SURAT

સુરતમાં રહેતા પતિ-પત્ની કારમાં દારૂ ભરીને લાવી રહ્યા હતાં, વલસાડ પોલીસને જાણ થઈ ગઈ

વલસાડ: (Valsad) વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ (Over Bridge) પરથી વલસાડ સુધી પોલીસની (Police) ટીમે બાતમીના આધારે કારમાંથી રૂ.7400નો ઇંગ્લિશ દારૂ (English Liquor) ઝડપી પાડી સુરતના દંપતીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ પોલીસ હાઇવે ઉપર વાહન ચેકિંગ કરી રહી છે. રોજ કારમાંથી દારૂ ઝડપાઈ રહ્યો છે. હાઈફાઈ લોકો પણ પોતાની પત્નીને લઈને સુરતથી દમણ દારૂ લેવા માટે આવતા હોય છે. જોકે દંપતી હોવાને કારણે તેમજ સાથે મહિલા હોવાને કારણે પોલીસ પકડતી નથી એવું લોકો માની રહ્યા છે. પરંતુ આ વાત ખોટી સાબિત થઈ છે.

વલસાડના અબ્રામા ધરમપુર ચોકડી ઓવરબ્રિજ નેશનલ હાઈવે નં.48 પર સુરત તરફ જવાના માર્ગ પરથી વલસાડ સિટી દંપત્તીને ઝડપી પાડ્યું હતું. પોલીસની ટીમે બાતમીના આધારે કારમાંથી રૂ.7400 ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 34 ઝડપી પાડી હતી. પોલીસે સુરતનો કાર ચાલક સુરત મગદલ્લા રોડ ઉપર રહેતા પ્રશાંત ધનસુખ મહેતા અને એની પત્ની ટીના પ્રશાંત મહેતાની ધરપકડ કરી છે. પોલીસે કાર અને દારૂ મળીને કુલ્લે રૂ.1.7 લાખનો મુદામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા કારમાં દારૂ લઈ જતા ત્રણ ઝડપાયા
વલસાડ : વલસાડ નજીકના વાગલધરા હાઇવે પરથી ડુંગરી પોલીસે બાતમીના આધારે કારમાંથી થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે લઈ જવાતો રૂ.25,200 નો દારૂ ઝડપી પાડીને સુરતના ત્રણની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો પાસેની મળતી માહિતી મુજબ થર્ટી ફર્સ્ટને લઈને વલસાડ હાઈવે ઉપર પોલીસ સતત વાહન ચેકિંગ કરી રહી છે. વલસાડ નજીકના ડુંગરી વાગલધરા નેહાનં.48 સુરત તરફ જવાના માર્ગ પરથી ડુંગરી પોલીસે બાતમીના આધારે કારમાંથી રૂ. 25,200ની ઇંગ્લિશ દારૂ બોટલ નંગ 36 ઝડપી પાડી હતી. આ દારૂ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા માટે લઈ જવાતો હોય સુરતના કાર ચાલક વત્સલ હિતેન્દ્ર બારોટ, આદિત્ય વિષમભર શર્મા અને હિતેશ ભવાનીપ્રસાદ રાવલની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે દારૂ અને મોબાઈલ મળીને કુલ્લે રૂ. 5.85 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નવસારીમાંતી 3 યુવાનો બાઈક ચોરી કરી ગયાનો વહેમ રાખી પોલીસ ફરિયાદ
નવસારી : ઇટાળવા વિશાલનગરમાંથી બાઈક ચોરી થતા 3 યુવાનો બાઈક ચોરી કરી ગયા હોવાની શંકા રાખી બાઈક માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્ર નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકાના રતનબારા ગામે અને હાલ નવસારી-ગણદેવી રોડ પર વિશાલનગર સાઈનાથ એપાર્ટમેન્ટમાં ભાવેશ વસંત તડવી રહે છે. ભાવેશ 2.43 લાખની કે.ટી.એમ. ડુક બાઈક (નં. એમએચ-39-એકે-3538) ધરાવે છે. ગત નવેમ્બરમાં વસંત અને તેનો ભાઈ અનિલ બાઈક લઈને ગણદેવી રોડ પર આવેલા સાઈઝ ઝીરો સામે ફોટા પડાવ્યા કરતા હતા. ત્યારે ચાર અજાણ્યા છોકરાઓ તેની પાસે આવી વસંતની બાઈક સાથે ફોટા પાડવા માટે જણાવતા વસંતે તેમને ફોટા પાડવા દીધા હતા.

ગત 4થી ડિસેમ્બરે વસંત તેની બાઈક લઈને પેટ્રોલ પુરાવી પરત ઘરે જતો હતો. ત્યારે ઇટાળવા ચોકડી પાસે તે ચાર અજાણ્યા છોકરાઓ પૈકી ત્રણ છોકરાઓ જી.આઈ.ડી.સી. સત્તાધાર સોસાયટીમાં રહેતો અર્જુન ડામોર, ગણેશ-સિસોદ્રા ગામે રહેતો યશવંત ઉર્ફે માફિયા સોની અને ગણેશ-સિસોદ્રા ગામે મેઘદૂત સોસાયટીના ભરવાડ વાસમાં રહેતા વિશાલ ભરવાડે ગ્રીડ ઉપર મૂકી જવા માટે કહ્યું હતું. જેથી વસંત અર્જુન ડામોર અને યશવંત સોનીને બાઈક પર બેસાડી ગ્રીડ ઉપર મુકવા માટે ગયો હતો. જ્યાં તેઓએ વસંતને ગ્રીડ પાસે ઉભો રાખી તેની બાઈકનો રાઉન્ડ મારવા ગયા હતા. અને 15-20 મિનીટ બાદ તેઓ પરત આવતા વસંત તેની બાઈક લઈ ઘરે આવી ગયો હતો. અને તેની બાઈક પાર્કિંગમાં મૂકી હતી. ગત 5મીએ બીજા દિવસે વસંત કામે જવા માટે નીકળ્યો ત્યારે તેની બાઈક પાર્કિંગમાં જોવા મળી ન હતી. જેથી વસંતે તેની બાઈકની આજુબાજુના વિસ્તારમાં તપાસ કરી હતી. પરંતુ બાઈક મળી ન હતી. જેથી વસંતે અર્જુન ડામોર, યશવંત સોની અને વિશાલ ભરવાડ કોઈ ડુપ્લિકેટ ચાવી વડે બાઈક લઈ ગયા હોવાની શંકા રાખી નવસારી ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આગળની તપાસ પી.એસ.આઈ. વી.જે. પટેલે હાથ ધરી છે.

Most Popular

To Top