National

સાયરસ મિસ્ત્રીની અંતિમ વિધિ આજે મુંબઈમાં કરાશે

મુંબઈ: ટાટા સન્સના (TATA Sons) પૂર્વ ચેરમેન સાયરસ મિસ્ત્રીના અંતિમ સંસ્કાર મંગળવારે મુંબઈમાં (Mumbai) કરવામાં આવશે, એમ તેમના પરિવારે (Family) જણાવ્યું હતું. મિસ્ત્રીની અંતિમ વિધી વરલી સ્મશાન ગૃહમાં સ્વારે 11 વાગે કરવામાં આવશે. વરલી સ્મશાન ગૃહ વર્ષ 2015માં ખુલ્યું હતું, અહીં પોતાના પરિવારના સભ્યોની અંતિમ વિધી કરનારાઓ મુંબઈના પારસીઓની સંખ્યા વધી રહી છે તેઓ પોતાના સભ્યના અંતિમ સંસ્કાર પરંપરાગત ટાવર ઓફ સાયલન્સ પર લટકાવીને ગિદ્ધોનું ભોજન બનાવી કરતા નથી. સાયરસ મિસ્ત્રીના પરિવારમાં પત્ની રોહિકા, પુત્ર ફિરોઝ અને ઝહાન, માતા પેટ્સી મિસ્ત્રી, બહેનો લૈલા રૂસ્તમ જહાંગીર અને અલુ નોઈલ ટાટા અને ભાઈ શાપુર મિસ્ત્રી સામેલ છે.

અમદાવાદ-મુંબઈ હાઈવે પર વાપી નજીક સાયરસ મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી
અમદાવાદ-મુંબઈ હાઈવે પર વાપી નજીક સાયરસ મિસ્ત્રીની કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલે મૃત્યુ પામ્યા હતા. આ બંને લોકો પાછળની સીટ પર બેઠા હતા. કાર અનાહિતા પંડોલે (55 વર્ષ) ચલાવી રહી હતી. તેઓ જાણીતા ગાયનેકોલોજિસ્ટ છે. કારમાં સાયરસ મિસ્ત્રી અને અનાહિતા પંડોલે સિવાય તેમના પતિ ડેરિયસ પંડોલે બેઠા હતા. આ અકસ્માતમાં અનાહિતા અને તેનો પતિ ડેરિયસ આબાદ બચી ગયા છે. દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી છે. બંને ગુજરાતના વાપીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. કહેવામાં આવી રહ્યું છે કે આજે તેમને મુંબઈ શિફ્ટ કરવામાં આવી શકે છે.

પોલીસે કહ્યું કે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે કાર ઓવરસ્પીડ હતી. કારે રોંગ સાઇડ (ડાબી બાજુ)થી બીજા વાહનને ઓવરટેક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મુંબઈથી 120 કિમી દૂર રવિવારે બપોરે 3 વાગ્યે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં સાયરસ મિસ્ત્રી અને જહાંગીર દિનશા પંડોલે મૃત્યુ પામ્યા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, મહિલાએ ડાબી બાજુથી બીજા વાહનને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આ દરમિયાન કાબૂ ગુમાવી દેતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. માથામાં ઈજાના કારણે મિસ્ત્રીનું મોત અકસ્માત બાદ સાયરસને કાસાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ડોક્ટર શુભમ સિંહે જણાવ્યું કે સાયરસ મિસ્ત્રીનું મોત માથામાં ઈજાના કારણે થયું છે. તેને મૃત અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સાથે જ જહાંગીરને ડાબા પગમાં ફ્રેક્ચર અને માથામાં ઈજા થઈ હતી. હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત નીપજ્યું હતું

Most Popular

To Top