Gujarat

ઓબીસીમાં સમાવેશ માટેના માપદંડો પહેલેથી નક્કી કરી દેવામાં આવે : અર્જુન મોઢવાડિયા

લોકસભામાં સર્વાનુમતે બીલ પાસ કરવામાં આવ્યું કે જે તે રાજ્યોમાં અન્ય પછાત વર્ગો (OBC)માં જે તે જ્ઞાતિઓને સમાવવાનો કે બહાર કરવાનો નિર્ણય ઓબીસી કમીશનની ભલામણોના આધારે રાજ્ય સરકારો કરી શકશે. આ બીલને હું આવકારું છું. પરંતુ સાથે સાથે મારી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે એવી પણ અપેક્ષા છે કે કોઈપણ જ્ઞાતિને ઓબીસીમાં સમાવેશ માટેના જે કોઈ પ્રકારના માપદંડો હોવા જોઈએ તે માપદંડો પહેલેથી નક્કી કરી દેવામાં આવે, તેવું ગુજરાત કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.

મોઢવાડિયાએ જણાવ્યું હતું કે અગાઉ અમે જ માંગણી કરેલી કે કેટલાક ઉચ્ચ વર્ગની જે જ્ઞાતિઓનો ઓબીસીમાં સમાવેશ થયેલો નથી. તેમાં પણ કેટલાક લોકો સામાજિક અને આર્થિક રીતે પછાત છે, તેમના માટે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ (EBC)ની જોગવાઈ કરવામાં આવે. અગાઉના સમયમાં લોકસભામાં સર્વાનુમતે બીલ પાસ કરીને આવી જ્ઞાતિઓનો ઈબીસીમાં સમાવેશ કરવાની જોગાવાઈ કરેલી હતી તેમજ તેમના માટે 10 ટકા અનામતની પણ જોગવાઈ કરેલી હતી.

મારી રાજ્ય સરકારને ફરી વિનંતી છે કે અન્ય પછાત વર્ગો (OBC)માં સમાવેશના માપદંડો પહેલેથી નક્કી કરી દેવામાં આવે. જેથી આવી જ્ઞાતિઓના લોકોને આ પ્રકારનો અનામતનો લાભ મળે અને જે જ્ઞાતિઓ આ મામદંડોમાં પાસ ન થતી હોય તેમના માટે EBCમાં સમાવેશ કરવામાં આવે. જેથી કોઈને પણ અન્યાય ના થાય.

Most Popular

To Top