National

દિલ્હીમાં 12 વર્ષના બાળક સાથે સામૂહિક દુષ્કર્મ, પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાંખ્યો

દિલ્હી: (Delhi) દિલ્હીમાં વારંવાર દુષ્કર્મ (Rape) અને ક્રૂરતાની ઘટનાઓ બનતી રહે છે. ક્યારેક નિર્ભયા, ક્યારેક કચરો ઉપાડનાર છોકરી સાથે તો ક્યારેક ઓફિસેથી ઘરે જતી છોકરી સાથે ક્રૂરતા (Cruelty) થાય છે. દિલ્હીના શૈતાનો કોઈને છોડતા નથી. જે તેના હાથમાં આવ્યો તે તેની સાથે ક્રૂરતા કરતા પહેલા એક વાર પણ વિચારતા નથી. આવું જ કંઈક દિલ્હીમાં 12 વર્ષના માસૂમ બાળક (Child) સાથે થયું છે. દિલ્હીના સીલમપુર વિસ્તારમાં ચાર લોકોએ પહેલા 12 વર્ષના બાળકને લાકડીઓ વડે માર માર્યો, પછી તેની સાથે સામૂહિક બળાત્કાર કર્યો અને જ્યારે આ ક્રૂરતાથી તેનું મન ન ભરાયું તો આ બદમાશોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં (Privet Part) સળિયો નાખી દીધો. જોકે પોલીસે અત્યાર સુધીમાં એક આરોપીઓની ધરપકડ કરી લીધી છે.

  • દિલ્હીમાં 12 વર્ષના બાળક સાથે સામૂહિક દુષ્કર્મ
  • દુષ્કર્મ બાદ ક્રૂરતાથી મન ન ભરાયું તો બદમાશોએ તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો નાખી દીધો
  • છોકરાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો

દિલ્હી મહિલા આયોગ (DCW) ના અધ્યક્ષ સ્વાતિ માલીવાલે રવિવારે સોશિયલ મીડિયા દ્વારા માહિતી આપી હતી કે રાષ્ટ્રીય રાજધાનીના સીલમપુર વિસ્તારમાં ચાર પુરુષો દ્વારા 12 વર્ષના છોકરાને કથિત રીતે માર મારવામાં આવ્યો હતો અને સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો. માલીવાલે ટ્વીટર પર લખ્યું કે દિલ્હીમાં છોકરાઓ પણ સુરક્ષિત નથી. 12 વર્ષના છોકરાની ચાર શખ્સોએ નિર્દયતાથી છેડતી કરી હતી અને લાકડીઓ વડે માર માર્યો હતો. તેમણે વધુમાં કહ્યું કે DCW ટીમે આ મામલે FIR નોંધી છે. માલીવાલે કહ્યું કે ચાર આરોપીઓમાંથી એકની પોલીસે ધરપકડ કરી લીધી છે જ્યારે ત્રણ હજુ ફરાર છે.

18 સપ્ટેમ્બરનો મામલો
દિલ્હી પોલીસને આપવામાં આવેલી નોટિસમાં માલીવાલે જણાવ્યું હતું કે ફરિયાદીએ જણાવ્યું છે કે તેમન બાળક પર 18 સપ્ટેમ્બરે 4 વ્યક્તિઓ દ્વારા સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો હતો, જેમણે તેના પ્રાઈવેટ પાર્ટમાં સળિયો પણ નાખ્યો હતો. તેઓએ તેને લાકડીઓ વડે નિર્દયતાથી માર્યો હતો. બાળકે 22 સપ્ટેમ્બરે તેના માતા-પિતાને આ ભયાનક ઘટના વિશે જાણ કરી હતી. માલીવાલે જણાવ્યું કે છોકરાને ખૂબ જ ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ડીસીડબ્લ્યુના વડાએ 28 સપ્ટેમ્બર સુધીમાં એફઆઈઆરની નકલ સાથે દિલ્હી પોલીસ દ્વારા વિગતવાર કાર્યવાહીનો અહેવાલ માંગ્યો હતો.

Most Popular

To Top