Charchapatra

ચૂંટણીમાં ઈ.વી.એમ.ના બદલે બેલેન્ટ પેપર જ હોવા જોઈએ

કર્ણાટક વિધાનસભા ચૂંટણીનાં પરિણામો આવ્યાં. કોંગ્રેસ સરકાર રચશે એવા મોટા ભાગના ઓપીનીઅન પોલ સાચા પડતાં કોંગ્રેસને બહુમતી મળી છે. કોંગ્રેસ એકલા હાથે બહુમતી મેળવવા સફળ રહી છે. તા.17-5-23ના ‘ગુજરાતમિત્ર’ના ચર્ચાપત્ર વિભાગમાં સુરેન્દ્ર દલાલ(સુરત) દ્વારા વિચાર પ્રગટ થયેલો જે વાંચીને મને પણ વિચારમંથન શરૂ થયું.‘કર્ણાટકમાં ઇતિહાસનું પુનરાવર્તન’ હેઠળ એ ચર્ચાપત્રી જણાવે છે કે, ‘કોંગ્રેસને બહુમતી મળી એટલે EVM ગોટાળા થયા નહીં. જો ભાજપનો વિજય થયો તો EVMના ગોટાળા થયાનો કોંગ્રેસ અને વિપક્ષો બૂમરાણ મચાવતા. પોતાને બહુમતી મળે તો EVM ગોટાળા નહીં. આવી બેધારી નીતિ બરાબર નહીં ‘‘વગેરે વગેરે’’. સુરેન્દ્રભાઈના વિચારો સાથે કદાચ જનતા આંશિક રીતે સહમત હોઈ શકે પરંતુ મોટા ભાગની જનતા સહમત ન પણ હોઈ શકે! જેનાં કેટલાં કારણો અને દલીલો નીચે મુજબ જોઈએ. દુનિયાના મોટા ભાગના દેશોમાં EVM દ્વારા ચૂંટણી કેમ નથી થતી? મોટા ભાગના દેશોનું માનવું છે કે EVM વિશ્વસનીય નથી. આથી એ દેશોમાં બેલેન્ટ પેપરથી ચૂંટણીઓ યોજવામાં આવે છે.

આજે આપણા દેશના તમામ રાજકીય પક્ષો (ભાજપ સિવાય) અને જનતા બેલેન્ટ પેપરથી ચૂંટણી યોજવાનું ઈચ્છી રહ્યા છે. આ અંગે રજૂઆતો અને આંદોલન પણ દેશભરમાં થયા છે પરંતુ હાલની સરકાર અને ચૂંટણીપંચ ધ્યાન આપતી નથી. EVM દ્વારા ચૂંટણી યોજીને દેશની જનતાને શંકાકુશંકા થાય છે. તો ખરેખર તો EVM બદલે બેલેન્ટ પેપરથી ચૂંટણી યોજીને વિપક્ષો અને જનતાની શંકાકુશંકા દૂર કરવી જોઈએ. પરંતુ દેશની જનતામાં એવો વિચાર ચાલી રહ્યો છે કે, હાલની કર્ણાટક ચૂંટણીમાં EVMનો દુરુપયોગ કર્યો નથી કારણ કે હાલ પૂરતો જનતામાં વિશ્વાસ બેસાડવો જરૂરી હતો કે ‘અમોએ EVM નો દુરુપયોગ કર્યો નથી.’’ જનતામાં એક વાર વિશ્વાસ બેસી જતા 2024ની સામાન્ય ચૂંટણીમાં EVMનો દુરુપયોગ અંગે વિચારી શકાય અને સત્તા મેળવી શકાય, બાદ જનતા કશું બોલી શકે નહીં! જાપાન દેશ જેવા કેટલાક દેશો EVM બનાવે છે પરંતુ આ દેશમાં EVMથી ચૂંટણી યોજાતી નથી! આમ કેમ? જો EVM વિશ્વાસુ સાધન હોય તો એ દેશોમાં બેલેન્ટ પેપર બદલે EVMથી ચૂંટણી યોજવામાં વાંધો શું છે? દુનિયાના મોટા ભાગના દેશોમાં EVM બેન છે. તો ભારતમાં EVM પર બેન લગાવવામાં વાંધો શું છે?
બોટાદ   – મનજી ડી.ગોહિલ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આત્મવિશ્વાસ જેવો બીજો મિત્ર હોઈ શકે નહીં
આત્મવિશ્વાસ એવી શક્તિ છે, જે પહાડોને કોતરીને રસ્તો બનાવી શકે છે. પ્રગતિ માટે સૌથી જરૂરી વસ્તુ છે આત્મવિશ્વાસ અને ઈશ્વર પર શ્રદ્ધા. ‘‘આત્મવિશ્વાસ જ ભાવિ ઉન્નતિનો પાયો છે.’’ કોઈ પણ કામ હાથ પર લઈએ તો તે પૂરું કરવાની ક્ષમતા પોતાની છે કે નહીં તેનો વિચાર થવો જોઈએ. કોઈ પણ કામ નાનું હોય કે મોટું પણ એવી સફળતાનો આધાર આત્મવિશ્વાસ હોય છે. પોતાની માણસના જીવનની રચનાત્મક શક્તિનો સૌથી મોટો સ્રોત આત્મવિશ્વાસ છે. આપણી સૌથી પહેલી ફરજ છે કે આપણી જાતને ધિક્કારીએ નહીં. આત્મવિશ્વાસ રાખો કે તમે આ પૃથ્વી ઉપરના અતિ અગત્યનાં માણસ છો.
સુરત     – અખ્તર મકરાની-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top