કોરોનાના લીધે GST ના રિટર્ન ભરવાની મુદતમાં 15 થી 30 દિવસનો વધારો કરાયો

surat : દેશભરમાં વકરી રહેલી કોરોના ( corona ) ની પરિસ્થિતિને લીધે સેન્ટ્રલ બોર્ડ ઓૅફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ એક્સાઇઝે જીએસટી ( gst) ના પત્રકો ભરવાની મુદ્તમાં 15થી 30 દિવસનો વધારો કર્યો છે અને વ્યાજમાં પણ માફી આપી છે.એપ્રિલ મહિનામાં દેશભરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું હોય વેપાર, ઉદ્યોગને ખૂબ નુકસાન થયું છે. ટેક્સ કન્સલ્ટન્ટ્સ રિટર્ન સમયસર ભરી શક્યા નથી. તેથી જીએસટીના માસિક, ત્રિમાસિક અને વાર્ષિક રિટર્ન ભરવાની મુદત લંબાવવા કેટ સહિત દેશભરના કેટલાક વેપારી સંગઠનો અને સીએ એસોસિયેશનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.

જીએસટી રિટર્ન ( gst return) ભરવાની 30 એપ્રિલની મુદત વીતી ગયા બાદ તા. 1 મેની મોડી રાત્રે સીબીઆઈસીએ પરિપત્ર જાહેર કરી જીએસટીના પત્રકોની મુદત વધારી છે. 5 કરોડ સુધીનું ટર્નઓવર હોય તો માર્ચ-એપ્રિલનું 3 બી રિટર્નની મુદતમાં 30 દિવસનો વધારો એટલે તે 20 જૂન સુધી ભરી શકાશે. 5 કરોડથી વધુ ટર્નઓવર હોય તો 15 દિવસ 5 જૂન સુધીમાં ભરી શકાશે. કમ્પોઝીશન સ્કીમના કરદાતાઓનું વાર્ષિક રિટર્ન જીએસટીઆર-4ની મુદત 30 એપ્રિલ હતી તે 31 મે કરાઈ છે. જીએસટીઆર-1 11 મેના બદલે 26 મે સુધી ભરી શકાશે અને જાન્યુઆરીથી માર્ચ સુધીના આઈટીબી-04ની મુદત 30 એપ્રિલથી વધારી 31 મે કરવામાં આવી છે.

આ અંગે સાઉથ ગુજરાત કમર્શિયલ ટેક્સ બાર એસો.ના પ્રમુખ પ્રશાંત શાહે જણાવ્યુ હતું કે, કોરોનાને લીધે દેશભરમાંથી વેપારીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને લીધે સીબીઇસી ( cbec) દ્વારા રિટર્ન કરવાની સમયમર્યાદા વધારવામાં આવી છે અને વ્યાજમાં પણ રાહત આપવામાં આવી છે. વધારેલી મુદત બાદ 15 દિવસ સુધી 9 ટકા અને 30 દિવસ સુધીમાં 18 ટકા વ્યાજ ભરવાનું રહેશે. 30 એપ્રિલ સુધીમાં રિટર્ન નહીં ભરનારને નવી મુદત સુધી દંડ લાગુ પડશે નહીં, પરંતુ ત્યાર બાદ દંડ ભરવાનો રહેશે.


ટીડીએસ ( tds) ભરવાની મુદત લંબાવીને 31 મે કરાઇ
કોવિડ–૧૯ ( covid 19) ની સેકન્ડ વેવમાં સતત કથળી રહેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ઉદ્યોગ–ધંધા ઉપર પડેલી માઠી અસરને પહોંચી વળવા માટે ચેમ્બર દ્વારા ભારત સરકારના નાણાંમંત્રી નિર્મલા સીતારમન સમક્ષ કરેલી રજૂઆતને પગલે ટીડીએસ ભરવાની છેલ્લી તારીખ ૩૦ એપ્રિલ-ર૦ર૧ હતી તેને લંબાવી તા.૩૧ મે, ર૦ર૧ કરવામાં આવી છે. ચેમ્બર દ્વારા ટીડીએસ અને ટીસીએસ ભરવાની છેલ્લી તારીખ લંબાવવા માટે રજૂઆત કરાઇ હતી. આ સંદર્ભે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સેસ દ્વારા એક પ્રેસનોટ બહાર પાડી ટીડીએસ ભરવાની છેલ્લી તારીખ લંબાવવામાં આવી હોવાની જાહેરાત કરાઈ છ

Related Posts