Comments

પંચાયતોમાં લોકશાહી ધબકતી રાખવા ચૂંટણી જરૂર યોજો

ગુજરાતના દસ હજારથી વધારે ગામડામાં પંચાયતોની ચૂંટણી યોજાશે. આવતા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ ગ્રામપંચાયતની ચૂંટણી અગત્યની ચૂંટણીઓ યોજાય ત્યારે જમીન પર કામ કરવા માટે કાર્યકર્તાઓ હોય છે તેમને સ્થાનિક સત્તા મંડળનો ખાસો લાભ થાય છે. આપણે ત્યાં ચૂંટણીની વાસ્તવિક કામગીરીમાં મતદાતાને કાપલી પહોંચાડવાથી માંડીને મતદાન મથક સુધી લાવવામાં ગ્રામ કક્ષાએ સરપંચો અને કારોબારી સભ્યોનો મોટો ફાળો હોય છે. આદર્શ ચૂંટણી વ્યવસ્થા ગમે તે હોય પણ વાસ્તવમાં ગામડે ગામડે તૈયાર થતાં મતદાન કેન્દ્રો અને ખાસ તો આ કેન્દ્ર પર આવતા ચૂંટણી કર્મચારીઓની સરભરા આ પંચાયતોના સદસ્યો જ કરે છે.

Local Bodies and Panchayat Elections launch a new mainstream in J&K - The  Economic Times

એટલે વિધાનસભાની ચૂંટણી માટેનો અનુકૂળ કે પ્રતિકૂળ માહોલ સર્જવામાં આ ગ્રામ પંચાયતોની ચૂંટણી અગત્યની બની રહેશે. જીવગાંધીના સમયમાં પંચાયતી રાજના કાયદા મુજબ પંચાયતોને કેન્દ્રમાંથી સીધી આર્થિક સહાય આપવાની યોજના શરૂ કરાઈ. ખાનગીકરણના યુગમાં શહેરને અડી આવેલી ગ્રામપંચાયતો હવે કહેવા પૂરતી ગ્રામપંચાયત રહી છે અને રાજનેતાઓ અધિકારીઓ જાણે છે કે આ કહેવાતી ગ્રામ પંચાયતોની જમીન શહેરના ભાવે વેચાય છે. અહિ જ વિકાસના ખરા ‘‘લાભ’’ મળે છે. એટલે આ દૃષ્ટિએ પણ ગ્રામ પંચાયતો અગત્યની છે.

ભારતીય સમવાય વ્યવસ્થાના ત્રિસ્તર એવા સ્થાનિક સ્વરાજ્યના સત્તા મંડળનું રાજકીય અને આર્થિક પ્રભુત્વ છેલ્લાં વર્ષોમાં જ વધ્યું છે. લોકશાહીની રીતે હજુ તેને વધારે મજબૂત કરવાની જરૂર છે અને આની શરૂઆત થાય છે ચૂંટણીથી હા, ચુંટણી એ લોકશાહી વ્યવહારોના કેન્દ્ર સ્થાને છે અને ગ્રામ કક્ષાએ રાજનીતિ કે શહેર જીવનમાં ભાગલેવા માંગતા સૌ ને વિનંતી કરવાની કે આ પંચાયતોમાં પ્રતિનિધિની પસંદગી માટે ચૂંટણી કરજો. સર્વાનુમતી કે સંપ કે સમરસના નામે ચૂનટણીથી દૂર ન થતા.

આ લોકશાહી પ્રક્રિયાનો અનુભવ છોડવા જેવો નથી. હા, જો તમારા ગ્રામ વિસ્તારમાં સંપ સદભવ એકમત હોય તો સંપીને શાંતિ પૂર્વક ચૂંટણી યોજજો. અને ચૂંટણી થાય એ પૂરતા પણ બે જણા ને ઉમેદવારી ફોર્મ ભરાવજો. જેથી ગામલોકો અને સ્થાનિકતંત્ર આપણી જ ચૂંટણી પ્રક્રિયામાંથી પસાર થાય. ઉમેદવારીપત્રક ભરતું, પ્રચાર કરવો, મતદાન કરવું. મતગણતરી કરવી અને પછી વિજેતા થવું એ આખી જ પ્રક્રિયા શાંત રીતે લોકશાહી પ્રક્રિયાને મજબૂત કરે છે. જો ખરેખર જ એકમત છે, સંપ છે તો ચૂંટણીથી ડરવાનું શા માટે? અને જો એકમતી નથી, બે થી વધારે ઉમેદવારો પ્રતિનિધિ બનવા માંગે છે તો ચૂંટણીથી રૂડુ બીજુ શું?

ઘણી વાર સર્વાનુમત અને સંપના નામે ચૂંટણીનો છેદ ઉડાવી દેવામાં આવે છે. એકથી વધારે ઉમેદવાર આવે ત્યારે એકમતી કરવા, ચૂંટણી ટાળવા સમજાવટના નામે દાદાગીરી, ધાકધમકી શરૂ થાય છે. વળી ઘણાને તો વારસાગત અને જાતિવાદી પ્રભુત્વને કારણે જ સરપંચ થવું હોય છે પણ ચુંટણી કે મતદાનનો સામનો કરવો હોતો નથી. ‘‘મને સરપંચ બનાવવો હોય તો સર્વનુમતે બનાવો બાકી ચૂંટણી કરવી હોય તો આપણે ઊભા નથી રહેવું’’- આ અહંકાર છે સ્ટેટસ સિમ્બોલ બનાવવા લોકશાહી મૂલ્યોનો હ્રાસ છે.

રાજકીયપક્ષો એ પણ ખરેખર તો આ પંચાયતોની ચૂંટણીઓનો લોકશાહી ના અનુભવ તરીકે ઉપયોગ કરવો જોઈએ. હાર-જીતના સમીકરણ વગર દરેક દરેક બેઠક પર ઉમેદવાર ઊભા રહે અને ચૂંટણી યોજાય તે જોવું જોઈએ. સરકારશ્રીએ ગતવર્ષોમાં ‘સમરસ’ પંચાયત માટે લાભ આપવાની જાહેરાત કરી હતી. ત્યારે પણ આપણે વિનંતી કરી હતી કે આવું ન કરશો. આવા તમામ સમરસ, સંપ, સર્વાનુમતની પાછળની બાબુએ નબળા, કચડાયેલા, સામાજિક આર્થિક પાછળ રહી ગયેલા વર્ગમાંથી આવતા ઉમેદવારોને ‘‘અહિંસક રીતે’’ કચડી નાખવાનો ઈરાદો જ હોય છે! માટે પુનરાવર્તન દોષ રાખીને પણ લખવું પડે છે કે જો ખરેખર ગામમાં એકતા હોય, સંપ હોય તો ભરવાડો જેને પંચાયતમાં ઉમેદવારી કરવી હોય તેને ફોર્મ, યોજો લોકશાહીના ઉત્સવ જેવી ચૂંટણી અને ચૂંટી કાઢો શાંતિપૂર્વક લોકશાહી ઢબે બહુમત આધારીત લોક પ્રતિનિધિ!
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top