Gujarat

કચ્છના મુન્દ્રા પોર્ટ પરથી ડ્રગ્સ બાદ હવે 7 કરોડોનું રક્ત ચંદન ઝડપાયું, આ રીતે થઈ રહ્યું હતું એક્સપોર્ટ

કચ્છ: કચ્છના (Ktuch) દરિયા કિનારા પાસે આવેલા બંદરો માફિયાઓ માટે જાણે અડ્ડો બની ગયો છે. માફિયાઓ દ્વારા અનેકવાર ડ્રગ્સ, દારૂ વગેરે પદાર્થ કચ્છની સીમાઓ પરથી ગુજરાતમાંથી (Gujarat) લાવતા અથવા તો તસ્કરી કરતા ઝડપાયા છે. મુન્દ્રા (Mundra) અને કંડલા (Kandla) પોર્ટ (Port) પરથી અનેકવાક ડ્રગ્સ જેવા કેફીદ્વવ્યો ઝડપી પાડવામાં આવે છે. ત્યારે આ વખતે હવે મુન્દ્રા પોર્ટ પરથી 14 ટન લાલ ચંદન જપ્ત કરવામાં આવ્યા છે.

કચ્છના મુન્દ્રા અને કંડલા પોર્ટ પરથી છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસક પ્રવૃતિઓ ચાલી રહી હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેમજ માલસામનની અને કેફી દ્વવ્યોની ગેરકાયદેસરની હેરાફેરી વધી રહી છે. આયાત અને નિકાસના નામે પોર્ટ પર મિસ ડિકલેરેશનથી દાણચોરીની ઘટના વધી રહી છે. ગઈકાલે એટલે કે ગુરુવારે લાલ ચંદનના 14 ટન જેટલા મોટા જથ્થાને વુડ આઈટમ ડિકલેર કરીને દરિયાઈ મારફતે દેશની બહાર મોકલવામાં આવી રહ્યું હતું. પરંતું DRIએ મુન્દ્રા પાર્ટ પરથી લાલ ચંદન એક્સપોર્ટ થાય તે પહેલા જ ઝડપી પાડવામાં આવ્યુો હતો. DRIની ટીમને માહિતી મળતા જ ઓપરેશન હાથ ધરી 14 ટન લાલ ચંદનના લાકડાનો જથ્થો ઝડપી પાડયો હતો. જપ્ત કરેલા લાલ ચંદનની કિંમત અંદાજિત 7 કરોડની છે.

DRIની ટીમે ગુરુવારે સાંજે દુબઈ એક્સપોર્ટ થઈ રહેલા એક કન્ટેનરને રોકીને તપાસ હાથ ધરી હતી. જેમાં વુડ આઈટમ હોવાનું ડિકલેર કરવામાં આવ્યું હતું. પરંતુ કન્ટેનરમાં શંકાસ્પદ વસ્તુ હોવાના આધારે DRIની ટીમે વધુ તપાસ આદરી હતી, જ્યારે DRIની ટીમે કન્ટેનર ખોલીને ચેક કર્યું તો અંદરથી રક્ત ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. લાલ ચંદનનું વજન 14 ટન થયું હતું. લાલ ચંદનની આંતરરાષ્ટ્રીય બજાર અનુસાર 7 કરોડ જેટલી કિંમત થઈ હતી. DRI દ્વારા કાર્યવાહી હાથ ધરી ચંદનના જથ્થાને સીઝ કરવામાં આવ્યો હતો. માહિતી પ્રમાણે આ જથ્થો અમદાવાદના આઇસીડી ખોડીયારથી લોડ થઈને મુન્દ્રા દુબઈ સારજહા પોર્ટ એકસપોર્ટ થવા જઈ રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભારતના દક્ષિણી પૂર્વી ઘાટમાં લાલ ચંદનના વૃક્ષો મોટી સંખ્યામાં આવેલા છે. અને ભારતમાં તેને કાપવા અને આયાત -નિકાસ પર પ્રતિબંધ છે. પરંતુ ચીનમાં લાલ ચંદનનું સાંસ્કૃતિક મહત્વ ઘણું છે તેથી ભારતમાંથી ગરેકાયદેસર રીતે ચીનમાં તેની તસ્કરી કરવામાં આવે છે. આ અગાઉ પણ મુન્દ્રા પોર્ટ પરથી હોંગકોંગ નિકાસ માટે આવેલા 6 કરોડના લાલ ચંદનના જથ્થાને ગાંધીધામ DRI દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. 

Most Popular

To Top