National

મહારાષ્ટ્રના અહમદનગરમાં સંભાજી મહારાજની શોભાયાત્રા પર પથ્થરમારો થતાં તોફાનો ફાટી નીકળ્યા

મહારાષ્ટ્ર : મહારાષ્ટ્રના (Maharashtra) અહમદનગર (Ahmednagar) જિલ્લાના શેવગામમાં (Shevgam) છત્રપતિ સંભાજી મહારાજની (Chhatrapati Sambhaji Maharaj) જન્મજયંતી નિમિતે રવિવારે સાંજે આયોજિત શોભા યાત્રામાં પથ્થરમારો થતાં અહીં કોમી તોફાનો ફાટી નીકળ્યા હતા. આ પથ્થરમારામાં યાત્રાની સુરક્ષા માટે તૈનાત કરવામાં આવેલી પોલીસ ફોર્સમાં (Police Force) 8 પોલીસના જવાનો ઘાયલ (Injured) થયા હતા.

છત્રપતિ સંભાજી મહારાજની જન્મ જયંતી નિમિતે રવિવારે અહમદનગરમાં એક શોભાયાત્રા કાઢવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ઔરંગાબાદ અને અહમદનગર થી 80 કિલોમીટર દૂર આવેલા શેવગામમાં રાખવામાં આવી હતી. આ શોભાયાત્રા દરમિયાન એક જૂથે બીજા જુથ ઉપર પથ્થરમારો કર્યો હતો. પથ્થરમારોના કારણે તોફાનો ફાટી નીકળ્યા હતા. બંને જૂથો આમનેસામને આવી ગયા હતા. આ શોભાયાત્રા દરમિયાન ફરજ બજાવી રહેલા પોલીસના જવાનોને પથ્થર વાગતા 8 પોલીસના જવાનો ઘાયલ થયા હતા. ત્યાર બાદ ઘટના સ્થળે વધારે પોલીસને તૈનાત કરવામાં આવી હતી.

અહમદનગર શેવગામમાં બેનેલી ઘટનામાં પોલીસે 50 જેટલા લોકોની ધરપકડ કરી હતી. હાલ આ હિંસાને કાબુમાં લાવવમાં આવી છે. ઘટના સ્થળે પોલીસ ફોર્સ તૈનાત કરાવામાં આવી છે.

શનિવારે સોશિયલ મીડીયાની પોસ્ટના કારણે સમુદાયમાં લડાઈ
આ પહેલા શનિવારે મહારાષ્ટ્રના અકોલામાં સોશિયલ મીડીયા પ્લેટફોર્મ ઈંસ્ટ્રાગ્રામની પર મુકવામાં આવેલી એક પોસ્ટના કારણે હિંસા થઈ હતી. આ પોસ્ટના કારણે બે સમુદાયના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. જેના પરિણામે પથ્થરમારો થયો હતો. આ હિંસામાં વહાનોમાં અગ લગાવી દેવામાં આવી હતી. અકોલામાં બનેલી હિંસામાં એક વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. વિલાસ ગાયકવાડ નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. વિલાસ છેલ્લા ચાલીસ વર્ષોથી ઈલેક્ટ્રિશનનું કામ કરતો હતો.

અહમદનગરમાં બીજો બનાવ
અહમદનગરમાં આ હિંસાનો બીજો બનાવ છે. ગયા મહિને એટલે કે એપ્રીલના મહિનામાં બે જુથો વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બોલાચાલીએ ઉગ્ર રૂપ ઘારણ કરતા બંને જુથ વચ્ચે પથ્થરમારો શરૂ થયો હતો. આ પથ્થરમારાની સાથે ઘણા વહાનોમાં આગ પણ લગાવી દીધી હતી.

Most Popular

To Top