Business

જહાંગીરપુરાના 6 ફ્લેટ બેંકમાં મોર્ગેજ છતાં બારોબર વેચી ભાજપ કોર્પોરેટરના પુત્ર સાથે 2.58 કરોડની ઠગાઇ

સુરત : જહાંગીરપુરામાં આવેલા છ ફ્લેટ (Flate) બેંકમાં (Bank) મોર્ગેજ હોવા છતાં પણ મહાઠગ અશ્વિન લંગાડીયા અને તેના પરિવારના (Family) સભ્યોએ ફ્લેટોને બારોબાર વેચી નાંખ્યા હતા. જેને લઇને ભાજપ (BJP) કોર્પોરેટરના પુત્રએ ઠગબાજ પરિવારની સામે ફરિયાદ આપતા અઠવા પોલીસે (Police) ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

  • ડીએનડી ભાગીદારી પેઢીએ વેસુમાં રહેતા લાંગડીયા પરિવારને ફ્લેટ આપ્યા હતા અને તેઓએ ફ્લેટ ઉપર લોન લઇને બારોબાર વેચી નાંખ્યા
  • અશ્વિને તમામ ફ્લેટ ઉપર લોન લઇને બારોબાર વાપરી નાંખ્યા હતા

પ્રાપ્ત વિગતો મુજબ ચૌટાબજાર શ્રીબાલક્રિષ્ણ સ્કેવરના બીજા માળે ડીએનડી ઇન્ફાના નામે ભાગીદારી પેઢી ચલાવતા ભાજપના વોર્ડ કોર્પોરેટર સંજય દલાલના પુત્ર ધર્માંગ દલાલની મુલાકાત વેસુ વીઆઇપી રોડ ઉપર નંદીની-3માં રહેતા અશ્વિન કરમશીભાઇ લાંગડીયા, એકતા અશ્વિનભાઇ લાંગડીયા, પ્રકાશ કરમશીભાઇ લાંગડીયા અને મીરા પ્રકાશભાઇ લાંગડીયાની સાથે થઇ હતી. સને-2014માં અશ્વિન લાંગડીયાને ધર્માંગ અને તેમની પેઢીએ અશ્વિન લાંગડીયાને જહાંગીરબાદમાં આવેલા શ્રી સિધ્ધનાથ એન્કલેવ નામના પ્રોજેક્ટમાં તેના નામે ઈન્વેસ્ટ કરવાની વાત કરી બેન્કમાંથી લોન લઈ નાણાં ચુકવી આપવાનો અને પોસ્ટ ડેટેડ ચેકથી પેમેન્ટ કરી આપવા જણાવ્યું હતું.

દરમિયાન ધર્માંગે ભાગીદારી પેઢી વતી પાંચ ફ્લેટના દસ્તાવેજ અશ્વિન લાંગડીયા અને તેના પરિવારને કરી આપ્યા હતા. આ દરમિયાન અશ્વિને તમામ ફ્લેટ ઉપર લોન લઇને બારોબાર વાપરી નાંખ્યા હતા. જે અંગેની જાણ ધર્માંગને થતા તેણે અશ્વિનભાઇને વાત કરીને રૂપિયા પરત આપવા અથવા તો ફ્લેટના દસ્તાવેજ કરી આપવા જણાવ્યું હતું. પરંતુ અશ્વિન અને તેના પરિવાર દ્વારા તમામ ફ્લેટના દસ્તાવેજ પરત આપ્યા ન હતા અને રૂપિયા પણ પરત આપ્યા ન હતા. બનાવ અંગે ધર્માંગભાઇએ એક ફ્લેટના રૂા.45 લાખ લેખે છ ફ્લેટના રૂા.2.58 કરોડની ઠગાઇ થઇ હોવાની ફરિયાદ અઠવા પોલીસમાં આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Most Popular

To Top