Dakshin Gujarat

ધરમપુર તાલુકામાં અઠવાડિયામાં 75 ઈંચ વરસાદ, કોઝવે-ચેકડેમ ધોવાયો

ધરમપુર: ધરમપુર (Dharampur) તાલુકામાં અઠવાડિયામાં 75 ઈંચ વરસાદ (Rain) પડ્યો છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્થ થઈ ગયું છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા આવધા ગામે લોકોની અવરજવર માટે સરકારે 50 લાખના ખર્ચે માન નદી પર બનાવેલો ચેકડેમ કોઝવે (Causeway) તુટી જતાં આદિવાસી ખેડૂતની એક એકર જેટલી જમીનનું ધોવાણ થવાથી મોટુ નુકસાન થતાં આદિવાસી કલ્પેશભાઈ નથ્થુભાઇ પાડવી અને ઇશ્વરભાઇ દેવલુભાઇ પાડવીનું હાઇબ્રીડ ભાતનું બિયારણ અઆશરે ૧૦/૧૨ કિલો જેટલું ધોવાઈ જતાં વળતર મળે એ માટે ગામના માજી સરપંચ વિજયભાઈ દળવીએ સરકાર સામે ગુહાર લગાવી છે. આવધા ગામના કુંવરપાડા, નાયકીપાડા તેમજ સાપટપાડા મળી એમ ૩ ફળિયાના દુધ ડેરીના સભાસદો તથા રહીશોને દુધ ડેરીમાં નદીના પેલે પાર જવામાં હાલાકી વેઠવી પડી રહી છે. તેઓ છેલ્લા ૮ દિવસથી દુધ ડેરીમાં ભરવા જઈ શક્યા નથી.

ઉમરગામમાં અનરાધાર 6 ઈંચ વરસાદ : અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
ઉમરગામ : ઉમરગામમાં અનરાધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. છેલ્લા 24 કલાકમાં છ ઇંચ (155 મીમી)થી વધુ વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા, ભારે વરસાદના કારણે ઉમરગામને જોડતો મહારાષ્ટ્રનો ઝરી કોઝવે અને દેહરી કોસ્ટલ હાઇવે ઉપર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થતા ઉમરગામ જીઆઇડીસીમાં હજારો કામદારો નોકરી ઉપર જઈ શક્યા ન હતા. ઉમરગામ શહેરના વોર્ડ નંબર ચાર પાંચ તથા મુખ્ય માર્ગો ઉપર પાણી ભરાતા લોકોએ ભારે હાલાકી વેઠવી પડી હતી. સોળસુંબા પૂર્વ વિસ્તારમાં દુકાનોમાં પાણી ઘુસી જતા વેપારીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા હતા. ભીલાડ અંડર પાસ રેલવે ગળનાળામાં પણ પાણી ભરાઈ ગયા હતા, જેથી વાહન વ્યવહારને અસર થઈ હતી. ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં તાલુકાના ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત તાલુકાના મામલતદાર એ.જે.ઝડફિયા, તાલુકા વિકાસ અધિકારી અક્ષયસિંહ રાજપુતે સ્થળ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

દેહરી ગામ તળાવ ઓવરફ્લો થયું, પંચાયતે યુદ્ધના ધોરણે પાણીનો નિકાલ કર્યો
દેહરી ગામ તળાવ છલકાયું હતું તળાવ અવર ફ્લો બનતા નજીકમાં રહેતા સ્થાનિકોના જીવ તાળવે ચોંટી ગયા હતા સવારે જાણ થતાની સાથે ગ્રામ પંચાયતની ટીમ તથા સ્થાનિકો કામગીરી માટે તળાવ પર પહોંચી ગયા હતા અને વહીવટી તંત્ર ઉમરગામના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રીને જાણ કરી હતી પંચાયતની ટીમ અને સ્થાનિકોએ યુદ્ધના ધોરણે તળાવમાંથી પાણીનું લેવલ ઓછું કરવા પાણી નિકાલની કામગીરી સફળતાપૂર્વક કરી હતી.

Most Popular

To Top