National

દિલ્હી એલજીનો આપ પાર્ટીને ઝટકો, 97 કરોડ રૂપિયા વસૂલવા આદેશ

નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેના (V K Saxena) એ સીએમ (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટી AAPને મોટો ઝટકો આપ્યો છે. તેમણે મુખ્ય સચિવને આમ આદમી પાર્ટી પાસેથી 97 કરોડ રૂપિયાની વસૂલાત કરવાનો નિર્દેશ આપ્યો છે. જણાવી દઈએ કે હવે આમ આદમી પાર્ટીએ સરકારી તિજોરીમાં 97 કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. દિલ્હીના એલજી વિનય કુમાર સક્સેનાએ મુખ્ય સચિવને ‘સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત રાજકીય જાહેરાતો મેળવવા’ માટે AAP પાસેથી 97 કરોડ રૂપિયા વસૂલવાનો નિર્દેશ આપ્યો છે.

દિલ્હીના એલજીએ કેજરીવાલને આંચકો આપ્યો
દિલ્હીના એલજી વીકે સક્સેનાએ મંગળવારે એક મોટું પગલું ભર્યું છે. તેમણે કેજરીવાલની પાર્ટી પર રાજકીય જાહેરાતોને સરકારી જાહેરાતો તરીકે પ્રકાશિત કરવાનો આરોપ લગાવ્યો છે. સાથે જ આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પૈસા 15 દિવસમાં સરકારી તિજોરીમાં જમા કરાવવાના રહેશે. જણાવી દઈએ કે લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાનો આ નિર્દેશ 2015ના સુપ્રીમ કોર્ટ અને 2016ના દિલ્હી હાઈકોર્ટ અને 2016ના CCRGAના આદેશોને ધ્યાનમાં રાખીને આવ્યો છે, જેનું AAP સરકાર દ્વારા કથિત રીતે ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સમિતિએ અહેવાલમાં કેજરીવાલને સરકારની જાહેરાતોમાં ‘આપ’નો ઉલ્લેખ કરવા, મુખ્યમંત્રીના વિચારોની જાહેરાત કરવા અને વિપક્ષને નિશાન બનાવવા માટે દોષિત ઠેરવ્યા હતા.

સરકારી ભંડોળનો ઉપયોગ રાજકીય પક્ષોના ફાયદા માટે કરાયાનો આરોપ
લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાએ મુખ્ય સચિવને આપેલા તેમના આદેશમાં નિર્દેશ આપ્યો છે કે સપ્ટેમ્બર 2016 થી તમામ જાહેરાતો CCRGAને તપાસવા અને સુનિશ્ચિત કરવા માટે મોકલવામાં આવે કે તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા જારી કરાયેલ માર્ગદર્શિકાઓનું પાલન કરે છે કે કેમ. દરમિયાન, એલજીએ ગેરકાયદેસર સમિતિની કામગીરીમાં ખર્ચવામાં આવેલી રકમની વસૂલાત પણ માંગી છે. લેફ્ટનન્ટ ગવર્નરના કાર્યાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે સરકારી ભંડોળનો ઉપયોગ રાજકીય પક્ષોના ફાયદા માટે કરવામાં આવી રહ્યો છે, જે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના આદેશોનું પણ ઉલ્લંઘન છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કેજરીવાલ સરકારે ચાર કેટેગરીની જાહેરાતો પર 97 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. જેમાંથી 42 કરોડથી વધુ રકમ સંબંધિત એજન્સીઓને ચૂકવી દેવામાં આવી છે. આ કારણે લેફ્ટનન્ટ ગવર્નરે તાત્કાલિક અસરથી કુલ 97 કરોડ રૂપિયા સરકારી તિજોરીમાં જમા કરાવવા કહ્યું છે.

Most Popular

To Top