાવી દઈએ કે રાજ્ય દળોએ સરહદી શહેરમાં એક પોલીસ અધિકારીની હત્યા સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કર્યાના માત્ર 48 કલાક બાદ, શંકાસ્પદ કુકી આતંકવાદીઓએ સુરક્ષા દળોની ચોકી પર હુમલો કર્યો હતો. તેમજ ફિલિપ ખોંગસાઈ ગયા વર્ષે નવેમ્બરમાં મોરેહમાં ભૂતપૂર્વ પોલીસ અધિકારી આનંદ ચોંગથમની હત્યાનો મુખ્ય આરોપી છે. દરમિયાન કેન્દ્રીય સુરક્ષા એજન્સીઓ સામેના વિરોધ દરમિયાન આસામ રાઇફલ્સના કેસ્પર વાહનની ટક્કરથી કુકી મહિલાનું પણ મૃત્યુ થયું હતું.

ન્યુઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર અગાઉ મણિપુર સરકારે 16 જાન્યુઆરીના રોજ સવારે 12 વાગ્યાથી શાંતિ ભંગ અને અન્ય જોખમોના ઇનપુટ્સને પગલે સંપૂર્ણ કર્ફ્યુ લાદી દીધો હતો. તેમજ મણિપુરના દરેક ખૂણે ખૂણે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

Most Popular

To Top