SURAT

મુંબઇ ડાયમંડ કંપનીમાંથી આવેલા કરોડોના હીરા સુરતના દલાલે ગજવે ઘાલી દીધા

સુરત : સુરતના હીરાબજારમાં (Surat Diamond Market) એકબીજાના વિશ્વાસે ચિઠ્ઠી પર કરોડોના હીરાની લે-વેચ થાય છે. પરંતુ ક્યારેક ક્યારેક કેટલાંક લેભાગુ તત્ત્વોના લીધે બજારમાં એવી ઘટના બને છે જેના લીધે વેપારી અને દલાલો એકબીજા પર વિશ્વાસ કરતા ગભરાય છે. સુરતમાં આવી જ એક ઘટના બની છે. અહીંના એક દલાલે રૂપિયા 1 કરોડના હીરા બારોબાર ગજવે ઘાલી દેતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

  • દલાલે દેવું થઇ ગયું હોવાથી હાલ નાંણા નહીં મળે જણાવીને હાથ ઊંચા કરી દીધા
  • પ્રતિ દીન આવતા ડાયમંડની રસીદો ચેક કરતા એક કરોડના હીરાનો હિસાબ નહીં મળતા ગુનો

કતારગામ પોલીસ મથકમાં એક કરોડના હીરાની (Diamond) છેતરપિંડીની (Fraud) ફરિયાદ (Police Complaint) દાખલ કરવામાં આવી હતી. રોજ બરોજ મુંબઇની (Mumbai) કંપનીમાંથી જે ડાયમંડ આવે છે તેને છોડાવીને બજારમાં વેચાણ કરતાં બ્રોકર (Broker) દ્વારા આ છેતરપિંડી કરવામાં આવી હતી. એક કરોડના હિસાબની રસીદોનો આંગડિયા અને કંપનીમાં હિસાબ નહી મળતા દલાલ દ્વારા હાથ ઊંચા કરી દેવામાં આવ્યા હતા. આ મામલે પ્રેમજી અણઘણ (રહેવાસી ગ્રીન પાર્ક સોસાયટી, રિંગ રોડ, કતારગામ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. તેઓએ અલ્પેશ મોદી ઉર્ફે બાબુ શાહ સામે ફરિયાદ દાખલ કરાવી હતી.

તેમાં તેઓએ જણાવ્યું કે અલ્પેશ તેઓ સાથે લાંબા સમયથી કામ કરે છે. તે આંગડિયા પેઢીમાંથી હીરા છોડાવી જાય છે પછી તેને બજારમાં વેચે છે. છેલ્લા કેટલાક સમયથી આંગડિયા પેઢીમાંથી લીધેલા હીરાનો હિસાબ અલ્પેશ દ્વારા આપવામાં આવતો ન હતો. સેકડો રસીદો ગુમ થઇ ગઇ હતી. આ કિસ્સામાં અંદાજે એક કરોડના હીરાનો હિસાબ નહીં આપતા હોવાને કારણે તેઓ દ્વારા વારંવાર પૃચ્છા કરવામાં આવી હતી. તેઓ સાથે અલ્પેશ દ્વારા ઉદ્ધત વર્તન કરવામાં આવ્યુ હતું.

આ મામલે તેઓ દ્વારા પૂછપરછ કરવામાં આવતા તેઓને દેવું થઇ ગયું હોવાની વાત કરી હતી. આ ઉપરાંત આ દેવું ચૂકવવા માટે આ નાણાં તેઓએ વાપરી નાંખ્યા છે. હાલમાં આ નાંણા તે આપી શકે તેમ નથી. આ ઉપરાંત નાંણાના વાયદા કર્યા બાદ નાંણા નહી આપતા આ કિસ્સો કતારગામ પોલીસ મથકે પહોંચ્યો હતો.

કતારગામ પોલીસ દ્વારા એક કરોડના હીરાની છેતરપિંડીનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આરોપી અલ્પેશ વોન્ટેડ હોવાની વિગત જાણવા મળી છે. પોલીસ દ્વારા આઇપીસી 409 દાખલ કરવામાં આવી હોવાની વિગત જાણવા મળી છે.

Most Popular

To Top