National

એવું તો શું થયું કે, બાળકના મૃતદેહને બેગમાં મૂકીને 200 કિમીનો પ્રવાસ કરવા મજબૂર બન્યો પિતા?

કલકત્તા: પશ્ચિમ બંગાળ(West Bengal) માં માનવીય સંવેદનાઓને હચમચાવી દેતા સમાચાર સામે આવ્યા છે. અહીં એક મજબૂર પિતાનો દાવો છે કે, તેમને 200 કિલોમીટર સુધી એક બસમાં પોતાના 5 મહિનાના બાળકના મૃતદેહને (Dead Body) બેગમાં મૂકીને સફર કરવો પડ્યો હતો.

આ મામલો પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરના કાલિયાગંજનો છે. કહેવામાં આવી રહ્યું છે કે, એમ્બ્યુલન્સ(Ambulance) ના ડ્રાઈવરે મૃત બાળકના પિતા પાસે 8,000 રૂપિયાની ડિમાંડ કરી હતી. મજબૂર પિતાની પાસે પૈસા ન હોવાના કારણે એમ્બ્યુલન્સના ડ્રાઈવરે સિલિગુડીથી કાલિગંજ લઈ જવા માટે ના પાડી દીધી હતી.

બાળકના મૃતદેહને બેગમાં રાખીને બસમાં લઈ જવું પડ્યું
પીડિત આશિમ દેવશર્માએ જણાવ્યું હતું કે, ‘નોર્થ બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મારા પાંચ મહિનાના બાળકની 6 દિવસથી સારવાર ચાલતી હતી. બાળકની સારવાર દરમિયાન મેં 16,000 રૂપિયા ખર્ચ ર્ક્યા પણ ગઈકાલે રાતે તેની હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થઈ હતી.

ત્યાર બાદ એમ્બ્યુલન્સ ડ્રાઈવરે મારા પાસેથી બાળકના મૃત્યુદેહને કલિયાગંજ લઈ જવા માટે 8 હજાર રૂપિયાની ડિમાંડ કરી હતી પણ મારા પાસે પૈસા ન હોવાના કારણે મેં એક બેગમાં બાળકના મૃતદેહને મૂકીને અંદાજે 200 કિલોમીટર સુધીનો પ્રવાસ ર્ક્યો હતો.’   

બીજેપી નેતા સુવેન્દ્રુ અધિકારીએ મમતા સરકારનો ઘેરાવો ર્ક્યો
પીડિત વ્યક્તિએ જણાવ્યું કે, તેણે બસમાં કોઈને પણ આ વિશે વાત કરી ન હતી. કેમ કે તેણે ડર હતો કે જો કોઈને જાણ થઈ કે બેગમાં બાળકનું શવ છે તો તેણે બસમાંથી ઉતારી દેવામાં આવશે. આ મામલામાં બીજેપીના નેતાઓનું કહેવું છે કે, પિતાનો દાવો છે કે સરકારની 102 સ્કીમ હેઠળ આવતી એમ્બ્યુલન્સની સુવિધા દર્દીઓને લાવવા અને લઈ જવા માટે ફ્રી છે પણ પીડિત પાસે પૈસાની ડિમાંડ કરવામાં આવી.

મીડિયા સાથે વાત કરતા સમયનો મૃતકના પિતાનો વીડિયો ટ્વીટ કરતા સુવેન્દ્રુ અધિકારીઓ કહ્યું કે, ‘હું આ વાતની ઊંડાણમાં જવા નથી ઈચ્છતો પણ સ્વાસ્થ્ય સાથી યોજનાથી શું આ જ હાંસલ ર્ક્યુ છે? આ દુર્ભાગ્યપૂર્ણ મોત બાંગ્લાની સત્યતા છે.’

આના પહેલા પણ બંગાળના જલપાઈગુડીથી આવો જ એક મામલો સામે આવ્યો હતો. જ્યાં એમ્બ્યુલન્સ ડ્રાઈવરની ડિમાંડ પૂર્ણ ન કરતાં એક વ્યક્તિને પોતાની માતાના મૃતદેહને ખભા પર ઉંચકીને હોસ્પિટલથી ઘરે લઈ જવો પડ્યો હતો. તે વ્યક્તિનું ઘર અંદાજે 40 કિલોમીટર દૂર હતું. કેમ કે એક સમાજસેવી સંસ્થાએ થોડા સમય બાદ તે વ્યક્તિ માટે એક વાહનની વ્યવસ્થા કરી આપી હતી.

Most Popular

To Top