SURAT

સિટી બસના ડ્રાઇવરો ‘આઉટ ઓફ કન્ટ્રોલ’: ઊતરવા પહેલાં બસ ચાલુ કરી દેતાં માતા-પુત્ર ઘાયલ

સુરત: સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ટ્રાફિકની (Traffic) સમસ્યાનું નિરાકરણ આવે એ માટે બસ (Bus) દોડાવવામાં આવી રહી છે. પરંતુ મનપાની સિટી બસ અને બીઆરટીએસના ડ્રાઈવરો બેફામ બસ ચલાવતા હોય છે. આ અંગે ઘણીવાર ફરિયાદો પણ થઈ છે. વેડ રોડ વિસ્તારમાં એક સિટી બસમાંથી ઊતરતી મહિલા તેના બાળક સાથે રસ્તા પર પટકાઈ હતી. મહિલા બસમાંથી ઊતરે તે પહેલાં જ ડ્રાઇવરે બસ હંકારી મૂકતાં મહિલા બાળક સાથે પટકાતાં તેને ઇજા પહોંચી હતી. એટલું જ નહીં ડ્રાઇવરની બેદરકારીને પગલે સ્થળ ઉપર લોકો ભેગા થઇ ગયેલા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

254 નંબરની બસમાં મુસાફરી કરતી માતા અને પુત્રને વેડ રોડ ઉપર તેમને ઊતરવું હતું. ડ્રાઈવરે વેડ રોડ પર બસ થોભાવી હતી અને તેઓ પોતાના બાળકને લઈને ઊતરતા જ હતા, તે પહેલા જ ડ્રાઈવરે બસ ભગાવી મૂકી હતી. જેના કારણે તેઓ પોતાના બાળક સાથે રોડ ઉપર પટકાયાં હતાં. સદનસીબે તેઓ બચી ગયાં હતાં. પરંતુ ડ્રાઇવરની ગંભીર બેદરકારીને કારણે તેમને ઈજા પહોંચી હતી. ઘટનાને પગલે સ્થળ પર લોકો ભેગા થઇ ગયા હતા અને ઈજાગ્રસ્ત મનીષાબેનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

અંકલેશ્વરમાં ટ્રકચાલકે અચાનક બ્રેક મારતાં બે એસટી બસ વચ્ચે ટક્કર
અંકલેશ્વર: પાટણના શક્તિ નગર ખાતે રહેતા અંકિત રાજુ પટેલ સુરત એસ.ટી.ડેપોમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે. જેઓ ગુરૂવારે બપોરે ત્રણ કલાકે એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૬૫૫૮ અમદાવાદ ખાતે મુસાફરોને લઇ રહ્યા હતા. તે દરમિયાન અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અંકલેશ્વરની યુપીએલ ચોકડી નજીક બાજુના ટ્રેક ઉપર ચાલતી એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.૬૨૫૬ની આગળ ચાલતી ટ્રકના ચાલકે બ્રેક કરતા આ એસ.ટી.બસના ચાલકે અચાનક ટર્ન લઈ લીધો, જેથી અંકિત રાજુ પટેલની એસ.ટી.બસ નંબર-જી.જે.૧૮.ઝેડ.૬૫૫૮ સાથે ટક્કર લાગી હતી. આ અકસ્માતમાં બંને બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો જો કે બસનો મુખ્ય કાચ અને સાઈડ ગ્લાસ તોડી ૧૫થી ૨૦ હજારનું નુકસાન કરતા શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

Most Popular

To Top