Health

ત્રીજી લહેરનો ખતરો: કોરોનાનો સૌથી ખતરનાક નવો વેરિયન્ટ આવ્યો

પીટીઆઇ, લંડન/જોહાનિસબર્ગ : બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોનાના (Corona) એક નવા વેરિયન્ટ (New Variant ) ‘બોત્સવાના’ (Botswana) લઈને ચેતવણી (Alert) જારી કરી છે જે અત્યાર સુધીમાં વાયરસની (Virus ) સૌથી વધુ મ્યુટેટ થયેલી આવૃત્તિ મનાય છે. અત્યાર સુધીમાં આ નવા સ્ટ્રેનના 22 કેસો મળ્યા છે પણ એ ડેલ્ટા કરતાય વધુ ખતરનાક અને ચેપી મનાય છે. આને એનયુ (ANU) નામ આપવામાં આવ્યું છે. દક્ષિણ આફ્રિકાના (South Africa) દેશ બોસ્તાવાના સહિત ત્રણ દેશોમાં દેખાયેલ આ વેરિયન્ટ વધારે વ્યાપક અને ચેપી છે.

દુનિયામાં કોરોનાનું મ્યુટેશન સતત ચાલુ છે. બોસ્તવાના વેરિયન્ટમાં સૌથી વધુ 32 મ્યુટેશન થયા છે. આ કોવિડનું સૌથી વધારે વિકસિત રૂપ છે અને ઘણું ખતરનાક મનાય છે. તે સૌથી વધુ ઝડપથી ફેલાય છે અને રસીને ગાંઠે એમ નથી. તેના સ્પાઇક પ્રોટિનમાં અન્ય મ્યુટેટેડ વેરિયન્ટ કરતા વધારે ફેરફાર થયા છે. રસીઓ જૂના વાયરસના સ્પાઇક પ્રોટિનને જ ઓળખે છે. આના શું સૂચિતાર્થો હોઇ શકે એ સમજવા વૈજ્ઞાનિકો દિવસ રાત એક કરી રહ્યા છે. યુનિવર્સિટી કૉલેજ લંડનના એક પ્રોફેસર ફ્રેન્કોઇસ બલોક્સે કહ્યું કે તે કદાચ એઈડ્સ હોય એવી વ્યક્તિમાં ઉભર્યો છે. વાયરોલોજિસ્ટ ડૉ. ટૉમ પીકોકે આ મ્યુટેશનને ભયાનક ગણાવ્યું છે અને નવા વેરિયન્ટની વિગતો ટ્વીટર પર મૂકી હતી જેના પગલે વૈજ્ઞાનિકો ચિંતામાં છે. તેમણે આજે ટ્વીટ કર્યું કે આ વેરિયન્ટ દક્ષિણ આફ્રિકામાં વ્યાપક છે. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રીએ નવા વેરિયન્ટના કેસો વધી રહ્યાની પુષ્ટિ આપી છે. મંત્રી જો પાહ્લાએ કહ્યું કે અમને એમ કે ચોથી લહેર ડિસેમ્બર કે જાન્યુઆરીમાં આવશે પણ નવા વેરિયન્ટથી ચેપની સંખ્યા વધી રહી છે. આ અદ્રશ્ય દુશ્મનની આગાહી થઈ શકે એમ નથી.

  • બોત્સવાનામાં મળેલા આ નવા વેરિયન્ટથી દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસો વધ્યા
  • એમાં સૌથી વધુ 32 મ્યુટેશન થયા છે અને ડેલ્ટા કરતાય ખતરનાક અને ચેપી
  • એઈડ્સના દર્દીમાં ઉદભવ્યો હોવાનું અનુમાન, હૉંગકોંગમાં પણ એક કેસ

તેનું વૈજ્ઞાનિક નામ હજી બી.1.1.529 છે અને વિશ્વભરમાં ડેલ્ટા સહિતના કોઇ પણ વેરિયન્ટ કરતા ખરાબ હોવાની ક્ષમતા છે. જો કે સારી વાત એ છે કે એની મ્યુટેશનની અભૂતપૂર્વ સંખ્યા એની વિરુદ્ધ જઈ શકે છે અને એને વ્યાપક બનતા અટકાવી શકાય છે. હજી તે ઝડપથી ફેલાઇ રહ્યો હોવાના કોઇ સંકેત નથી એટલે વધારે ગભરાવાની જરૂર નથી. બોત્સવાનામાં એના ત્રણ અને દક્ષિણ આફ્રિકામાં છ કેસો મળ્યા છે. હૉંગકૉંગમાં એક 36 વર્ષીય દર્દીમાં દેખાયો છે. દક્ષિણ આફ્રિકાની એનઆઇસીડીએ આ વેરિયન્ટ મળ્યાની પુષ્ટિ કરી છે. તેના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એડ્રિયન પુરેને કહ્યું કે ડેટા મર્યાદિત છે છતાં નિષ્ણાતો એને સમજવાની કોશીશ કરી રહ્યા છે. ઘટનાઓ ઝડપથી બની રહી છે અને અમે લોકોને વાકેફ રાખવાની ખાતરી આપીએ છીએ.

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના કેસો વધ્યા, હુએ તાકીદની બેઠક બોલાવી

દક્ષિણ આફ્રિકાના સત્તાવાળાઓએ કહ્યું કે શોધી કઢાયેલા કેસો અને પૉઝિટિવ આવતા લોકોની ટકાવારી બેઉ ઝડપથી વધી રહ્યા છે, ખાસ કરીને અત્યંત ગીચ એએવા ગૌતેંગ, ઉત્તર પશ્ચિમ અને લિમ્પોપો પ્રદેશમાં. એક સપ્તાહ અગાઉ દૈનિક કેસો 100 જ હતા તે બુધવારે વધીને 1200 થયા. દ. આફ્રિકાના કુલ કેસો 30 લાખની નજીક અને મોત 9000 છે. પ્રાંતીય આરોગ્ય સત્તાવાળાઓ હાઇ એલર્ટ પર છે. સાઉથ આફ્રિકાના વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી કે દેશમાં આ નવા વેરિયન્ટના લીધે કોરોનાના કેસો વધી રહ્યા છે. આ મુશ્કેલીમાં મૂકી શકે એવા સ્ટ્રેનની તપાસ માટે વિશ્વ આરોગ્ય સંસ્થાએ આવતી કાલે તાકીદની બેઠક બોલાવી છે. છેલ્લા એક સપ્તાહમાં આફિકામાં ચેપનો દર પાંચ ગણા કરતા વધ્યો છે. બોસ્તવાનામાં 11મી નવેમ્બરે આ વેરિયન્ટ પહેલી વાર દેખાયો હતો. અત્યાર સુધીમાં એના 100 કેસો મળ્યા છે. ત્યાંના પ્રોફેસર તુલિયોએ કહ્યું કે દેશના દરેક ખૂણે એ દેખાયો છે. પ્રોફેસર તુલિયો ઓલિવેરિયાએ કહ્યું કે અમે હુના વર્કિંગ ગ્રૂપ સાથે બેસીને આનું ગ્રીક નામ નક્કી કરીશું.

Most Popular

To Top