Sports

ગુજરાતમાંથી સ્પીનર અને ફાસ્ટ બોલરની પ્રતિભા શોધવા RCBનો લાલભાઈ સ્ટેડિયમ પર ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ યોજાશે

સુરત: આઇપીએલ માટે બીસીસીઆઇની ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગ્લોરનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ સુરત ડ્રિસ્ટિક્ટ ક્રિકેટ એસોસિએશન સંચાલિત લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે યોજાશે.
એસ.ડી.સી.એના ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઈએ જણાવ્યું હતું કે, આઇ.પી.એલ. ફ્રેન્ચાઇઝી રોયલ ચેલેન્જર બેંગલોરના ઉપક્રમે ભારતનાં જુદાં જુદાં શહેરોમાં ઉભરતી ટેલેન્ટને શોધવાના હેતુથી સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ પર તા.૫ અને ૬ જાન્યુઆરીએ પેસ અને સ્પિન બોલિંગનો ટેલેન્ટ સ્કાઉટ કેમ્પ યોજવામાં આવ્યો છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી ૩૦૦ જેટલા બોલરો ભાગ લેશે. આ કેમ્પમાં ભાગ લેનાર ખેલાડીઓનું ઓનલાઈન રજિસ્ટ્રેશન આરસીબી તરફથી કરવામાં આવ્યું છે.

આમાં પસંદગી પામનાર ઊભરતા પ્રતિભાશાળી ખેલાડીને આરસીબી ટ્રેનિંગ કેમ્પ બેંગ્લોર ખાતે બોલાવવામાં આવશે. ૧૬ વર્ષથી ઉપરના ગુજરાત રાજ્ય તરફથી સિનિયર ટીમમાં નહીં રમેલા ખેલાડીઓ આ ટેલેન્ટ કેમ્પમાં પ્રવેશ લઇ શકશે. દરેક બોલરને જુદા જુદા ટાઇમ સ્લોટસમાં વહેંચી નાંખવામાં આવ્યા છે. દરેક ખેલાડીએ ૬ લીગલ બોલની ડિલિવરી નેટમાં વગર બેટ્સમેને કરવાની રહેશે.

ઝડપી બોલરે ૨ બોલ યોર્કર, એક બાઉન્સર, બે સ્ટોક બોલ અને એક અન્ય વેરિએશનવાળો બોલ નાંખવાનો રહેશે, તેમજ સ્પીનરે બે સ્ટોક બોલ નવા બોલે અને બે વેરિએશન સેમી ન્યૂ બોલે તેમજ બંને હાથે બોલિંગ કરતા બોલરે ત્રણ ત્રણ બોલ ડાબા અને જમણા હાથે નાંખવાના રહેશે.

સમગ્ર કેમ્પનું સંચાલન ડીએનએ એન્ટરટેઇમેન્ટ નેટવર્ક, મુંબઈ કરશે. ફક્ત ઓનલાઇન રજિસ્ટર્ડ થયેલા દરેક બોલરો જ નિર્ધારિત સમયે હાજર રહી શકશે. બેંગ્લોરની ટીમનો કેમ્પ એસડીસીએને મળતાં પ્રમુખ કનૈયાભાઇ કોન્ટ્રાક્ટર, ઉપપ્રમુખ હેમંતભાઇ કોન્ટ્રાક્ટર અને ક્રિકેટ સેક્રેટરી ડો.નૈમેષ દેસાઇની મહેનત રંગ લાવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top