Sports

ગુરુ પર ચેલો ભારી : દિલ્હી કેપિટલ્સે CSKને 9 વિકેટે હરાવીને શાનદાર વિજય હાંસલ કર્યો

મુંબઇ : અહીં રમાયેલી આઇપીએલ-14(IPL-14)ની બીજી મેચમાં ઋષભ પંતની કેપ્ટનશીપ હેઠળ દિલ્હી કેપિટલ્સે ધોની(MS DHONI)ની કેપ્ટનશીપ હેઠળની સીએસકે(CSK)ને 9 વિકેટે હરાવીને શાનદાર વિજય (VICTORY) હાંસલ કર્યો છે. 189 રનનો ટાર્ગેટ દિલ્હી(DELHI CAPITALS)ની ટીમે ઓપનર પૃથ્વી શોના 72 અને શિખર ધવનની 85 રનની ઇનિંગની મદદથી પાર કરીને સીએસકેને મોટી હાર આપી હતી.

189 રનનો ટાર્ગેટ ઝીલવા ઉતરેલી દિલ્હીની ટીમને ધવન (SHIKHAR DHAVAN)અને પંતે શાનદાર શરૂઆત આપી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 13 ઓવરમાં 138 રનની ભાગીદારી કરીને ટીમને સરળ જીત તરફ દોરી હતી. બંનેએ એક પછી એક સીએસકેના બોલરોની ધોલાઇ કરી હતી. 38 બોલમાં 72 રન બનાવીને પૃથ્વી શો બ્રાવોનો શિકાર થયો હતો. બીજી વિકેટ ધવનની પડી હતી જે 85 રન બનાવીને આઉટ થયો હતો.

આ પહેલા દિલ્હીના કેપ્ટન ઋષભ પંતે ટોસ જીતીને ચેન્નઇ સુપર કિંગ્સને પહેલા બેટિંગ કરવા આમંત્રણ આપ્યું હતું. ચેન્નઇની શરૂઆત સારી ન રહી અને ટીમે પહેલા બે ઓવરમાં જ 7 રનમાં પોતાના બંને ઓપનર ગુમાવી દીધાં હતા. મેચની બીજી ઓવરમાં આવેશ ખાને ડુ પ્લેસિસને એલબીડબલ્યુ આઉટ કર્યો હતો. ત્યારબાદની ઓવરની પહેલી જ બોલ પર ક્રિસ વોક્સે ગાયકવાડને આઉટ કરીને સીએસકેને બીજો ઝટકો આપ્યો હતો. 60 રનના સ્કોર પર સીએસકેને ત્રીજો ઝટકો લાગ્યો જ્યારે મોઇન અલી એક મોટો શોટ મારવાના પ્રયત્નમાં અશ્વિનને પોતાની વિકેટ આપી બેઠો હતો.

મોઇન અલીએ 24 બોલમાં 38 રનની મહત્ત્વની ઇનિંગ રમી હતી. અહીંથી સુરેશ રૈનાએ રન બનાવવાની જવાબદારી પોતાના હાથમાં લીધી અને અંબતિ રાયડુ સાથે ભાગીદારી કરીને ટીમનો સ્કોર 100ને પાર પહોંચાડ્યો હતો. અંબતિ રાયડુ 16 બોલમાં 23 રન બનાવીને ટોમ કરનનો શિકાર થયો હતો. આ દરમિયાન રૈનાએ પોતાની અડધી સદી પુરી કરી પરંતુ તે ત્યારબાદ જાડેજા સાથેની મુંઝવણને લીધે રનઆઉટ થયો હતો.

Most Popular

To Top