National

LIVE: ચાર રાજ્યોની ચૂંટણીના પરિણામ, જાણો કયા રાજ્યમાં કોણ બહુમતથી આગળ?

નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh), રાજસ્થાન (Rajasthan), છત્તીસગઢ (Chhattisgarh) અને તેલંગાણામાં (Telangana) મતગણતરી (Election Result) ચાલી રહી છે. અત્યાર સુધીના ટ્રેન્ડમાં ભાજપે (BJP) મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં બહુમતીનો આંકડો પાર કરી લીધો છે. છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ (Congress) વચ્ચે ગાઢ મુકાબલો છે અને તેલંગાણામાં કોંગ્રેસ જંગી બહુમતીથી જીતતી જોવા મળી રહી છે.

ત્રણ રાજ્યોમાં ભાજપની જીતના વલણો પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ગુજરાતમાં જણાવ્યું હતું કે, દેશની જનતાએ આ ચૂંટણી દ્વારા તેમનો મૂડ વ્યક્ત કર્યો છે, ખાસ કરીને મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ખૂબ જ સારી સફળતા મળી છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં અમારી સરકાર દ્વારા અપનાવવામાં આવેલી નીતિઓને સમર્થન આપીને જનતાએ અમને (ભાજપ)ને સમર્થન આપ્યું છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 1 વાગ્યા સુધી મધ્યપ્રદેશમાં ભાજપ 162 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 65 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 111 અને કોંગ્રેસ 73 બેઠકો પર આગળ છે. અહીં BSP બે સીટો પર આગળ છે. છત્તીસગઢમાં ભાજપ 53 સીટો પર અને કોંગ્રેસ 35 સીટો પર આગળ ચાલી રહી છે. તેલંગાણામાં કોંગ્રેસ 62 સીટો પર આગળ છે. જ્યારે BRS 43 બેઠકો પર અને ભાજપ 9 બેઠકો પર આગળ છે. AIMIM 4 સીટો પર આગળ છે.

ચૂંટણી પંચના આંકડા મુજબ બપોરે 12 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 155 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 72 અને બસપા બે સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 113 સીટો પર અને કોંગ્રેસ 71 સીટો પર આગળ ચાલી રહી છે. બસપા ત્રણ સીટો પર આગળ છે. છત્તીસગઢમાં બીજેપી લીડ લેતી દેખાઈ રહી છે. અહીં ભાજપ 52 સીટો પર, કોંગ્રેસ 36 સીટો પર અને સીપીઆઈ એક સીટ પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ પાર્ટી 68 સીટો પર, BRS 36 સીટો પર અને બીજેપી 9 સીટો પર આગળ છે.

સવારે 11.30 વાગ્યા સુધીના ચૂંટણી પંચના આંકડા મુજબ મધ્યપ્રદેશમાં ભાજપ 156 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 71 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 116 સીટો પર આગળ છે. કોંગ્રેસ 67 અને બસપા 3 સીટો પર આગળ છે. છત્તીસગઢમાં ભાજપ 44 સીટો પર અને કોંગ્રેસ 41 સીટો પર આગળ ચાલી રહી છે. તેલંગાણામાં કોંગ્રેસ 61 સીટો પર અને BRS 36 સીટો પર આગળ ચાલી રહી છે. જ્યારે ભાજપ 10 સીટો પર આગળ છે. જ્યારે AIMIM એક સીટ પર આગળ છે.

રાજસ્થાનમાં ભાજપનો જશ્ન શરૂ
રાજસ્થાનમાં ભાજપની છાવણીમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને પાર્ટીના કાર્યકરોએ અત્યારથી જ સંભવિત જીતની ઉજવણી શરૂ કરી દીધી છે. ચૂંટણી પંચની વેબસાઈટ મુજબ રાજસ્થાનમાં સવારે 10.30 વાગ્યા સુધી ભાજપ 99 સીટો પર, કોંગ્રેસ 73 અને બસપા ત્રણ સીટો પર આગળ છે.

મધ્યપ્રદેશમાં ભાજપ 126 બેઠકો પર આગળ
ચૂંટણી પંચના આંકડા મુજબ સવારે 10 વાગ્યા સુધીમાં મધ્યપ્રદેશમાં ભાજપ 126 સીટો પર આગળ છે. જ્યારે કોંગ્રેસ 50 સીટો પર આગળ છે. ગોંડવાના ગણતંત્ર પાર્ટી 3 બેઠકો પર આગળ છે.

તેલંગાણામાં કોંગ્રેસની ઉજવણી શરૂ
સવારે 10 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં તેલંગાણામાં કોંગ્રેસ 61 બેઠકો પર, BRS 50 બેઠકો પર, ભાજપ ચાર બેઠકો પર અને અન્ય 4 બેઠકો પર આગળ છે. હૈદરાબાદમાં કોંગ્રેસ પાર્ટી આગળ ચાલી રહી છે અને પાર્ટીના કાર્યકરોએ આની ઉજવણી શરૂ કરી દીધી છે.

છત્તીસગઢમાં બંને પાર્ટીઓમાં ટક્કર
ચૂંટણી પંચના આંકડા મુજબ છત્તીસગઢમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બરાબરીનો મુકાબલો છે. ભાજપ 31 સીટો પર, કોંગ્રેસ 27 સીટો પર અને સીપીઆઈ એક સીટ પર આગળ છે.

કયા રાજ્યમાં કોણ આગળ?
સવારે 10 વાગ્યા સુધીના ટ્રેન્ડમાં મધ્યપ્રદેશમાં ભાજપ 151 સીટો પર આગળ છે, કોંગ્રેસ 78 સીટો પર આગળ છે. રાજસ્થાનમાં ભાજપ 125 સીટો પર, કોંગ્રેસ 62 સીટો પર અને અન્ય 12 સીટો પર આગળ છે. છત્તીસગઢમાં ભાજપ 49 સીટો પર આગળ છે તો કોંગ્રેસ પણ 39 સીટો પર આગળ છે. અન્ય બે બેઠકો પર આગળ છે. તેલંગાણામાં કોંગ્રેસ 61 બેઠકો પર, BRS 50 બેઠકો પર, ભાજપ ચાર બેઠકો પર અને અન્ય 4 બેઠકો પર આગળ છે.

Most Popular

To Top