National

Spicejet પર પ્રતિબંધો યથાવત, 50% ક્ષમતા સાથે ચલાવવાની રહેશે ફ્લાઈટ્સ

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા એરલાઇન સ્પાઇસજેટ (Spicejet) પર લાદવામાં આવેલા નિયંત્રણોને 29 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા છે. આનો અર્થ એ થયો કે સ્પાઈસજેટે હાલમાં 50 ટકા ક્ષમતા સાથે ફ્લાઈટ્સ (Flights) ઓપરેટ કરવાની રહેશે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ કહ્યું કે સાવચેતીના ભાગ રૂપે સ્પાઈસજેટ એરલાઈન્સે હાલમાં મર્યાદિત સંખ્યામાં ફ્લાઈટ્સ ચલાવવી પડશે.

  • સ્પાઈસજેટ પર પ્રતિબંધો યથાવત, 50% ક્ષમતા સાથે ચલાવવાની રહેશે ફ્લાઈટ્સ
  • સ્પાઇસજેટ પર લાદવામાં આવેલા નિયંત્રણોને 29 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવ્યા
  • 80 પાયલટોને ‘બળજબરી’થી 3 મહિનાના પગાર વગર રજા પર મોકલવામાં આવ્યા

નોંધનીય છે કે સ્પાઈસ જેટના વિમાનોમાં ઘણી ટેકનિકલ ખામીઓને કારણે ડીજીસીએએ ગયા મહિને જુલાઈમાં આઠ અઠવાડિયા માટે માત્ર 50 ટકાની ક્ષમતા સાથે ફ્લાઇટ્સનું સંચાલન કરવાનો આદેશ આપ્યો હતો. DGCA એ એરલાઈન્સમાં ટેકનિકલ ખામીઓ અંગે સ્પાઈસ જેટને નોટિસ પણ પાઠવી હતી. હવે એરક્રાફ્ટ રેગ્યુલેટર દ્વારા આ ઓર્ડરને 29 ઓક્ટોબર સુધી લંબાવી દેવામાં આવ્યો છે.

80 પાયલટોને ‘બળજબરી’થી 3 મહિનાના પગાર વગર રજા પર મોકલવામાં આવ્યા
સ્પાઈસજેટે તેના 80 પાઈલટોને ત્રણ મહિનાના પગાર વિના રજા પર મોકલી દીધા છે. ગુરુગ્રામ સ્થિત એરલાઈને મંગળવારે કહ્યું કે આ પગલું ખર્ચને સુમેળ કરવા માટે કામચલાઉ પગલા તરીકે લેવામાં આવ્યું છે. સ્પાઇસજેટના ભૂતપૂર્વ કર્મચારીએ જણાવ્યું હતું કે રોગચાળાને કારણે વિદેશી પાઇલોટ્સને કાઢી મૂકવામાં આવ્યા હતા. જ્યારે ક્રૂ સભ્યોને 2020 થી એક કરતા વધુ વખત પગાર વિના રજા પર મોકલવામાં આવ્યા છે. આ ઉપરાંત કર્મચારીઓના પગારમાં પણ કાપ મુકવામાં આવ્યો છે.

રજા પર મોકલ્યા, નોકરીમાંથી કાઢ્યા નથી
સ્પાઈસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ પગલું કોઈપણ કર્મચારીને નોકરીમાંથી કાઢી ન મૂકવાની એરલાઈન્સની નીતિને અનુરૂપ છે. કોવિડ રોગચાળા દરમિયાન પણ એરલાઈને કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા ન હતા. આ પગલું એરક્રાફ્ટના કાફલા સાથે પાઇલોટ્સની સંખ્યાને સુમેળ કરવા માટે છે. પગાર વિના બળજબરી પૂર્વક રજા પર મોકલવામાં આવેલા પાઇલોટ્સ એરલાઇનના બોઇંગ અને બોમ્બાર્ડિયર કાફલાના છે.

કંપનીએ આનું કારણ જણાવ્યું
સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 737 MAX એરક્રાફ્ટને સામેલ કર્યા પછી 2019માં તેના કાફલામાં 30 થી વધુ એરક્રાફ્ટ ઉમેર્યા છે. એરલાઈને મેક્સ વિમાનો ટૂંક સમયમાં ફરી કાર્યરત થશે તેવી આશાએ પાઈલટોની ભરતી કરવાનું ચાલુ રાખ્યું છે. પરંતુ લાંબા સમયથી મેક્સ એરક્રાફ્ટ ઉભા છે તેના કારણે હવે પાઇલટ્સની સંખ્યા વધી ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે મેક્સ એરક્રાફ્ટ ટૂંક સમયમાં ફરીથી કાફલામાં જોડાશે. આ સાથે પાઇલટ્સને ફરીથી કામ કરવા માટે બોલાવવામાં આવશે.

Most Popular

To Top